રિલાયન્સ, અદાણી, મેઘમણી સહિતની અનેક ગુજ્જુ કંપનીઓ નામાંકીત વિદેશી કંપનીઓને આવકારશે
પધારો મારે દેશ
વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૯ સમીટ તા.૧૮ થી ૨૦ના રોજ ગાંધીનગર ખાતે યોજાવા જઈ રહ્યું છે. જેમાં વિદેશી કંપનીઓ ખુબજ મોટા પ્રમાણમાં આવી રહી છે અને અનેકવિધ ક્ષેત્રે તેમના દ્વારા એમઓયુ પણ કરવામાં આવશે. ત્યારે તમામ વિદેશી લોકોને મહેમાન નવાજી કરાવવા ગુજ્જુ કંપનીઓ સજ્જ થઈ ગઈ છે. આ પાછળ વિદેશી કંપનીઓ સાથેના સંબંધો સુધારવા માટે અને આર્થિક અને સામાજીક રીતે સધ્ધર થવા માટેનો મુદ્દો પણ સામે આવી રહ્યો છે.
વાત કરવામાં આવે તો વાઈબ્રન્ટ ૨૦૧૯ ન ભુતો ન ભવિષ્યતી જેવો માહોલ ઉભો થઈ રહ્યો છે. દેશ-વિદેશથી હજારો ડેલીગેટસ ગુજરાત આવી રહ્યાં છે અને ગુજરાતમાં રહેલી પ્રતિભા અને વ્યાપાર કુશળતાને એકત્રીત કરી એક નવો રાહ ચિંધવાનો પણ તેઓ પ્રયાસ કરશે ત્યારે આ તમામ વિદેશી લોકોને ગુજરાત વિશે માહિતી આપવા અને ગુજરાતમાં પધારવા માટે આમંત્રણ પણ પાઠવ્યું હતું. ત્યારે આ તમામ વિદેશી લોકોને નવાજવા ગુજ્જુ કંપનીઓ સજ્જ થઈ ગઈ છે.
વાત કરવામાં આવે તો રિલાયન્સ કંપની દ્વારા નેધરલેન્ડ અને યુએસઆઈએસપીએફના લોકોને મહેમાનગતીથી નવાજમાં આવશે. જયારે અદાણી ગ્રુપ દ્વારા ઓસ્ટ્રેલીયા, ઈન્ડિયા બિઝનેશ કાઉન્સીલ અને યુએસઆઈબીસી ને સંભાળવામાં આવશે. જયારે વેલસ્પન ગ્રુપ દ્વારા યુકેના ડેલીગેશનને સંભાળવામાં આવશે.
જયારે મેઘમણી ગ્રુપ દ્વારા યુએઈ, ઓમાન, જર્મનીના લોકોને તેઓ દ્વારા તેમની સાર સંભાળ લેવાશે એટલે ઘણી ખરી જે ગુજ્જુ કંપનીઓ છે જે વૈશ્વિકસ્તર પર કાર્ય કરી રહી છે તે આ તમામ ફોરેન ડેલીગેટસ અને નામાંકીત વિદેશી કંપનીઓને ગુજરાત વિશે ઘણી ખરી માહિતી પણ પૂરી પાડશે અને તેમની સાથે તેમના આર્થિક વ્યવહાર અને વ્યાપાર માટેના નવા આયામો પણ સર કરશે.
વાઈબ્રન્ટ ૨૦૧૯ અનેકવિધ રીતે મહત્વપૂર્ણ બની રહ્યું છે ત્યારે ૧૮,૧૯,૨૦ જાન્યુઆરીના રોજ યોજાનાર વાઈબ્રન્ટ પોતાનામાં જ એક અલગ ભૂમિકા અને પોતાનામાં જ એક અલગ કૃતિ પ્રસ્થાપિત કરશે અને ગુજરાતમાં વિકાસનો દોર પણ આગળ ધપાવશે.