ચોમાસાની સીઝન શરૂ થતાની સાથે જ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ લોકોને પરેશાન કરવા લાગે છે. તેમજ પિમ્પલ્સ, એસિડિટી, માથાનો દુખાવો, નીંદર, થાક, કબજિયાત, જેવી સ્વાસ્થયને લગતી સમસ્યાઓ ઉદભવે છે. જો તમે પણ આ બધી સમસ્યાઓથી ચિંતિત છો. તો તમે આ ઉપાય અપનાવી શકો છો.
ગુલાબના ફૂલોની સુંદરતા દરેક વ્યક્તિને ગમતી હોય છે. પણ શું તમે જાણો છો કે ગુલાબની પાંખડીઓનો ઉપયોગ ખાવામાં પણ થાય છે. ગુલાબની પાંખડીઓમાંથી બનેલો ગુલકંદ સ્વાદિષ્ટ તો છે જ પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ ગુલકંદ ખાવાના ફાયદા કયાં ક્યાં છે.
ગુલકંદ શું છે?
ગુલાબના ફૂલોની તાજી પાંખડીઓમાંથી ગુલકંદ તૈયાર કરવામાં આવે છે. તેને બનાવતી વખતે સ્વાદ માટે ખાંડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેને ગુલાબની પાંખડી જામ પણ કહેવામાં આવે છે. તેના મીઠા સ્વાદ અને સારી સુગંધને કારણે તેનો ઉપયોગ ઘણી સ્વાદિષ્ટ ખાણીપીણીમાં પણ થાય છે.
ગુલકંદ ખાવાના ફાયદા
ગુલકંદ બાળકો અને પુખ્ત વયના લોકો માટે ફાયદાકારક અને આરોગ્યપ્રદ છે. ઘણા લોકો એવું કહે છે કે એક ચમચી ગુલકંદ ખાવાથી એસિડિટી, માથાનો દુખાવો, નીંદર, થાક, કબજિયાત, ખીલ જેવી સમસ્યામાંથી રાહત મળે છે. ચાલો જાણીએ ગુલકંદનું સેવન કરવાથી કેટલા ફાયદા થાય છે.
1. પેટની સમસ્યાઓથી રાહત
કેટલાક લોકોને પેટની ઘણી સમસ્યાઓ થવા લાગે છે. આવી સ્થિતિમાં તમે ગુલકંદનું સેવન કરીને આ સમસ્યાઓથી રાહત મેળવી શકો છો. દર રોજ ગુલકંદ ખાવાથી ભૂખ તો વધે જ છે સાથે સાથે પાચનતંત્ર પણ સારું રહે છે.
2. મોઢાના ચાંદામાં રાહત
ઘણીવાર એવું જોવા મળે છે કે પેટની ગરમીને કારણે મોઢામાં ચાંદા પડી જાય છે. આ સમસ્યામાં ગુલકંદનું સેવન ફાયદાકારક છે. આ સિવાય ત્વચાને લગતી ઘણી સમસ્યાઓમાં ગુલકંદ ખાવાથી ફાયદો થાય છે.
4. આંખો માટે ફાયદાકારક
ગુલકંદ ખાવું આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. ગુલકંદ ખાવાથી તમારી આંખોને ઠંડક મળે છે. સાથે જ મોતિયાની સમસ્યા માટે પણ અસરકારક છે.
5. બાળકો માટે ઉપયોગી
બાળકોના સ્વાસ્થ્ય માટે ગુલકંદ ખૂબ જ અસરકારક ઉપાય છે. તે બાળકોને પેટના રોગોથી બચાવે છે.
ગુલકંદનું સેવન કરવાથી થાક, નબળાઈ, શારીરિક પીડા, તણાવ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.
કેવી રીતે ખાવું?
સારી ઊંઘ માટે તમે તેને રાત્રે દૂધ સાથે ખાઈ શકો છો. તે તમારા શરીરને ઠંડક આપીને ઊંઘ લાવવામાં મદદ કરે છે. તેને પાણીની બોટલમાં ભેળવીને દિવસભર પીવાનું રાખો. આમ કરવાથી એસિડિટી અને પેટની અન્ય સમસ્યાઓથી રાહત મળે છે. સવારે જમતા પહેલા કે પછી એક ચમચી ખાવાથી પાચન શક્તિ વધે છે.