તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે પસાર કરેલા આ બિલને ઘણા લાંબા સમય બાદ રાષ્ટ્રપતિએ કર્યું મંજૂર
ગુજકોકના નવા કાયદાી પોલીસને વધુ સત્તા મળશે, ગુનેગારોની મિલકતને ટાંચમાં પણ લઈ શકાશે, રાજ્યના ૧૬૦૦ કિ.મી. લાંબા દરિયા વિસ્તારની સુરક્ષામાં વધારો શે, સાક્ષીઓને પુરતુ રક્ષણ મળશે: ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા
ગુજકોક બિલને રાષ્ટ્રપતિ દ્રારા મંજૂરી આપવામાં આવી છે. જેથી હવે ગુજરાતમાં ગુજકોક બિલ લાગુ પડશે. ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ આ અંગેની માહિતી પ્રેસના માધ્યમથી આપતા કહ્યું હતું કે, ગુજકોકના કારણે પોલીસને વધુ સત્તા મળશે. ગુનેગારોની મિલકતને ટાંચમાં લઈ શકાશે. આ ઉપરાંત આતંકી પ્રવૃતિ પર અંકુશ લગાવાશે.
ઉલ્લેખનીય છે કે આ બિલ જ્યારે ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે પહેલી વાર પસાર કરવામાં આવ્યું હતું. જે પછી આજે આ બિલ મંજૂર થયું છે. આ પહેલા મહારાષ્ટ્ર સરકારને મકોકાના કાયદાની મંજૂરી મળી હતી. જે પછી ગુજરાતને ગુજકોક બિલની મંજૂરી મળી છે. પ્રદીપસિંહ જાડેજાએ એ પણ કહ્યું હતું કે, આ બિલના કારણે ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયા વિસ્તારની સુરક્ષામાં વધારો થશે. ઉપરાંત આ કાયદાથી સાક્ષીઓને પૂરતુ રક્ષણ મળશે.
૨૦૦૪માં જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે વાજપેયી સરકારે તેમા થોડો સુધારો કરવાની સલાહ આપી હતી. ૨૦૦૯માં પણ કેન્દ્ર સરકારે ગુજરાત સરકારના આતંકવાદ વિરોધી કાયદાના ત્રણ જોગવાઈ પર આપત્તિ બતાવતા તેને પરત કર્યુ હતુ અને જ્યાં સુધી રાજ્ય સરકાર તેને કેન્દ્રી કાયદાના અનુરૂપ સંશોધન નથી કરતી તેને મંજુરી કરવાની ભલામણ રાષ્ટ્રપતિને નહી કરવામાં આવે.
આ બિલ નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત વિધાનસભામાં પાસ કરવામાં આવ્યું હતું. તે સમયે બિલને ગુજકોક નામ આપવામાં આવ્યું હતું. રિવાઈઝડ કરીને બિલને ગુજકોટોક (ગુજરાત ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ બિલ)ના નામ સાથે પાસ કરી રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યું હતું. પરંતુ ગુરુવારે ગૃહમંત્રાલયે આ બિલ ગુજરાત સરકારને પુન:સમીક્ષા માટે મોકલી આપ્યું છે. ગુજકોટોક બિલને અગાઉની યુપીએ સરકારે ત્રણ વાર ફગાવી દીધું હતું.