ગુજરાત 28 ગીગા વોટની ક્ષમતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો રીન્યુએબલ ઉર્જા પાર્ક વિકસાવી રહ્યું છે
અબતક,રાજકોટ
વિજળીની માંગ આજે ઝડપથી વધી રહી છે. ઉર્જા એ આપણા જીવનનો અતૂટ હિસ્સો બની ગયો છે. ટેકનોલોજીની દુનિયામાં આપણે એક પળ પણ વિજળી વગર ચલાવી શકીએ તેમ નથી. વિજળીને વધતી માંગ સાથે તેના નવીન સ્રોતો પણ શોધવા આવશ્યક છે. રીન્યુએબલ એનર્જી દ્વારા ઉત્પન્ન થયેલી વિજળી પ્રમાણમાં સસ્તી છે અને કાર્બન ઉત્સર્જન ઘટાડીને પર્યાવરણને થતું નુકસાન અટકાવે છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતે પેરીસ માં યોજાયેલ કલાયમેટ ચેન્જ કોન્ફરન્સ (COP21)માં વચન આપ્યું હતું કે 2030 સુધીમાં અમારી વીજ ઉત્પાદન ક્ષમતાના 40% રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી હશે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આ દિશામાં ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યાં છે.
ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં દેશ્નો પહેલો સોલાર પાર્ક ચારણકા ખાતે શરૂ કર્યો હતો, આજે આદરણીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં હાલના કુલ વીજ સ્થાપન માં 42% થી પણ વધારે વીજ ઉત્પાદન રીન્યુએબલ ઉર્જા દ્વારા થાય છે. રિન્યુએબલ ઉર્જાના સ્ત્રોતો દ્વારા રાજ્યમાં 1,63,000 મેગાવોટ જનરેટ કરીવામાં આવી રહી છે. રાજ્યના સૌપ્રથમ ચારણકા સોલર પાર્કની સફળતાથી પ્રેરિત થઇને, રાજ્યમાં 5000 મે.વો. ધોલેરા-જઈંછ તેમજ 700 મે.વો. રાઘાનેસડા સોલાર પાર્ક્સ વિકસિત કરવામાં આવી રહ્યા છે. વધુમાં ગુજરાત 28 ગીગાવોટ ની ક્ષમતા ધરાવતું વિશ્વનું સૌથી મોટુ રીન્યુએબલ ઉર્જા પાર્ક વિકસાવી રહ્યું છે જ્યાં સૌર ઉર્જા, પવન ઊર્જા તેમજ વિન્ડ-સોલર હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ વિકસિત કરવામાં આવશે.
સોલાર હોમ લાઇટ યોજના
વીજળીકરણ થી વંચિત ટાપુ, વન વિસ્તાર અથવા દૂર સુદુર વિસ્તારમાં રહેતા વ્યક્તિઓને નિયમીત રીતે ગ્રીડ કનેકશન થી વીજળી આપી શકાય તેમ ના હોય તેવા લાભાર્થીઓને વીજળીકરણ ની સુવિધા પુરી પાડવાનો હતો. આ યોજના હેઠળ રાજ્યની ચારવીજ વિતરણ કંપની હસ્તક દૂર સુદૂર ના વિસ્તારોમાં વીજળીકરણ થી વંચિત વિસ્તાર માં બીન પરંપરાગત વીજળીકરણ માટે ઓફ ગ્રિડ સૌર ઉર્જા આધારિત સોલાર ફોટો વોલ્ટીક હોમ લાઇટ સીસ્ટમ પૂરા પાડવામાં આવેલ.
વર્ષ-2015-16 અને વર્ષ-2016-17 આ 2 વર્ષમાં રૂ. 119.63 કરોડના ખર્ચે 25910 સોલાર હોમ લાઇટ પૂરી પાડવામાં આવેલ છે.
રીન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન
કાર્યક્ષમ, વિશ્વસનીય અને શુધ્ધ એનર્જી ના વિતરણ માટે, વધુ ને વધુ રીન્યુએબલ ઉર્જાક્ષમતામાં વધારો કરવા તેમજ એનર્જી-બાસ્કેટ માં રીન્યુએબલ ઉર્જાનો મહત્તમ ફાળો વધારવા માટે ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે તથા તે અન્વયે મહત્વપૂર્ણ નીતિઓ જેમકે સોલાર પોલીસી, વિન્ડ પોલીસી, સ્મોલ હાઈડ્રો પોલીસી, વિન્ડ-સોલાર હાઈબ્રીડ પોલીસી વગેરે છેલ્લા 20 વર્ષમાં બનાવવામાં આવેલછે.
