અબતક ચેનલમાં પણ વેબ સિરિઝ ટેલીકાસ્ટ થશે
ભૂતકાળની ભવ્ય સફળતા બાદ ગુજજુગેટ પ્રોડકશનની વધુ એક વેબસીરીઝ ‘ફરી બહાનું આપીશ?’ આવતીકાલે યુટયુબ ચેનલ પર પ્રસ્તુત થનાર છે, જેમાં ‘અબતક’ મીડિયા પાર્ટનર તરીકે જોડાયું છે.
વેબ સીરીઝ ‘એક બહાનું આપીશ’ ‘ઈકોગ્નિટો’ની અભૂતપૂર્વ સફળતા બાદ નિર્માતા પૂર્વેશ શેઠ, સહ નિર્માતા કરણ પૂજારા અને નિતિન વાઘેલાના નિર્દેશન હેઠળ વધુ એક વેબ સિરીઝ ‘ફરી બહાનું આપીશ’નું આવતીકાલે રાત્રે 9 કલાકે યુ ટયુબ ચેનલ પર ગુજજુગેટ પ્રોડકશનમાં રજૂ થશે.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા ‘ફરી બહાનું આપીશ?’ વેબ સિરીઝના નિર્માતા પૂર્વેશ શેઠ, સહનિર્માતા કરણ પૂજારા ડાયરેકટર નિતીન વાઘેલા અભિનેત્રી ડો. કાવ્યા જેઠવા વગેરેએ આવતીકાલે લોન્ચ થનાર વેબસિરીઝ અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતુ કે ‘ફરી બહાનું આપીશ’ વેબ સિરીઝનું શુટીંગ સાયલા (ભગતનું) ખાતે કરવામાં આવ્યું છે. આ વેબ સીરીઝમાં નિર્દોષ પ્રેમને પૂરૂ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
ગામડશની પરંપરા, તેમજ ગામડાનો નિતરતો શરગાર આ વેબ સિરીઝમાં જોવા મળશે. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારની પરંપરાઓને પણ વણી લીધી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
21મી સદીમાં અને તેમાં પણ આગામી 14મીએ આવતા વેલેન્ટાઈન ડે કે જે પ્રેમિઓનો દિવસ આ પૂર્વે પ્રેમના પ્રતિમ સમી આ વેબસિરીઝમાં ગામની ભાગોળે આવેલી નદી, એ દેશી નળીયા વાળા મકાનો, મંદિરો વગેરે ગામડાના આભૂષણો વચ્ચે ગામડાની રહેણી-કરણી વચ્ચે કરવામા આવેલ શુટીંગ દરમિયાન પણ નિદોર્ષ પ્રેમની નિતરતી ધારાના દર્શન કરાવવાનો પૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે. પરિવારના દરેક વ્યકિત સાથે બેસી અને નિહાળી શકે, માણી શકે તેવી આ વેબસિરીઝ ખાસ કરીને આજની યુવા પેઢીને સ્પર્શી જાય તે રીતે નિર્માણ કરવામાં આવ્યું છે.
ઉમેશ શેખ દ્વારા પ્રોડયુસ ‘ફરી બહાનુ આપીશ?’ વેબસિરીઝમાં કચ્છના પ્રસિધ્ધ ગાયક નંદલાલ છાંગા, પૂનિત રાવલ, ધૃવિલ શાહે ગીત-સંગીત દ્વારા દર્શકોને મંત્ર મુગ્ધ કરવા ભારે જહેમત ઉઠાવી છે.
ગુજજુગેટ પ્રોડકશનમાં અગાઉ પણ ‘ઈન્કોગ્નિટો’ વેબ સીરીઝમાં ‘અબતક’ મિડીયા પાર્ટનર હતુ જયારે આવતીકાલે લોન્ચ થનારી વેબ સીરીઝ ‘ફરી બહાનું આપીશ?’ના મીડીયા પાર્ટનર ‘અબતક’ને એક નાના એવા ગામડામાં નાનો બાળક કે જે ભણવાની સાથે એક ટપાલી જેવું કામ કરે અને એક પત્ર આવે એ પત્રમાં લખેલા મીઠા અને હળવા શબ્દો… પ્રેમનું પાંગરવું અને તેમાં પણ ભારોભાર નિર્દોષતા વગેરે જાણવા-માણવા આવતીકાલે રાત્રે 9 કલાકે યુ ટયુબ પર ગુજજુ ગેટ પ્રોડકશનમાં નિહાળવું જ રહ્યું ફરી બહાનું આપીશ?’