ઘરની બહાર ઉભેલા ૨૨ વર્ષીય નિર્દોષ યુવાને પોલીસની મુર્ખામીએ જીવ ગુમાવ્યો
સાક્રામેન્ટોમાં શનિવારની રાત્રે ૨૨ વર્ષના નિર્દોષ યુવાન સ્ટીફન કર્લાક ખિસ્સામાંી આઈફોન કાઢવા જતાં પોલીસને બંદૂક હોવાની આશંકા તાં ધડ…ધડ… ૨૦ ગોળીઓ યુવાનને ધરબી દેતા ઘટના સ્ળે જ તેનું મૃત્યુ થયું હતું.
સમગ્ર ઘટનામાં પોલીસને એક ફોન કોલ આવ્યો હતો કે એક શ્યામ વર્ણનો વ્યક્તિ વાહનોના કાચની તોડફોડ કરી રહ્યો છે. એમ પોલીસ તે ગુનાખોરને શોધી રહી હતી ત્યારે ગુનેગારને બદલે સ્ટીફનને ધરબી દેવાયો.
સ્ટીફન પોતાના ઘરની બહાર ગાડી પાસે હતો ત્યારે પોલીસે બુમો પાડી તારા હામાં શું છે, બંદૂક !!! એમ કહી તેણે બીજા અધિકારીને પણ પોતાની બંદૂક કાઢવા માટે ઉશ્કેર્યા બાદ મિનિટોમાં તો સ્ટીફનના શરીરમાં ૨ અધિકારીઓ દ્વારા પુરેપુરી કારસુત ખત્મ કરી દેવામાં આવી. સ્ટીફનની મૃત્યુ બાદ તેની પાસેી બંદૂક નહીં સફેદ આઈફોન જ મળી આવ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, સ્ટીફન ખોટા સ્થળે ખોટી કલાકે હતો ત્યારે તેના દાદીએ જણાવ્યું હતું કે તે પોતાના ઘરની બહાર જ હતો અને શું તે ખોટી જગ્યાએ છે ? સમગ્ર ઘટના હેલીકોપ્ટરના કેમેરામાં કેદ ઈ હતી. સાક્રામેન્ટો પોલીસ ડિપાર્ટમેન્ટને આવેલા ફોન મુજબ ગુનેગાર વ્યક્તિ ૬ ફૂટ ઉંચો, કાળા રંગના કપડા પહેરેલો હતો, ત્યારે સ્ટીફન તો ૬ ફૂટનો પણ ન હતો. વોશિંગ્ટન પોસ્ટ પ્રમાણે ગત વર્ષે ૯૮૭ લોકોને પોલીસે મારી નાખ્યા હતા. જેમાં ૬૮ શો વિનાના હતા. આ વર્ષે ૨૩૦ લોકોને પોલીસે માર્યા છે ત્યારે સમાજ દ્વારા પ્રશ્ર્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે, નિર્દોષોની હત્યા શા માટે ? અને સ્ટીફન તો પોતાના ઘરની બહાર ઉભો હતો અને પોલીસે બંદૂકમાં હતી એટલી બધી જ ગોળીઓ તેના શરીરમાં વિંધી નાખી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,