Table of Contents

 

રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટિલીજન્સ, તથા સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરાશે

અબતક, ગાંધીનગર
રાજ્યમાં આઇટી ક્ષેત્રમાં ઝડપી વિકાસ થાય તે માટે સરકારે આઈટી પોલીસી જાહેર કરી છે. આ પોલીસી આગામી પાંચ વર્ષ સુધી અમલમાં રહેશે. બીજી તરફ સરકાર આ ક્ષેત્રને વધુ વિકસિત કરવા માટે સતત પ્રયત્નો પણ હાથ ધરી રહ્યું છે આઇટી ક્ષેત્રમાં ગુજરાતની વાર્ષિક વિકાસ આજે 3000 કરોડ થઇ રહી છે તેને વધારી 25,000 કરોડ સુધી લઇ જવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.

સરકારે તમામ આઇટી એકમોને 100% ઇલેક્ટ્રિસિટી ડ્યુટી વળતર આપવા માટે પણ જણાવ્યું હતું. સરકારે આઈટી પોલીસી મા એ વાતની પણ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે નવી પોલીસી હેઠળ આઇટી ઇકોસિસ્ટમ માટે ગુજરાતને ડેસ્ટિનેશન ઓફ ચોઇસ બનાવાશે. મુખ્યમંત્રીએ આ યોજનાની જાહેરાત કરતાં બાદ એ વાત ઉપર પણ સ્પષ્ટતા કરી હતી કે આ પોલીસીમાં હવે હાઈસ્કીલ્ડ ઉદ્યોગો માટે આઈટી પુલ બનાવાશે.

એટલું જ નહીં સુધડ કલાઉડ ઇકોસિસ્ટમ ઉદ્ભવ થાય તે માટે સરકાર આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ મશીન ની સાથે ભરતી ટેકનોલોજી અને રિસર્ચ અને ડેવલપમેન્ટ માં પણ પ્રોત્સાહન ઉદ્યોગોને આપશે. પોલિસી જાહેરાત કરતા રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે ઉદ્યોગ જગત નો વિકાસ થાય ત્યારે આગામી સમયમાં અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ માટે ફ્રેન્ડલી પોલીસી ઉદ્યોગોને મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત રહેશે.

Screenshot 28 1

મંત્રીએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના જે સ્વપ્નાઓ છે તે પૈકીનું એક સ્વપ્ન બેરોજગારીને દૂર કરવાનું છે ત્યારે નવી આઈટી પોલીસી મા જય નવા આઇટી એકમો ઊભા થશે તેમાં આ પ્રશ્નનું નિવારણ લાવી શકાશે.
ગુજરાત રાજ્ય સરકાર આઇટી ક્ષેત્રમાં જે નિકાસ 3000 કરોડ સુધી પહોંચી છે તે વધારે 25,000 કરોડ કરવાનો લક્ષ્યાંક પણ રાખ્યો છે.

આ પોલીસીમાં હવે આગામી સમયમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ઉપર વધુ મદાર રાખવામાં આવશે અને મશીન લર્નિંગ ની સાથે રિસર્ચ ડેવલોપમેન્ટ ને પણ પ્રોત્સાહન અપાશે. ગુજરાત સરકાર વિશ્વકક્ષાનું આઇટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સેન્ટર અને ઇનોવેશન કેન્દ્ર ની પણ શરૂઆત કરશે.

સરકાર દ્વારા જે પોલિસીની જાહેરાત કરવામાં આવી છે તેમાં સામાન્ય પ્રોજેક્ટ માટે સરકાર વધુને વધુ 50 કરોડ સુધી ની સહાયતા આપશે જ્યારે મેગા પ્રોજેક્ટ માટે આ મર્યાદા 200 કરોડ સુધી નિર્ધારિત કરવામાં આવી છે. નહિ જે નવા ઉદ્યોગકારો આઇટી સાથે જોડાવા માંગતા હોય તેઓને પાંચ કરોડ સુધીની હોમલોન 7% ના વ્યાજ ચુકવણી માટે પણ સરકાર સહાય આપશે.

રાજ્ય સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓને સહાય મળી રહે તે માટે કૌશલ્ય વિકાસ માટે સ્નાતક વિદ્યાર્થીઓ અને કાર્યકારી વ્યવસાયિકોને અભ્યાસક્રમની પેટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા વ્યક્તિત્વ મહત્તમ રૂ 50000 સુધીની નાણાકીય સહાય પણ ચૂકવવામાં આવશે. બીજી તરફ કોઇપણ આઈટી કંપની રાજ્યમાં તેની આઇટી કામગીરીને ઝડપ થી વિશ્વ કક્ષાની બનાવવા ઈચ્છતા હોય તો તેમના માટે સહકારી જગ્યાઓના નિર્માણની સુવિધા પણ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે.

Screenshot 27 1

આઈટી પોલીસીના જાણવા જેવા મુદ્દાઓ
• નવી ઇન્ફોર્મેશન ટેકનોલોજી પોલિસીમા ગુજરાત સરકારે કેપિટલ એકસ્પેનડીચર અને ઓપરેશનલ એકસ્પેનડીચર મોડલનો યુનિક કોન્સેપ્ટ અપનાવ્યો.
• ગુજરાત રાજ્યને આઇટી મારફતે થતો નિકાસ છે તેને 25 હજાર કરોડ સુધી લઇ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો
• દરેક આઇટી એકમોને 100 ટકા ઇલેક્ટ્રિસિટી ડ્યુટી નું વળતર અપાશે
• નવી આઇટી પોલીસી હેઠળ એક લાખથી વધુ રોજગારીનું સર્જન કરવાનો ગુજરાત સરકારનો લક્ષ્ય.
• સરકાર સામાન્ય પ્રોજેક્ટમાં વધુને વધુ 50 કરોડની મર્યાદામાં સહાય આપશે જ્યારે મેગા પ્રોજેક્ટ માં 200 કરોડ સુધીની સહાય આપવાનો નિર્ધાર
• એમ્પ્લોયમેન્ટ જનરેશન ઈન્સેન્ટિવને ધ્યાને લઇ પ્રતિ કર્મચારી 60,000 રૂપિયા સુધી સહાય આપવામાં આવશે
• આત્મનિર્ભર ગુજરાત રોજગાર સહાય દ્વારા ઇપીએફ યોગદાનનું સો ટકા સુધીનું વળતર અપાશે.
• 5 કરોડની લોન પર 7 ટકા લેખે વ્યાજ ચુકવણી માટે સહાય
• સ્નાતક વિદ્યાર્થીઓની સાથે કાર્યકારી વ્યવસાયિકોને અભ્યાસક્રમની ફી પેટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા વ્યક્તિ દીઠ મહત્તમ 50000 રૂપિયા સુધીની નાણાકીય સહાય
• સરકારની સુવિધાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ હેઠળ સ્થપાયેલી આઇટી કંપનીઓને દર મહિને 10000 પ્રતિ સીટ સુધી 50 ટકા લેખે ભાડા સબસિડી અપાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.