ટેકસાસ અને ઓહિયામાં બનેલી અંધાધૂધ ફાયરીંગની બે ઘટનામાં અનેક નિર્દોષ ઘાયલ:ગન કલ્ચર સામે ઉઠતો પ્રશ્ર્નાર્થ?
વિશ્વ શાંતિ અને અણુહથીયારોના પ્રસાર પર નિયંત્રણ માટે દેખાડો કરતા જગતજમાદાર અમેરિકા વિશ્વમાં સૌથી મોટા શસ્ત્રનો તેમના વેપાર ધરાવે છે. હવે શસ્ત્રની આ માયાજાળ તેમના પોતાના દેશ માટે જ ઘાતક પૂરવાર થઈ રહી હોય તેમ અમેરિકાનું ગનકલ્ચર અમેરિકનોની સલામતીનાં બદલે પોતાના જ નાગરીકો માટે અસલામતનું કારણ બની ચૂકયું છે. અમેરિકામાં વારંવાર થતી ગોળીબાર અને સામુહિક્ હત્યાકાંડના બનાવોમાં વધુ બેનો ઉમેરો થયો છે. ટેકસાસઅને ઓહિયામાં જાહેર ગોળીબારમાં ઓછામાં ઓછા ૩૦ નિદોર્ષ નાગરીકોના મૃત્યુ અને અનેક ગંભીર રીતે ઘવાયા હોવાનું બહાર આવ્યું છે. અમેરિકામાં રવિવારના દિવસે ૨૪ કલાકમાં બનેલી ગોળીબારની બે ઘટનાઓથી સમગ્ર રાષ્ટ્ર ચોકી ઉઠ્યું છે. અમેરિકાને હચમચાવતી ગોળીબારની બે ઘટનામાં પ્રથમ બનાવમાં ટેકસાસના દક્ષિણ સરહદીય શહેર અલપેશોમાં ૨૧ વર્ષના બંદૂકધારી યુવાન વોલમાર્ટ સ્ટોરમાં લોકોની ભીડ ઉપર અંધાધૂંધ ગોળીબાર કરીને ઘટના સ્થળે જ મોતને ઘાટ ઉતારી દીધા હતા. અને ૨૬ને ગંભીર ઈજાઓ થઈ હતી વોલમાર્ટમાં પડેલા લોહીના ડાઘ દૂર થયા ન હતા કે એક કલાક બાદ ઓહિયામાં બંદૂકધારીએ નવ નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. જોકે આ હથીયારોને પોલીસે તાત્કાલીક ગોળીએ વીંધી નાખ્યો હતો આ ગોળીબારમાં ઓછામાં ઓછા ૧૬ને ગંભીર ઈજા થઈ હતી આ હુમલમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું મેયર નેનવેલીએ જણાવ્યું હતુ.
પ્રથમ બનાવમાં અલપાશોમાં આવેલી વોલમાર્ટ સ્ટોરમાં ખરીદદારોના ટોળા વચ્ચે યુવાને ગોળીઓ વરસાવવાનું શરૂ કર્યું હતુ અમેરિકામાં દિવસે દિવસે વકરતી જતી ગોળીબારની ઘટનાઓ રાષ્ટ્રીય આંતરીક સુરક્ષા માટે પડકાર રૂપ બની રહી છે. શનિવારે બનેલી આ ઘટના ૨૦૧૯ના વર્ષની ૨૫૦મી સામુહિક ગોળીબારની ઘટના તરીકે નોંધાઈ છે. અલપાશો પોલીસ અધિકારીએ જણાવ્યું હતુ કે આ ઘટનાની તપાસ ચાલુ છે. શનિવારે શાળાના બાળકોની જીવન જરૂરી ચીજ વસ્તુઓની ખરીદીની ચહેલપહેલ વચ્ચે એકાએક ઘડાકાની સાથે બંદૂકના દારૂ ગોળાનીવાસ હોલમાં પ્રસરી ગઈ હતી. અને મૃતદેહોના ઢગલા થઈ ગયા હતા ૨૦ના મૃત્યુ અને ૨૬ ગંભીર રીતે ઘવાતા મોલમાં લોહીના ફૂવારા છૂટયા હતા.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાને કાયરતા પૂર્ણ કૃત્ય ગણાવીને નિદોર્ષ લોકોની હત્યા કરનારને આકરી સજાની જાહેરાત કરી હતી. પાસો અને હેટન ઓહિયોની આ ઘટનાઓ સામાજીક નફરતના કારણ થઈ હાવેનું પ્રાથમિક તબકકે બહાર આવ્યું છે. મોટાભાગના ઘવાયેલા દર્દીઓની વય ૩૫થી ૮૨ વર્ષની છે. અલપાશો મેડિકલ કોલેજમાં ૧૩ ગંભીર દર્દીઓને ઘસેડવામાં આવ્યા છે. જે લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી તેમને સારવાર બાદ મુકત કર્યા છે. વોલમાર્ટ સ્ટોર પર હુમલો કરનાર હથીયારો ડલાસનો પેટરીઝ ક્રુઝ હોવાનું બહાર આવ્યું છે. તે જાતે જ પોલિસ મથકમા હાજર થઈ ગયો હતો. પોલીસે હુમલા પહેલી કરેલી પોસ્ટની તપાસ હાથ ધરી છે. એફબીઆઈએ હુમલાના વિડિયો અને ફોટાઓ, એકત્રીત કરીને તપાસ હાથ ધરી છે. અમેરિકામાં બેકાબુ બનેલા ગનકલ્ચરથી અમેરિકાનો પોતાના દેશમાં જ વધુને વધુ અસુરક્ષીત હોવાનો ડર અનુભવે છે.