રાજયમાં પ્રથમવાર એમએસએમઈ પ્રોત્સાહન પુરસ્કાર વિતરણનો સમારોહ યોજાયો: રૂ૭૫૦ કરોડના પુરસ્કાર-ઈન્સેટીવ્ઝ

દેશના સૌી વધુ એમએસએમઈ ગુજરાતમાં છે. સૂક્ષ્મ-લઘુ-મધ્યમ ઊદ્યોગોએ ર્આકિ ગતિવિધિના આધાર ઉપર રોજગાર અવસરો-સ્વદેશી-મેઇક ઇન ઇન્ડીયા મેઇડ ઇન ગુજરાતને પ્રેરણા આપી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતના સૂક્ષ્મ-લઘુ-મધ્યમ ઊદ્યોગો કવોલિટી-ગુણવત્તાના બળે વૈશ્વિક બજારો સર કરે તેવા સક્ષમ બનાવ્યા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગ્લોબલાઇઝેશન અને વૈશ્વિક સ્પર્ધાના આજના યુગમાં એમએસએમઈ સેકટરનો વિકાસ રૂંધાય નહિ તેની પૂરતી કાળજી સો સરકાર આ ઊદ્યોગોને સંપૂર્ણ પ્રોત્સાહન આપી રહી છે.  મુખ્યમંત્રીએ રાજ્યમાં સૌપ્રમ પહેલરૂપ એમએસએમઈ ક્ષેત્ર માટે રૂ.૭પ૦ કરોડના પ્રોત્સાહન અને પુરસ્કારોનું પ૦ ી વધુ ઊદ્યોગ સાહસિકોને વિતરણ કર્યુ હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ આ અવસરે વિશેષ ઉપસ્તિ રહ્યા હતા.

વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગુજરાત જ્યારે મુંબઇ રાજ્યમાંથી ૧૯૬૦માં અલાયદા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે સૌના મનમાં પ્રશ્ન હતો કે કોઇ મોટા ઊદ્યોગો વિના ગુજરાત કઇ રીતે ટકી શકશે? ગુજરાતીઓના લોહીમાં જ વેપાર-વણજ ઊદ્યોગ વણાયેલા હોવાી એ જ ગુજરાત આજે ૬ લાખી વધુ ખજખઊ સામે લઘુ ઊદ્યોગ ક્ષેત્રે દેશમાં અગ્રેસર બન્યુ છે એમ તેમણે ગૌરવ સહ જણાવ્યું હતું. કોઇ પણ મોટા ઊદ્યોગ ગૃહોની શરૂઆત તો નાના પાયે એકમ શરૂ કરવાી જ ઇ હોય છે. તેમણે અંબાણી-અદાણી-તાતા જેવા પ્રતિષ્ઠિત ઊદ્યોગ ગૃહો આના ઉદાહરણ છે તેમ જણાવ્યું હતું. ગુજરાત આજે મેન્યૂફેકચરીંગ હબ અને ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટનું કેન્દ્ર બન્યુ છે તેના મૂળમાં પણ આ એમએસએમઈ ક્ષેત્રની સફળતા પડેલી છે. કોઇપણ મોટા ઊદ્યોગને એન્સીલયરી પ્રોડકટ માટે આવા એમએસએમઈ પીઠબળ સમાન હોય છે. એટલું જ નહિ, સ્વદેશીતા સો વિશાળ રોજગાર અવસરો પણ આવા એમએસએમઈ પૂરા પાડે છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.  રાજ્યના એમએસએમઈ સેકટરને કવોલિટી પ્રોડકટ સો જ વૈશ્વિક બ્રાન્ડ ઇમેજ-મેઇક ઇન ઇન્ડીયા-મેઇક ઇન ગુજરાત દ્વારા પ્રસપિત કરવા રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રોત્સાહન આપે છે. આ વર્ષના બજેટમાં એમએસએમઈ સેકટર માટે ૧૦૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે, સો જ ઔદ્યોગિક વસાહતોમાં પ્લગ એન્ડ પ્રોડયુસ સુવિધા, ૧૦ નવી જી.આઇ.ડી.સી. અને કેપિટલ સબસિડી, ઇન્સેટીવ્ઝ પણ આપીયે છીયે તેમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં એમએસએમઈ ઊદ્યોગોની સપનામાં સરળતા આપવા અલાયદુ કમિશનરેટ કાર્યરત યું છે. કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદી સરકાર પણ લઘુ-મધ્યમ-સૂક્ષ્મ ઊદ્યોગકારોની વાસ્તવિક સ્િિતમાં તેમને સહાયક ઇ રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સો મળીને આ એમએસએમઈ ક્ષેત્રને નવી ઊંચાઇઓ સર કરાવવા આગળ વધી રહી છે ત્યારે ઉજ્જવળ ભવિષ્ય સો ગ્લોબલ માર્કેટમાં ઉત્કૃષ્ટતાી વધુ ઊંચુ સન મેળવવા તેમણે આવા એમએસએમઈ સાહસિકોને આહવાન કર્યુ હતું. એમએસએમઈ ક્ષેત્રમાં નવા વિચારો-ઇનોવેશન્સ, ન્યૂ પ્રોડકટ અને કવોલિટી પ્રોડકટને સરકાર હંમેશા પ્રેરિત કરશે જ તેવો વિશ્વાસ તેમણે આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.