ગુજરાત રમતગમતનું વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી આકર્ષણનું કેન્દ્ર બન્યું
ગુજરાતમાં આયોજિત 36 મી નેશનલ ગેમ્સનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ચૂક્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે 36 મી નેશનલ ગેમ્સના મેસ્કોટ અને એન્થમનું લોન્ચિંગ કર્યું હતું . કોઈપણ ગેમ્સમાં તેના મેસ્કોટનું ખાસ મહત્વ હોઈ છે.
મેસ્કોટ એક સિમ્બોલ છે જે સમગ્ર રમત-ગમતના આયોજન, ભૌગોલિકતા, સંસ્કૃતિ ને રિપ્રેઝન્ટ કરે છે. નેશનલ ગેમ્સ ગુજરાત ખાતે યોજાનાર હોઈ મેસ્કોટની ડિઝાઇનમાં ગુજરાતની ઓળખ અને શાન સમાન ગીરના સિંહ એટલે કે સાવજની મુખાકૃતિને રજુ કરવામાં આવી છે.
આપણે સૌ જાણીએ છીએ કે સાવજ તેના વિશિષ્ઠ ગુણો માટે જંગલનો રાજા કહેવાય છે. તે આત્મવિશ્વાસ અને શક્તિનું પ્રતીક છે. ખેલાડીઓમાં પણ આત્મિ વશ્વાસ, ઉત્સાહ, પ્રેરણાની મજબૂત ભાવના, જીતવાની પ્રબળ ઇચ્છાશક્તિ, ધ્યાન, સહજ નેતૃત્વશક્તિ અને સંકલ્પબળ જેવા ગુણો ને પ્રેરકબળ મળે તે માટે મેસ્કોટના રૂપમાં સાવજ અંકિત કરવામાં આવ્યો છે.
છેલ્લા 25 વર્ષોમાં ગુજરાત રાજ્યે રમતગમતનું વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે, પરિણામે ભારતના રમતગમત ક્ષેત્રે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.