પીઆઈની ૩૨૪, પીએસઆઈની ૪૭૮, એએસઆઈની ૧૪૦૯, હેડ કોન્સ્ટેબલની ૩૪૩૮, કોન્સ્ટેબલની ૧૧૧૯૨ જગ્યાઓ ખાલી
રાજયમાં લોકોના રક્ષક ગણાતા પોલીસ વિભાગ સ્ટાફની અછતી પરેશાન છે. આંકડા મુજબ ગુજરાત પોલીસમાં ૨૦ ટકા જગ્યાઓ ખાલી પડી છે. પોલીસની ઘટ હોવાના કારણે ગુન્હાનું પ્રમાણ વધતું જવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કર્યો છે.
આંકડા મુજબ રાજયમાં પીઆઈની ૧૫૮ જગ્યાઓમાં ૩૨૪ જગ્યાઓ એટલે કે, ૩૧ ટકા જગ્યાઓ ખાલી પડી છે. પીએસઆઈની ૩૨૩૩માંર્થી ૪૭૮, એએસઆઈની ૯૫૬૧માંથી ૧૪૦૯, હેડ કોન્સ્ટેબલની ૧૬૦૨૬માંથી ૩૪૩૮ તેમજ કોન્સ્ટેબલની ૯૫૨૯૯માંથી ૧૧૧૯૨ જગ્યાઓ ખાલી પડી છે. કુલ ૮૫૧૭૭ જગ્યાઓ પર ૬૮૩૩૬ અધિકારીઓ ફરજ બજાવે છે. જયારે બાકીની ૧૬૮૪૧ જગ્યા ખાલી પડી છે.
વિગતો મુજબ ૨૦૧૭માં ૩૪૪ પીએસઆઈ, ૨૦૦ એએસઆઈ, ૧૬૭૮૦ એલઆરડી અને ૭૫૨ જેલ સીપાઈની ભરતી કરવામાં આવી છે. છેલ્લા ૩ વર્ષમાં ગુજરાત પોલીસમાં ૧૨૭૭૨ નોકરીઓ ઉમેરાઈ છે. છતાં પણ હજુ સ્ટાફની ઘટ બહોળા પ્રમાણમાં જોવા મળી રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે, ૨૦૧૬માં સરકારે પોલીસ વિભાગમાં કોઈપણ જાતની ભરતી કરી ની.
રાજયનું રક્ષણ કરતા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કર્મચારીઓની અધધધ ૨૦ ટકાની ઘટ હોવાના કારણે ગુનેગારોને રેઢુપડ મળી ગયું છે. રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત સહિતના શહેરોની પરિસ્િિત કળતી જાય છે. અવાર-નવાર લૂંટ, ચોરી, દુષ્કૃત્ય, ફાયરીંગ, હત્યા સહિતના ગંભીર ગુનાઓ બને છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં ખાલી જગ્યાઓ બાબતે અમદાવાદની પરિસ્થિતિ ખૂબજ દયનીય છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં પુરતા સ્ટાફ વગર કાયદો-વ્યવસ જાળવવી મુશ્કેલ બની રહી છે.
આંકડા મુજબ એકલા અમદાવાદમાં જ ૧૬ ટકા જગ્યાઓ ખાલી પડી છે. પીએસઆઈની અડધો-અડધ જગ્યાઓમાં નિમણૂંક કરવામાં બાકી છે. બરોડા, બનાસકાંઠા, કચ્છ, ભરુચ સહિતના જિલ્લાઓમાં પણ પરિસ્થિતિ કળી રહી છે. વિધાનસભામાં આ મામલે સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો છે.