ખેડુતોના નામે રાજનીતિ કરવા નીકળેલી કોંગ્રેસ જનતાને જવાબ આપે કે, કોંગ્રેસના શાસનમાં ખેડુતોની શું સ્થિતિ હતી ?: વાઘાણી
ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસના બેબુનીયાદ આક્ષેપો સામે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, જે કોંગ્રેસ ખેડુતોના નામે રાજનીતિ કરવા નીકળી છે તે કોંગ્રેસના આગેવાનોને મારે કહેવુ છે કે, તમારા શાસન વખતે ખેડુતોની સ્થિતિ શું હતી ? તેનો જવાબ જનતાને આપવો જોઇએ. કોઇ મુદ્દાના હોવાને કારણે સમાજના કોઇને કોઇ વર્ગને ઉશ્કેરવાનું દુષ્કૃત્ય કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. ગત વિધાનસભાની ચૂંટણીઓમાં પણ જ્ઞાતિજાતિ વચ્ચે વૈમનશ્ય ફેલાવવામાં કોંગ્રેસે કશું જ બાકી રાખ્યુ નહોતું. છતા પણ રાજ્યની શાણી જનતા અને સમજુ ખેડુતોએ સતત છઠ્ઠી વખત ભાજપાને ગુજરાતનું સુકાન સોંપ્યુ છે ત્યારે હું ગુજરાતની જનતા અને ખેડુતોનો આભાર માનુ છું.
વાઘાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ ભાજપાની બી ટીમની વાતો કરે છે. ત્યારે મારે કહેવું છે કે, કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં ડી ગેંગો સક્રિય હતી. ગુજરાતના ખેડુતોએ તેમની લુખ્ખાગીરી અને ગુંડાગીરી જોઇ છે. ગુંડાઓના ત્રાસી ગામડુ રર ધ્રુજતુ હતું. ખેડુતોના ઉભા પાક લણી લેવામાં આવતા હતા. કોંગ્રેસના શાસનમાં ગુજરાતના ગામો ગુંડાઓના નામી ઓળખાતા હતા અને તેમના આશ્રય સનો કોંગ્રેસના મંત્રીઓના બંગલા હતા. લતીફ, રાજુ રીસાલદાર, ઇભલા શેઠ, મોહમદ સુરતી અને સરમણ મુંજા જેવા ગુંડાઓનો કોંગ્રેસના નેતાઓ સોનો ઘરોબો જગજાહેર છે. ભાજપાના શાસનમાં આ ડી ગેંગો નેસ્તનાબુદ થઇ ગઇ છે. કોંગ્રેસ મહેરબાની કરીને તેની ડી ગેંગ ફરી ઉભી કરવાના પ્રયાસો, જ્ઞાતીજાતિને લડાવવાના પ્રયાસો, ધર્મ-સંપ્રદાયોમાં ભાગલા પાડવાના પ્રયાસો બંધ કરે.