ફિલ્મ અર્બન કે ગ્રામ્ય હોય જ ન શકે, ફિલ્મ સારી કે ખરાબ હોઇ શકે: સિઘ્ધાર્થ રાંદેરિયા

ગુજરાતી નાટકોના શોખીન અને ગુજરાતી ભાષામાં કોમેડી ઝંખતા સાહિત્ય રસીકો માટે સિઘ્ધાર્થ રાંદેરિયાનું નામ કયારેય અજાણ્યું નથી રહ્યું એમાંયે ગુજજુભાઇ સીરીઝના નાટકો દ્વારા આખા ભારતમાં અને અમેરિકા ઇગ્લેન્ડ, આફ્રિકા વિગેરે દેશોમાં ઘૂમ મચાવતા આઉટ એન્ડ આઉટ કોમેડી નાટકો એક પછી એક રાહ કરી નાટક શોખીનોની મનોરંજન ભૂખ ભાંગતા સિઘ્ધાર્ંથ રાંદેરિયા ગુજરાતી કોમેડી નાટકોના પર્યાય રુપ ગણાય છે. જેમ કહીએ તો પણ ખોટું નથી. એમના જ નાટકના અંશો પરથી એમના પુત્ર ઇશાન રાંદેરિયા દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ ‘ગુજજુભાઇ ૂ ધ ગ્રેટ’ ૨૦૧૫માં પહેલાં રીલીઝ થઇ હતી. અફકોર્સ ખુબ જ વખણાઇ હતી અને સ્વાભાવિક રીતે જ ગુજરાતી ભાષામાં સામાન્ય રીતે બનતી બીબાઢાળ ફિલ્મો કરતાં અલગ ચીલો ચાતરની આઉટ એન્ડ આઉટ કોમેડી ફિલ્મ તરીકે સફળ પણ રહી હતી.

આજે સિઘ્ધાર્થ રાંદેરિયાની બીજી ગુજરાતી ફિલ્મ ‘ગુજજુભાઇ મોસ્ટ વોન્ટેડ’ રીલીઝ થાય  છે.

ફરીવાર એમના પુત્રનું સુંદર દિગ્દર્શન અને બહુ સહજતાથી સ્કુટ થતા સિઘ્ધાર્થ રાંદેરિયા સ્ટાઇલના લખેલા સંવાદો…. ફિલ્મ લોકોને ગમે એ વિશે તો શંકા કરવાને કોઇ કારણ છે જ નહિ.

આજ ફિલ્મને લઇને ખાત્રીપૂર્વકના આશાવાદી અને ઉત્સાહી સિઘ્ધાર્ંથ રાંદેરિયા સાથે ટેલીફોનીક ઇન્ટરવ્યુ દરમ્યાન તેમણે આ ફિલ્મ વિશે માહીતી આપતા જણાવ્યું હતું કે લગભગ છ મહિના જેટલો સમય ર્સ્ટોરી પર કામ કર્યા પછી અગાઉના નાટક પરથી નહિ પણ સાવ અલગ પ્રકારની કથા વસ્તુ સાથે એક નવી કોમેડી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

ભુજ ખાતે પ૧ દિવસમાં આખી ફિલ્મનું શુટીંગ પુરું થયું મોટું બજેટ અને મોટુ ફલક ધરાવતી આ ફિલ્મ વિશે યેન ફિલ્મ્સના માલીક જયંતિ ગડા જેમણે અત્યાર સુધી માત્ર હિન્દી ફિલ્મો જ રીલીઝ કરી છે. તેઓ ઉત્સાહ સાથે જોડાયા અને ગુજરાતી ફિલ્મ ઇતિહાસમાં પહેલી વાર ૧૧પ સ્કીનમાં ૪૫ જગ્યાઓ પ્રીવ્યુ કરાયા. એક સાથે ૬૪૦ શો માટે થીયેટરમાં રીલીઝ થઇ એ પણ ગુજરાતી ફિલ્મ માટે વિરલ ઘટના છે.

