પ્રોજેકટોની નોંધણી સહિતના નિયમોની અમલવારી માટે એક મહિનાની અંદર કામગીરી આટોપી લેવી જરૂરી
૧લી મેથી રીયલ એસ્ટેટ એકટની અમલવારી કરવામાં આવી છે. રેરાના આ કાયદામાં બિલ્ડર્સો અને ડેવલોપર્સ માટે નવા નિયમોની અમલવારી કરવામાં આવી છે. આ ઉપરાંત મંજૂરીમાં ગલ્લા-તલ્લા કરતા સનિક તંત્રો માટે પણ ખાસ કાયદા અમલમાં મુકવામાં આવ્યા છે. રેરા અમલવારી તા લોકોને ફાયદો મળી રહેશે તેમ કહેવાય છે. રેરાની અમલવારી બાદ રાજય સરકારોએ કાયદાકીય માળખુ ઘડવાનું છે.
આ માળખુ ઘડવામાં ગુજરાત ઘણુ પાછળ રહ્યું છે અને હજુ સુધી કાયદા ઘડવામાં આવ્યા ની. એક તરફ નવા કાયદા પ્રમાણે ડેવલોપર્સને પ્રોજેકટોની નોંધણી કરવા માટે ૩ મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો છે. તો બીજી તરફ રેગ્યુલેટરી ઓોરીટીએ પણ કાયદાકીય માળખુ ઘડવામાં ઝડપ કરવી પડશે.
આ ઉપરાંત કોઈ પણ પ્રોજેકટ માટે મળેલી રકમના અમુક ટકા બેંક એકાઉન્ટમાં રાખવાનો પણ નિયમ બનાવવામાં આવ્યો છે. રેરાના કાયદા માટે સરકારે માત્ર માળખુ જ ઘડવાનું ની પરંતુ તેના માટે કર્મચારીઓની પણ નિમણૂંક કરવાની શે અને આ સમગ્ર કાર્યક્રમ માટે અલગ કાર્યકારી ઓફિસ જ તૈયાર કરવી પડશે. આ તમામ કામગીરી એક મહિનાની અંદર પૂરી કરવામાં આવે તો જ સમયસર નવા નિયમોની અમલવારી ઈ શકશે. કારણ કે અંદાજીત ૫ ી ૭ હજાર પ્રોજેકટોનું કામ ચાલુ છે જેની નોંધણી સહિતની કામગીરી કરવાની રહેશે. આ કામગીરી માટે હવે રાત ઓછી અને વેશ જાજા જેવી સ્િિત સર્જાઈ છે.