- Gujrat: પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર, 8 જાન્યુઆરીથી યોજાઈ શકે શારીરિક કસોટી
- અંદાજે બે મહિના ચાલશે શારીરિક કસોટી
- ભરતી બોર્ડે જે તે જીલ્લામાં મેદાન તૈયાર કરવા આપી સૂચના
- ભરતી બોર્ડ ઝડપથી જ તારીખ કરશે જાહેર
Gujarat Police Bharti : રાજ્યમાં પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં છેલ્લા કેટલાય સમયથી પોલીસ ભરતીની શારીરિક કસોટીની રાહ જોઈ રહેલા ઉમેરવારો માટે આ મામલે મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ 8 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થઈ શકે છે. આ શારીરિક કસોટી અંદાજે બે મહિના સુધી ચાલશે. નોંધનિય છે કે, પોલીસ ભરતી બોર્ડે જિલ્લાઓમાં મેદાન તૈયાર કરવા સૂચના આપી છે. આ સાથે ટૂંક સમયમાં જ કસોટીની તારીખની સત્તાવાર જાહેરાત થશે.
12 હજાર પોલીસની ભરતી થશે
ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 12,000 નવી ભરતી થશે. જેમાં નવા 597 PSIની ભરતી કરવામાં આવશે. જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરાશે. જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો SRPની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે.
રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ભરતીની જાહેરાત કરાશે. નોટીફિકેશન બાદ પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરશે. ફાસ્ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવાશે.
જે તે જિલ્લામાં મેદાન તૈયાર કરવા સૂચનાઓ આપી દેવામાં આવી
મળતી વિગતો પ્રમાણે આ ભરતી માટે અંદાજે બે મહિના સુધી શારીરિક કસોટી ચાલવાની છે. એટલું જ નહીં પરંતુ પોલીસ ભરતી બોર્ડે જે તે જિલ્લામાં મેદાન તૈયાર કરવા સૂચનાઓ આપી દીધી છે. જોકે હજી સંભવિત તારીખ સામે આવી છે. પરંતુ આગામી ટૂંક સમયમાં ભરતી બોર્ડ શારીરિક કસોટી માટેની તારીખ જાહેર કરી દેશે.
ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલની ભરતી માટેની વિગતો
ગુજરાત પોલીસમાં 12,472 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતીમાં બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (CRPF) અને જેલ સિપાઈની જગ્યાઓનો સમાવેશ છે. જ્યારે પરીક્ષાની તારીખ જાહેર થશે ત્યારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ઓફિશિયલ સાઈટ ojas.gujarat.gov.in પર જઈને તમારે કોલ લેટર નીકાળવનો રહેશે