રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટ ની પરીક્ષા નું આયોજન થતું હોય છે ત્યારે વર્ષ 2023 માટે ગુજકેટની તારીખો જાહેર કરી દેવામાં આવી છે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ત્રણ એપ્રિલના રોજ ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ એપ્રિલ 2023 ના રોજ સવારે 10:00 વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે આ પરીક્ષા નું આયોજન કરવામાં આવશે.
રાજ્યમાં ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહના ગૃપ-એ, ગૃપ-બી અને ગૃપ-એ.બી. ના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા તા.૦૩ એપ્રિલ 2023 સોમવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે
GUJCET નો અભ્યાસક્રમ
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક – મશબ/૧૨૧૭/૧૦૩ ૬/૭ તા.૨૫/૧૦/૨૦૧૭ થી શૈક્ષણિક વર્ષ જૂન-૨૦૧૯ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERTના પાઠ્યપુસ્તકનો અમલ કરેલ છે. NCERT આધારીત ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ GUJCET-૨૦૨૩ ની પરીક્ષા માટે રહેશે.