• જૂનાગઢમાં વધુ એક ગેંગ વિરુદ્ધ ગાળિયો કસાયો
  • નવરાત્રીમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો થતાં પોલીસે માથાભારે શખ્સોને કાયદાનું ભાન કરાવ્યું

જૂનાગઢમાં નવરાત્રિના ચોથે નોરતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રભાઈ બગોદરા પર કુખ્યાત બુટલેગરે હુમલો કર્યો હતો. જે મામલે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બુટલેગર કાળા દેવરાજ રાડા વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 107થી વધુ ગુના કરનાર કાળા દેવરાજ રાડાને પોલીસે ઝડપી પાડ્યો હતો. જુનાગઢ પોલીસે કુખ્યાત બુટલેગર કાળા દેવરાજ રાડાનો ગુનાહિત ઇતિહાસ તપાસી કાળા દેવરાજ ગેંગના નગા સરમણ રાણા અને પ્રતાપ શિવભા સોલંકી વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો નોંધ્યો છે. કાળા દેવરાજ વિરુદ્ધ 107, નગા સરમણ રાડા વિરુદ્ધ 39, પ્રતાપ સોલંકી વિરુદ્ધ 11 વધુ ગુનાઓ નોંધાયેલા છે. જે ધ્યાને લઈ જુનાગઢ પોલીસે આ ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે.

પોલીસે કાળા દેવરાજ ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરતા જૂનાગઢના બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે. સી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ચોથા નોરતે પેટ્રોલિંગમાં હતા તે સમયે એક બાઈક ચાલક ટ્રાફિક ન હોવા છતાં રોડ પર સતત હોર્ન વગાડી નીકળતા પોલીસ કર્મીએ આ બાઈક ચાલક પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ માંગ્યું હતું. ત્યારે બાઈકચાલકે આ પોલીસ કર્મીને કહ્યું હતું કે ” તું મને ઓળખે છો હું કોણ છું ? કાળા દેવરાજ રાડાનો દીકરો છું. તેમ કહી કાળા દેવરાજને ફોન કરી બોલાવ્યો હતો, તે સમયે કાળા દેવરાજ અને તેની પત્નીએ હેડ કોન્સ્ટેબલ પર હુમલો કરી તેની ફરજમાં રૂકાવટ કરી હતી. પોલીસ કર્મીના ડ્રેસનો શર્ટ ફાડી નાખી તેની નંબર પ્લેટ તોડી નાખી હતી. જેને લઇ કાળા દેવરાજ વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ત્યારે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે બીલખા રોડ પર આવેલ કેન્દ્રીય વિદ્યાલય પાસેથી કાળા દેવરાજ રાડાની ધરપકડ કરવામાં આવી હતી.

જુનાગઢ પોલીસ દ્વારા કુખ્યાત બુટલેગર અને હત્યાની કોશિશ,ગેરકાયદેસર,દારૂનો વેચાણ, પોલીસ પર હુમલો,મારામારી, હત્યા સહિતના 107 ગુનાના આરોપી કાળા દેવરાજ વિરુદ્ધ જુનાગઢ પોલીસે ગુજસી ટોકનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે કાળા દેવરાજ વિરુદ્ધ સૌથી વધુ 46 ગુના બી ડિવિઝન, 15 ગુના એ ડિવિઝન, 35 થી વધુ ગુના તાલુકા પોલીસ સ્ટેશન, જેતપુર પોલીસ સ્ટેશન તેમજ અન્ય પોલીસ સ્ટેશન મળી કુલ 107 ગુનાને કાળા દેવરાજે અત્યાર સુધીમાં અંજામ આપ્યો છે. હાલ જુનાગઢ પોલીસે કુખ્યાત બુટલેગર કાળા દેવરાજ વિરુદ્ધ ગુજસી ટોકના કાયદાનું હથિયાર ઉગામતા જુનાગઢના બુટલેગરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

જુનાગઢ એસ.પી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા જ એ ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે બનાવો બન્યા હતા. જેમાં નવરાત્રિ દરમિયાન સી ડિવિઝન વિસ્તારમાં આરોપી કાળા દેવરાજ રાડાના બાળકોની નંબર પ્લેટ વગરની બાઈક પોલીસે ઉભી રાખી હતી. તે સમયે કાળા દેવડા જે પોલીસ સાથે માથાકૂટ કરી હતી. જેને લઇ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાળા દેવરાજ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં એક વ્યક્તિ દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિને ગુજસી ટોકના આરોપી કાળા દેવરાજ અને તેના મિત્ર દ્વારા વ્યાજે રૂપિયા આપી આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો.

આ બંને ગુનાઓને ધ્યાનમાં લઇ કાળા દેવરાજના ગુનાહિત ઇતિહાસની તપાસ કરી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનામાં ઉમેરો કરવામાં આવ્યો હતો. ત્યારે કાળા દેવરાજ ગેંગના ત્રણ શખ્સો વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે. કાળા દેવરાજ વિરુદ્ધ અત્યાર સુધીમાં 107 થી વધુ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. તેમજ કાળા દેવરાજ ગેંગના નગા સરમણ રાડા વિરુદ્ધ 39,અને પ્રતાપ શિવભા સોલંકી વિરુદ્ધ 11 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. જે ધ્યાને લઈ જુનાગઢ પોલીસે આ ત્રણે શખ્સો વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો નોંધ્યો છે. હાલ જુનાગઢ પોલીસે કાળા દેવરાજની અટકાયત કરી છે.ત્યારે પ્રતાપ સોલંકીની છેતરપિંડીના ગુનામાં જેતપુર પોલીસે પકડેલ છે. ત્યારે કાળા દેવરાજ ગેંગના નગા સરમણ ને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. ત્યારે ગુજસી ટોકના કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ ટોકના આરોપીઓને આશરો આપે છે. તો આશરો આપનાર વિરુદ્ધ 5 વર્ષથી વધુથી આજીવન સુધીની સજાની અને 5 લાખ સુધીના દંડની જોગવાઈ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.