ગુજરાતી છાત્રોના બુદ્ધિ ધનનો પરચો દેશ વિદેશના લોકો અનુભવી ચુક્યા છે. ગણિત અને વિજ્ઞાનમાં ગુજરાતી છાત્રોની કમાલથી કોઈ અજાણ નથી. ખાસ કરીને અવકાશી વિજ્ઞાનમાં ગુજ્જુ છાત્રોએ મેળવેલી સિદ્ધિ અત્યારે ચર્ચાનો વિષય બની ચુકી છે.
તાજેતરમાં ગુજરાતની વિદ્યાર્થીઓએ અવકાશમાં ક્ષુદ્રગ્રહ એટલે કે, એસ્ટ્રોઇડ શોધી કાઢ્યા હતા. આ સિદ્ધિ બદલ તેમને નાસાએ બિરદાવી હતી.
વાત એમ છે કે સુરતની બે વિદ્યાર્થીનીઓએ અવકાશની દુનિયામાં એક શોધ કરી છે. 10માં ભણતી આ છાત્રોઓએ એક ગ્રહની શોધ કરતા યુએસ સ્પેસ એજન્સી નાસાએ આ વાતની પુષ્ટિ પણ કરી છે. શોધાયેલા એસ્ટરોઇડનું નામ એચએલવી 2514 છે. જોકે તે એક અસ્થાયી નામ છે. જરૂર પડ્યે નામ બદલી દેવાશે.