99 પર્સેન્ટાઈલ ધરાવતા A ગ્રુપમાં 474 વિદ્યાર્થી અને B ગ્રૂપમાં 678 વિદ્યાર્થીઓ: 98 પર્સેન્ટાઈલ ધરાવતા A ગ્રુપમાં 940 વિદ્યાર્થીઓ નોંધાયા

ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે.  ધોરણ 12 સાયન્સ પછી ડીગ્રી એન્જીનીયરીંગ અને ડીગ્રી-ડિપ્લોમ ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ગુજકેટ પરીક્ષાનું આજે પરિણામ જાહેર થઇ ગયું છે. સવારે 10 વાગ્યે result.gseb.org વેબસાઈટ પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે છે.A ગ્રુપના 46 હજાર અને B ગ્રુપના 66 હજાર વિધાર્થીઓનું ગુજકેટ પરિણામ જાહેર થયું છે..જેમાં A ગ્રુપ ના 474 અને B ગ્રુપના 678 વિધાર્થીઓએ 99 પ્રસન્ટાઈલ મેળવ્યા છે.

6 ઓગસ્ટે ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં બહુવિકલ્પીય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. કુલ 4 વિષયોની પરીક્ષા લેવાઇ હતી.જેમાં  ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિતનો સમાવેશ થાય છે.  ગુજરાતી, હિન્દી અમે અંગ્રેજીમાં ગુજકેટની પરીક્ષા લેવાઇ હતી. ગુજકેટની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને બે માર્કની લ્હાણી કરવાની ફરજ પડી છે. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના પેપરમાં 2 પ્રશ્નોમાં ભૂલ હોવાથી 1-1 એમ કુલ બે માર્ક તમામને આપવાનો નિર્ણય કરાયો હતો.

જણાવી દઇએ કે ગુજરાતમાં 6 ઓગસ્ટે ગુજકેટની પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં 1 લાખ 18 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. 33 જિલ્લામાં પરીક્ષાના 34 કેન્દ્ર ફાળવાયા હતા. સાયન્સમાં ગ્રુપ-Aમાં 48 હજાર વિદ્યાર્થીઓ, ગૃપ-Bમાં 68 હજાર 500 વિદ્યાર્થીઓ અને ગ્રુપ AB ગૃપમાં જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.

આજે ગુજકેટનું પરિણામ જાહેર કરાયું છે. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ result.gseb.org પર પોતાનું પરિણામ જોઈ શકશે. બેઠક ક્રમાંકના માધ્યમથી પરિણામ જાણી શકાશે.ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં બહુવિકલ્પીય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. કુલ 4 વિષયોની પરીક્ષા લેવાઇ હતી. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.