ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે મતદાનનો પ્રારંભ થઈ ચુક્યો છે. લોકશાહીના અવસર સમી રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના પ્રથમ તબક્કાના મતદાનની ગુલાબી ઠંડીના માહોલમાં શરૂઆત થઈ છે ત્યારે ઘણી અનોખું મતદાન પણ ઘણી જગ્યાએ જોવા મળી રહ્યું છે તો ક્યાંક ઠંડી વચ્ચે ગરમ વાતાવરણ સર્જાયું હતું.
અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર મતદાનને પ્રાથમિકતા આપીને પરંતુ વિરોધના વંટોળે ચડીને મતદાન કરવા આવી પહોચ્યા હતા.કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી તેમજ તેમના પુત્રી સાયકલ ઉપર તેલનો ડબ્બો તથા ગેસ નો બાટલો લઈને વિરોધ પ્રદર્શન કરતા મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા.
ભાજપ ઉમેદવાર રીવા બા જાડેજાએ જામનગરથી ફોર્મ ભર્યું તો મતદાન કેમ રાજકોટથી ??
ભાજપના યુવા ઉમેદવાર રીવા બા જાડેજાનું નામ રાજકોટની મતદાર યાદીમાં છે જયારે રવીન્દ્ર જાડેજાનું નામ જામનગરની યાદીમાં છે તે માટે રીવા બા જાડેજા રાજકોટની આઈ.પી. મિશન સ્કુલ ખાતે મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા જ્યાં રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુ પણ મતદાન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
નવસારીના ભાજપ ઉમેદવાર પીયૂષ પટેલ પર અજાણ્યા ટોળાએ કર્યો હુમલો
મતદાન પૂર્વે જ વાંસદા બેઠકના ઝરી ગામે ભાજપના ઉમેદવાર પીયૂષ પટેલ ઉપર અજાણ્યા ટોળાએ હુમલો કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ અને તેના સમર્થકો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે તેવા આક્ષેપ ભાજપના ઉમેદવારે લગાવ્યા છે.