એન્જિનિયરીંગ, ફાર્મસીને ડીપ્લોમાં કોર્ષો માટે લેવાતી ગુજકેટની પરીક્ષા બોર્ડ એકઝામનાં ૨૦ દિવસ બાદ યોજાશે ઓનલાઈન એપ્લીકેશન માટેની તારીખો ટુંક સમયમાં જાહેર થશે
ગુજરાત કોમન એન્ટ્રાસ ટેસ્ટ એટલે કે ગુજકેટની પરીક્ષા આ વર્ષે ૨૩ એપ્રીલના રોજ લેવાશે એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ કોર્સિસ એસીપીસી દ્વારા આ પરિક્ષા લેવામાં આવે છે.
જણાવી દઈએ કે, એન્જીનીયરીંગ અને ફાર્મસી પ્રોગ્રામ્સમાં એડમીશન લેવા માટે ગુજકેટનીક પરીક્ષા આવશ્યક છે. તેમાં પણ વર્ષ ૨૦૧૭થી એન્જીનીયરીંગ ફાર્મસી અને ડીપ્લોમાં કોર્ષો માટે ગુજકેટની પરીક્ષા ફરજીયાત કરી દેવાઈ છે. ગુજકેટની પરીક્ષામાં ઓએમઆર પેટર્ન હોય છે. અને ૪૦-૪૦ માર્કસના પીઝીકસ, બાયોલોજી, કેમેસ્ટ્રી અને મેથેમેટીકસ એમ ચાર પેપર આપવાનાં હોય છે. આ પરીક્ષા ડીસ્ટ્રીક હેડકવાટર્સમાં યોજાય છે.
આ ઉપરાંત ગુજકેટ ધોરણ ૧૨ (સાયન્સ)ના પાઠયક્રમમાંથી પેપર નીકળે છે. તેમજ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષામાં પરીક્ષા લેવાય છે. આ વિશે વધુ માહિતી આપતા અધિકારીએ જણાવ્યું કે, ૨૩ એપ્રીલે ગુજકેટની પરીક્ષા યોજાશે અને આ માટે ઓનલાઈન એપ્લીકેશનની તારીખ ટુંક સમયમાં જાહેર કરાશે.
આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયાના ૨૦ દિવસ બાદ ગુજકેટ પરીક્ષા લેવાશે. વર્ષ ૨૦૧૭માં ગુજકેટની પરીક્ષા ૧.૩૨ લાખ વિદ્યાર્થીઓએ આપી હતી.