ત્રણ તબક્કામાં ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ૧૦ મેના રોજ ગુજકેટની પરીક્ષા લેવામાં આવનાર છે. ગુજકેટની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંી ૧.૩૪ લાખ જેટલા વિર્દ્યાીઓ નોંધાયા છે. આ પરીક્ષા માટે ૧૬ એપ્રિલ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશનની મુદ્દત આપવામાં આવી હતી. આ મુદ્દત પૂર્ણ યા બાદ મોટી સંખ્યામાં વિર્દ્યાીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. ગુજકેટની પરીક્ષા ૧૦ મેના રોજ ત્રણ તબક્કામાં લેવાશે. સવારે ૧૦ વાગ્યે શરૂ નારી ગુજકેટની પરીક્ષા બપોરે ૪ વાગ્યા સુધી ચાલશે.

એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા ૧૦ મેના રોજ લેવામાં આવનાર છે. ગુજકેટની પરીક્ષાને લઈ બોર્ડ દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી હા ધરી હતી. જેમાં ૧૫ એપ્રિલ સુધી બુકલેટ અને પીનનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ૧૬ એપ્રિલ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની મુદ્દત આપવામાં આવી હતી. દરમિયાન ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પૂર્ણ યું ત્યાં સુધીમાં ૧,૩૩,૮૨૦ વિર્દ્યાીઓએ રજિસ્ટ્રેશન કરાવી લીધું હોવાનું જાણવા મળે છે. જેમાં એ ગ્રૂપના ૬૭,૧૩૫ વિર્દ્યાીઓ, બી ગ્રૂપના ૬૬,૨૫૫ વિર્દ્યાીઓ અને એબી ગ્રૂપના ૪૩૦ વિર્દ્યાીઓ નોંધાયા છે. ફાર્મસીમાં પ્રવેશ માટે બી ગ્રૂપના વિર્દ્યાીઓ પણ એલિજિબલ ગણાતા હોઈ મોટી સંખ્યામાં બી ગ્રૂપના વિર્દ્યાીઓએ પણ ગુજકેટની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જાણવા મળે છે.

૧૦ મેના રોજ લેવાનારી ગુજકેટની પરીક્ષામાં સવારે ૧૦ી ૧૨ વાગ્યા દરમિયાન ભૌતિકવિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનની પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ એક કલાકનો બ્રેક મળશે અને બપોરે ૧ી ૨ વાગ્યા દરમિયાન જીવ વિજ્ઞાનની પરીક્ષા લેવાશે. ત્યારબાદ ફરી એક કલાકનો બ્રેક રહેશે અને બપોરના ૩ી ૪ વાગ્યા દરમિયાન ગણિતની પરીક્ષા લેવામાં આવશે. આમ, સવારના ૧૦ી બપોરના ૪ વાગ્યા સુધી ત્રણ તબક્કામાં ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે.ગુજકેટની પરીક્ષાને લઈ બોર્ડની તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.