ચૈત્ર સુદ સાતમે ભવ્ય હોમાદિક ક્રિયા ઉજવાશે: રાજાબાવા હવનમાં બીડુ હોમશે.
ભુજથી ૧૦૦ કિ.મી. અંતરે આવેલ ૧૯મી સદીનું ભવ્ય તિર્થધામ માતાના મઢમાં આશાપુરા માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે. ત્યાં ચૈત્રી નવરાત્રી તા.૨૭/૩ સોમવારના રોજ ભવ્ય પ્રારંભ થશે. સોમવાર રાત્રે ૮:૦૦ કલાકે ઘટ સ્થાપન થશે. તા.૩/૪ સોમવાર ચૈત્રી સુદ-૭ ભવ્ય હોમાદિક ક્રિયા રાત્રે ૮:૩૦ કલાકે શ‚ થશે. હોમાદિક ક્રિયા ઉત્સવના અધ્યક્ષસ્થાને રાજાબાવા યોગેન્દ્રસિંહજી પુજાવિધિ કરશે. ગોરમહારાજ દેવપ્રસાદ મુળશંકર જોષી સમગ્ર હવનની વિધિ કરાવશે.
તેમજ માતાજીની સ્તુતિ, શ્રલોક, મંત્રો દ્વારા હવનમાં વિવિધ ફળો તથા ફુલો દ્વારા વિધિવત આહૂતિ ચડાવાશે. રાત્રીના ૧૨:૩૦ કલાકે રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી હવનમાં બીડુ હોમશે. માં આશાપુરાના જયઘોષ સાથે ‘ માં આશાપુરાની જય બોલો રે માવડી મઢવાળી’ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભકિતમય બની જાય છે.
ચૈત્રી નવરાત્રી સમયે સમગ્ર કચ્છમાં કચ્છી માડુ કઠોર પરિશ્રમ કરી પગપાળા સૌરાષ્ટ્ર-કચ્છના માઈભકતોમાં આશાપુરાના દર્શન કરવા જાય છે. કચ્છ ધણીયાળી માં આશાપુરા ઉપર અપાર શ્રદ્ધા અને વિશ્ર્વાસની સેવા ચાકરી કરતા કચ્છી માડુ પદયાત્રીઓને વિનામૂલ્યે વિના સંકોચ ભોજન, ચા, દુધ, દવા વગેરે જ‚રી ચીજવસ્તુઓની સેવા આપે છે. સેવા એજ ધર્મના ઉદેશને ધ્યાને લઈ પદયાત્રી જાણે માં આશાપુરા જાગતી દેવી સ્વ‚પે સાથે છે. તેવો અહેસાસ અનુભવે છે. ચૈત્રી નવરાત્રીમાં નવદુર્ગા દેવીઓની પુજા નવરાત્રીના પ્રથમ દિવસે શૈલપુત્રી પુજા, બીજા દિવસે બ્રહ્મ ચારિણી પુજા, ત્રીજા દિવસે ચંદ્ર ઘંટા પુજા, ચોથા દિવસે કુષ્માંડા પુજા, પાંચમાં દિવસે સ્કંદમાતા પુજા, છઠા દિવસે કાન્યાયની પુજા, સાતમા દિવસે કાલરાત્રી પુજા, આઠમા દિવસે મહાગૌરી પુજા, નવમા દિવસે સિઘ્ધીદાત્રી પુજા, આમ ચૈત્રી નવરાત્રીના નવ નોરતામાં માતાજીની આરાધના તેમજ અનુષ્ઠાન કરવાથી ઉતમ ફળ પ્રાપ્ત થાય છે. માતાના મઢ ખાતે ભવ્ય હિંગળાજ માતાજીનું મંદિર તેમજ નિજ મંદિરમાં હનુમાનજી, ગણેશજી, શિવજી તેમજ ક્ષેત્રપાળ દાદાના મંદિરો છે. માતાના મઢ મંદિરમાં શ્રીફળ વધેરવાની મનાઈ છે. માતાના મઢ જતા તમામ પદયાત્રીઓને રાહત કેમ્પોમાં વિનામૂલ્યે જમવાનું, રહેવાનું, મેડીકલ સારવાર નાત-જાતના ભેદભાવ વગર પુરી પાડવામાં આવે છે.
માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા આવતા ભાવિકોને દિવસ રાત જમવા, રહેવા, ચા વગેરે સવલત નવરાત્રી દરમ્યાન વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. માતાના મઢના ટ્રસ્ટીઓ દિવસ રાત નિ:સ્વાર્થ ભાવે સેવા આપે છે. માં આશાપુરાના દર્શન કરવાથી સર્વ દુ:ખોનો નાશ થાય છે.
લાખો શ્રદ્ધાળુઓની આશાઓ પરિપૂર્ણ થાય છે. ભકતો માં આશાપુરાના વંદન કરી વિદાય લે છે. ફરી આવે માં ના નોરતાની રાહ જોવે છે.