એફએસઆઈનો વધારો થતા રિયલ એસ્ટેટ ટનાટન !!!
અમદાવાદના બે પ્લોટની રેકોર્ડ બ્રેક ભાવે સોદો થયો, 640 કરોડ રૂપિયામાં બે પ્લોટ વેચાયા!!!
ગુજરાત અને સૌરાષ્ટ્રનું રિયલ એસ્ટેટ જેટ ગતિએ આગળ વધી રહ્યું છે અને રેકોર્ડ બ્રેક સોદાઓ પણ થઈ રહ્યા છે. ત્યારે એફએસઆઇમાં વધારો મળતા રીયલ એસ્ટેટ ટનાટન થતું જોવા મળ્યું છે અને બિલ્ડરોને તેનો મહત્તમ લાભ પણ મળી રહ્યો છે. અત્યાર સુધી એફએસઆઇના પ્રશ્નો બિલ્ડરોને ખૂબ સતાવતા હતા પરિણામે જે યોગ્ય રીતે પ્રોજેક્ટ ડેવલપ થવો જોઈએ તે થતો ન હતો ત્યારે સરકારે જે રીતે એફએસઆઈ માં છૂટછાટ આપી છે તેનાથી બિલ્ડરોને ઘણી રાહત પણ મળી છે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં નવા પ્રાણ પણ ફૂંકાયા છે.
સૌરાષ્ટ્રને રાજકોટમાં પણ અનેકવિધ નવા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ ચાલુ થઈ રહ્યા છે અને ખૂબ સારી રીતે તે આકાર પણ પામી રહ્યા છે ત્યારે તેની પાછળ જો કોઈ સૌથી મોટું કારણ હોય તો તે એ છે કે સરકાર દ્વારા રિયલ એસ્ટેટ ડેવલપરો માટે જે કાર્ય કરવામાં આવ્યું છે તેનાથી ઘણા પ્રશ્નો કે જે એફ એસ આઇ ને લગતા હતા તે સોલ્વ થયા છે. એફ એસ આઇ માં છૂટછાટ મળવા થી જ રિયલ એસ્ટેટ ડેવલોપરો માં એક હરખની લાગણી પણ જોવા મળી છે.
હાલ સમગ્ર ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર ખૂબ ઝડપી આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રે જે વેગ પકડ્યો છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે અનેકવિધ ફેરફારો અને ઘણા ખરા બદલાવ પણ જોવા મળશે. ઈસ્કોન સર્કલથી આંબલી રોડ વચ્ચે રેકોર્ડબ્રેક ભાવે જમીનના બે સોદા થયો હોવાના સમાચાર બાદ હવે સાયન્સ સિટી રોડ પર વધુ એક મોટી ડીલ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઇસ્કોન આંબલી રોડ પર શહેરના એક ખ્યાતનામ બિલ્ડરે 640 કારોડમાં બે પ્લોટ ખરીધ્યા છે.
પ્રથમ પ્લોટ 2.65 લાખ પ્રતિ સ્કવેર યાર્ડએ 160 કરોડના ખર્ચે ખરીદવામાં આવ્યો છે. જ્યારે બીજો પ્લોટ કે જે 20 હજાર સ્કવેર યાર્ડનો છે તેને 480 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર બંને પ્લોટ 5.4ની એફએસઆઈ વાળા છે. જેમાં કોમર્શિયલ અને રેસીડેનસિયલ પ્રોજેકટ ઉભા કરવા આવશે. સાયન્સ સીટી વિસ્તારમાં આ સૌથી મોટો રેસીડેન્સીયલ પ્રોજેક્ટ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવશે.
જ્યાં પ્રતિ એકવેરીયાર્ડ નો ભાવ 2.40 લાખ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. કૂતરો દ્વારા મળતી માહિતી મુજબ આગામી દિવસોમાં ઐતિહાસિક દિલ પૂર્ણ થશે જેમાં ડેવલોપરે એ વાતની સ્પષ્ટતા કરી છે કે તેઓ 31 મારના ચાર ટાવરો ઉભા કરશે અને જેમાં 20 લાખ સ્ક્વેર ફીટ માં આ ચાર માળ ઊભા કરવામાં આવશે.
રીયલટી ડેવલોપરના નામ આપ્યા વગર એ વાત સામે આવી છે કે આ બંને પ્લોટ જે બિલ્ડરે ખરીદ્યા છે તેઓએ અનેક કોમર્શિયલ અને રેસીડેન્સીયલ પ્રોજેક્ટ પશ્ચિમ ભાગમાં ઊભા કર્યા છે.
આ અંગે વેચાણ કરાર તૈયાર કરવામાં આવી રહ્યો છે જે આગામી દિવસોમાં પૂર્ણ થશે. બીજી તરફ જે રીતે અમદાવાદમાં બે પ્લોટ ના ખૂબ જંગી ભાવે સોદા થયા તેનાથી એસજી હાઇવે અને એસપી રીંગ રોડ ખૂબ સારી રીતે વિકસિત થયો છે.