અબતક, નવી દિલ્હી
વાઈટ ગોલ્ડની પ્લેટિનમ બનવા તરફથી હરણફાળ લાગી છે. ટેકસ્ટાઈલ્સ ઉધોગે પાંચ વર્ષનો જબ્બર લક્ષ્યાંક જાહેર કર્યો છે. જેમાં નિકાસ વાર્ષિક રૂ. 7.5લાખ કરોડે તથા ડોમેસ્ટિક ઉત્પાદન વાર્ષિક રૂ. 18.75 કરોડે પહોંચાડવાનો નીર્ધાર કરવામાં આવ્યો છે. ઉપરાંત આ ઉદ્યોગે ચાલુ વર્ષે રૂ. 3.30 લાખ કરોડની નિકાસ કરવા તરફ દોટ પણ મુકી છે.
ટેકસ્ટાઈલ ઉદ્યોગનો પાંચ વર્ષનો જબ્બર લક્ષ્યાંક: વાર્ષિક રૂ.7.5 લાખ કરોડની નિકાસ કરાશે
કાપડ ઉદ્યોગને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર બહુ જલદી બે નિર્ણય લેવા જઈ રહી છે. કાપડ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે કાપડ ઉદ્યોગમાં સુધારા લાવવા માટે ઙકઈં યોજના અને મેગા ટેક્સટાઈલ પાર્ક યોજના ખૂબ જ જલ્દી અમલમાં મુકવામાં આવશે. સરકાર 7 મેગા ટેક્સટાઈલ પાર્ક બનાવવાની યોજના ધરાવે છે.
પિયુષ ગોયલે કહ્યું કે આ કાપડના વેપારીઓ વિશ્વમાં ભારતના બ્રાન્ડ એમ્બેસેડર છે. હું કપડાના નિકાસકારો અને ઉત્પાદકોને ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરું છું, જેથી વૈશ્વિક બજારમાં આપણું યોગદાન વધારે વધી શકે. જો આપણે બધા નક્કી કરીએ તો કાપડની નિકાસને રૂ. 7.5 લાખ કરોડ સુધી લઈ જવી મુશ્કેલ નથી. ગોયલે કહ્યું કે આ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી પેદા કરે છે. ઘેર ઘેર, ગામડે ગામડે લોકો તેમાં જોડાઈ શકે છે. મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે આનાથી વધુ સારું ક્ષેત્ર નથી.
અધધધ રૂ.18.75 કરોડનું ડોમેસ્ટિક ઉત્પાદન કરાશે,
ચાલુ વર્ષે રૂ.3.30 લાખ કરોડની નિકાસ કરવા તરફની દોટ
ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારે ટેક્સટાઈલ નિકાસમાં 3.30 લાખ કરોડનું લક્ષ્ય નક્કી કર્યું છે. ગોયલે કહ્યું કે આ વર્ષે અમે આ લક્ષ્ય હાંસલ કરીશું અને આગામી પાંચ વર્ષમાં દેશની કાપડની નિકાસ વધીને 7.5 લાખ કરોડ થઈ જશે. કાપડ ઉદ્યોગને વેગ આપવા માટે સરકાર ઘણા દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી રહી છે. જેમાં ઈંગ્લેન્ડ, યુરોપિયન યુનિયન, સંયુક્ત આરબ અમીરાત અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થયો છે.
પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ટેક્નિકલ ટેક્સટાઈલ અને માનવસર્જિત ફાઈબર સેગમેન્ટ માટે ઙકઈં યોજના ખૂબ જ જલ્દી શરૂ કરવામાં આવશે. આ યોજનાના અમલીકરણથી સ્થાનિક ઉત્પાદન અને નિકાસમાં મદદ મળશે. આ કાર્યક્રમમાં તેમણે ટેક્સટાઈલ પાર્ક વિશે પણ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે મેગા ઈન્વેસ્ટમેન્ટ ટેક્સટાઈલ પાર્ક સ્કીમ હેઠળ આગામી ત્રણ વર્ષમાં સાત પાર્ક બનાવવામાં આવશે. બહુ જલ્દી તેને મંજૂરી મળવાની છે. ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે મિત્રા સ્કીમની જાહેરાત કરી હતી.