વર્તમાન સમયમાં અર્બન ફિલ્મ્સ નામનો શબ્દ ચારે કોર અફવાની જેમ ફેલાયેલ છે એ વિશે વાત કરતાં એમણે જણાવ્યું કે અર્બન જેવાો શબ્દ જ હોવો ન જોઇએ. ફિલ્મ સારી કે ખરાબ હોઇ શકે – ગ્રામ્ય અને અર્બન જેવા ભેદ યોગ્ય નથી. આમીરખાનની લગાન ફિલ્મને અર્બન કહી  શકાય કે નહી એવા પ્રશ્ર્ન સાથે એમણે જણાવ્યું હતું કે બીંબાઢાળ એકને એક જ પ્રકારના કથાનક વાળી ફિલ્મોના આંધળા પ્રવાહ પછી દર્શકો પણ કંટાળ્યા અને જાણે મંદીનો માહોલ છવાયો હોય એવી પરિસ્થિતિ ઉભી થઇ ત્યારે કેવી રીતે જઇશ બે યાર અને છેલ્લો દિવસ જેવી ફિલ્મોએ જે નવો દોર શરુ કર્યો ેએને લોકોએ શહેરી વાતાવરણ પર બનેલી ફિલ્મોને કારણે અર્બન શબ્દ પ્રયોજી નાંખ્યો.

આ ફિલ્મની રીલીઝ સમયે સફળતા માટેે ખુબ જ ખાત્રી  ધરાવતા સિઘ્ધાર્થ રાંદેરિયાના મતે પુત્ર ઇશાનનું દિગ્દર્શન કથા વસ્તુ અને કથાકારોનો લાજવાબ અભિનય લોકોને જરુર પસંદ પડશે.

હમણાં ઘુમ મચાવી રહેલા નાટકના હજુ ઘણાં શો બાકી છે. એટલે તેઓ નવું નાટક જુલાઇ પછી શરુ કરશે એમ જણાવતાં એમણે ઉમેર્યુ હતું કે ગુજજુભાઇ મોસ્ વોન્ટેડની પાછળ પાછળ સપ્ટેમ્બરમાં એમની નથી ફિલ્મ પણ આવી રહી છે. અત્યારે એ માટે પણ એમની ટીમ વ્યસ્ત છે.

સ્ટોરી લાઇન

૫૬ વર્ષીય અરવિંદ દિવેટીયા અને તેમનો દિકરો અગેશ મોટાભાગે તેમના ભૂલોને કારણે કોઇને કોઇ મુશ્મેલીઓનો શિકાર થતા રહે છે બધુ વ્યવસ્થીત ચાલતુ હોય છે ત્યાં એક દિવસ તેઓ ખોટા રસ્તા ઉપર નીકળી જાય છે. ત્યાં થોડા લોકો તેને સીક્રેટ એજન્ટમાની બેસે છે. આ ગુંચવણમાંથી નીકળવામાં તેમનો સામનો અનેક હાસ્યપ્રદ પ્રસંશોથી થાય છે આ ફિલ્મનું હાર્દ છે.

ફિલ્મની સ્ટારકાસ્ટ

  • ગુજજુભાઇ મોસ્ટ વોન્ટેડ ૨૩-૨-૨૦૧૮ શરૂ
  • સિઘ્ધાર્થ રાંદેરિયા (અરવિંદ દિવેટીયા),    ભુમીત ત્રિવેદી (અગેશ દિવેટીયા)
  • ડાયરેકટર રાઇટર– સ્ક્રીમ પ્લે :        ઇશાન રાંદેરીયા
  • પ્રોડયુસર : અક્ષર જયંતિલાલ ગડા,  ધવલ જયંતિલાલ ગડા
  • મ્યુઝીશીયન: અરવૈત નેમલેકર,       પાર્થ ભરત ઠકકર
  • સીનેમા ગ્રાફટ: શ્રેયાંશ ક્રિષ્ના         એડિટર: તુષાર પારેખ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.