અમેરિકાના ટેનેસીમાં બંદૂકધારી શખ્સે ફાયરીંગની ઘટના ફેસબુક પર લાઈવ કરી !!

અમેરિકાના ટેનેસી રાજ્યમાં અંધાધૂંધ ગોળીબારનો મામલો સામે આવ્યો છે. ફાયરિંગમાં લગભગ બે લોકોના મોત થયા છે. પોલીસને સાંજે 7 વાગ્યે ગોળીબારના સમાચાર મળ્યા, જેના પગલે સ્થાનિકોને ઘરની અંદર રહેવા માટે એલર્ટ આપવામાં આવ્યું હતું.

અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારનો મામલો સામે આવ્યો છે. શૂટરે ફેસબુક પર ફાયરીંગનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું.  ગોળીબારના કારણે ઘણા લોકો ઘાયલ પણ થયા છે.  રિપોર્ટ અનુસાર આ ફાયરિંગમાં બે લોકોના મોત થયા છે, જોકે પોલીસે તેની પુષ્ટિ કરી નથી. શૂટર ઓટોપાર્ટ્સની દુકાનમાં ઘૂસી ગયો અને ઘણા ગ્રાહકોને ગોળી મારી દીધી. દુકાનમાં પ્રવેશતા પહેલા તેણે લાઈવ સ્ટ્રીમમાં કહ્યું હતું કે, આ કોઈ મજાક નથી. પોલીસે આરોપીની ઓળખ એઝેકીલ કેલી(ઉ.વ. 19)તરીકે કરી છે. આ ઘટના ટેનેસી રાજ્યના મેમ્ફિસની છે. સ્થાનિક સમય અનુસાર રાત્રે 9:28 વાગ્યે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ વિભાગના પ્રવક્તા મેજર કેરેન રુડોલ્ફે ઘટના અંગે કહ્યું છે કે,અમે હજુ સુધી બંદૂકધારીનો હેતુ જાણતા નથી. અમે માત્ર એટલું જ જાણીએ છીએ કે  ફાયરિંગ માટે જવાબદાર છે. કેટલાક લોકો ઘાયલ થયા છે તેની સંપૂર્ણ વિગતો શેર કરવામાં આવી નથી. આ ઘટના બાદ, 6,30,000 લોકોના શહેરમાં પોલીસ વિભાગે નાગરિકોને ઘરની અંદર રહેવા ચેતવણી આપી હતી. જોખમને જોતા તમામ બસ અને પરિવહન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. ટેનેસી પોલીસે સ્થાનિક સમય અનુસાર સાંજે 7 વાગ્યે એલર્ટ જારી કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે ફાયરિંગની અનેક ઘટનાઓ માટે સશસ્ત્ર યુવક જવાબદાર હતો.  ગોળીબાર કરતી વખતે તે વાદળી રંગની ઈન્ફિનિટીયા કારમાં હતો. બાદમાં તેણે કાર બદલી અને ગ્રે ટોયોટા કારમાં બેસી ગયો, પોલીસે જણાવ્યું હતું.  મેમ્ફિસ યુનિવર્સિટીએ તમામ વિદ્યાર્થીઓને શૂટિંગ સંદેશ જારી કર્યો હતો. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને કેમ્પસની બહાર ન આવવાની સલાહ આપી હતી. વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, મેમ્ફિસમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં અનેક ગોળીબારની ઘટના બની છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.