અન્ય બે પ્રશ્નોમાં એક કરતા વધુ વિકલ્પ સાચા હોવાથી ગમે તે વિકલ્પ લખ્યો હશે તો માર્ક અપાશે
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામા આવી છે.જે મુજબ બે માર્કસ તમામ વિદ્યાર્થીઓને સમાનપણે પ્રદાન કરવામા આવશે.અગાઉ બોર્ડ પરીક્ષામાં પણ કેમિસ્ટ્રીમાં પણ એક માર્ક ગુણ પ્રદાન કરવામા આવ્યો છે.
ધો.12 સાયન્સની બોર્ડ પરીક્ષાની મુખ્ય ચાર વિષયની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાયા બાદ બોર્ડ દ્વારા આજે ઈજનેરી-ફાર્મસી પ્રવેશ માટેની ગુજકેટ પરીક્ષાની આન્સર કી પણ જાહેર કરી દેવાઈ છે.જેમાં ફીઝિક્સમાં ત્રણેય માધ્યમના વિદ્યાર્થીઓને એક પ્રશ્નમાં સમાનપણે એક માર્ક અપાશે.જ્યારે કેમિસ્ટ્રીમાં પણ ત્રણેય માધ્યમના વિદ્યાર્થીઓને એક પ્રશ્નમાં સમાનપણે એક માર્ક અપાશે.આ બંને વિષયમા એક-એક પ્રશ્નમાં ત્રણ વિકલ્પ સાચા હોવાનું બોર્ડે આન્સર કીમાં જાહેર કર્યુ છે.આ વર્ષે બોર્ડ પરીક્ષા બાદ ગુજકેટમાં પણ કેમિસ્ટ્રીમાં એક પ્રશ્ન ઉત્તર સાથે મેચ ન ખાતો હોવાનું અને ભૂલ હોવાનું નિષ્ણાંતોને લાગતા બોર્ડે એક માર્ગ ગ્રેસિંગ આપવો પડશે. ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કીમાં જો કોઈ વાંધા રજૂઆત કોઈ ઉમેદવારે મોકલવાની હોય તો બોર્ડને ઓનલાઈન મોકલવાની રહેશે. પ00 રૃપિયા ફી સાથે 30મી સુધીમાં ઓનલાઈન રજૂઆત મોકલવાની રહેશે. વાંધા રજૂઆત સાચી ઠરશે તો ફી પાછી આપવામા આવશે. ધો.12 સાયન્સની મુખ્ય ચાર વિષયની અને ગુજકેટની ચારેય વિષયની પ્રોવિઝનલ આન્સર કીમાં સુધારા-વધારા બાદ ફાઈનલ આન્સર કી જાહેર કરાશે.