સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી પરીક્ષા યોજવામાં આવશે
ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 6 ઓગસ્ટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. શિક્ષણ બોર્ડે પરિક્ષાની તારીખ જાહેર કરી છે. સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી પરીક્ષા યોજવામાં આવશે.ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નિર્ણય અનુસાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનીયરિંગ ડિગ્રી/ ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ 2017થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજીયાત કરવાની જોગવાઇ દાખલ કરવામાં આવેલ છે.
વર્ષ 2021 માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનીયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એ, ગ્રુપ-બી, ગ્રુપ-એ-બીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 6 ઓગસ્ટ શુક્રવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે.
ગુજરાત સરકારના સિક્ષણ વિભાગના 25-10-2017થી શૈક્ષણિક વર્ષ જૂન-2019થી ગુજરાત માધઅયમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERTના પાઠ્યપુસ્તકનો અમલ કરેલ છે.
NCERT આધારીત ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા ત્રીસ ટકા ઘટાડા બાદ નક્કી કરેલ, સીત્તેર ટકા અભ્યાસક્રમ પ્રવર્તમાન ગુજકેટની પરીક્ષા રહેશે.ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માચે નીચે મુજબના વિષયના બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશઅનો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે અને તેની સામે દર્શાવેલ પ્રશ્નો, ગુણ અને સમય રહેશે.