રાજ્ય દ્વારા જાહેર કરવામાં આવેલ વિવિધ પોલીસી થકી પ્રોત્સાહનના પરિણામે, બિન-પરંપરાગત ક્ષમતાનો કુલ સ્થાપિત વીજ ક્ષમતામાં 42% થી પણ વધારે ફાળો થયેલ છે.
રાજ્યમાં છેલ્લા 20 વર્ષ દરમિયાન રીન્યુએબલ એનર્જી ક્ષમતામાં 105 ગણાથી પણ વધારો (વર્ષ 2001માં 165 મેગાવોટ થી વર્ષ 31.05.2022 માં 17,330મેગાવોટ)
જીયુવીએનએલના રીન્યુએબલ એનર્જીના ટેન્ડરો સૌથી સ્પર્ધાત્મક દર મેળવેલ જેમાં રૂ. 1.99 / યુનિટ નો સોલાર ટેરીફ તેમજ રૂ. 2.43 / યુનિટ નો વિન્ડ ટેરીફ સમગ્ર ભારતમાં સૌથી ન્યુનતમ છે.
કૃષિ ક્ષેત્રે સૌર ઉર્જાથી ચાલતા સિંચાઇ પમ્પ
રાજ્ય સરકાર દ્વારા કૃષિ વીજ વપરાશમાં બચત થાય, ખેડુતોમાં સૌર ઉર્જાનાં વપરાશ પરત્વે જાગૃતિ કેળવાય તથા રાજ્ય સરકાર પરનું સબસીડીનું ભારણ પણ હળવુ થાય તે માટે પરંપરાગત ઉર્જા સંચાલિત પમ્પ સેટ્સના વિકલ્પે સૌર ઉર્જા સંચાલિત પમ્પ સેટ્સનાં ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવેલ.
વર્ષ-2014-15 થી વર્ષ-2017-18 આ 4 વર્ષના સમયગાળા દરમ્યાન રૂ. 554.45 કરોડના ખર્ચે 12742 સૌર ઉર્જા સંચાલિત પમ્પ સેટ્સ સ્થાપિત કરવામાં આવેલ છે.
કિસાન સૂર્યોદય યોજના
ખેડૂતોની દિવસે પાવર આપવાની માંગણીને સંતોષવા ખેડૂતોને દિવસે વિજળી પૂરી પાડવા ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી કિસાન સૂર્યોદય યોજનાઅમલમાં મુકવામાં આવી છે.
આ યોજના હેઠળ ખેડૂતોને ખેતીવાડી ફીડર ઉપર દિવસ દરમ્યાન સવારે 5.00 થી રાત્રીના 9.00 વાગ્યા દરમિયાન વીજ પુરવઠો આપવામાં આવશે.
વર્ષ 2020-21 માં પ્રથમ ચરણમાં, માનનીય પ્રધાનમંત્રી દ્વારા તા 24.10.2020ના રોજ કિસાન સૂર્યોદય યોજનાનું શુભારંભ કરવામાં આવ્યો.
કિસાન સૂર્યોદય યોજનાના અમલીકરણ માટે ટ્રાન્સમીશન માળખાનું વિસ્તરણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આવનારા ત્રણ વર્ષ દરમ્યાન આશરે રૂ 3,500 કરોડની નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. આ અંતર્ગત ગુજરાત રાજ્યના તમામ 33 જીલ્લાઓને તબ્ક્કાવાર આવરી લેવામાં આવશે.
આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરી -2022 અંતે, 1 (એક) સબસ્ટેશન અને 737 સર્કિટ કી.મી જેટલી નવીન વીજ રેષાનું નિર્માણ કરવામાં આવેલ છે.
“સૂર્ય ગુજરાત” Surya Gujarat- સોલાર રૂફટોપ યોજના રાજ્ય સરકાર દ્વારા તા. 05.08.2019 થી રહેણાંક શ્રેણીના વીજગ્રાહકો માટેની સોલાર રૂપટોપ સબસીડી યોજના સૂર્ય ગુજરાત Surya Gujarat નામથી જાહેર કરવામાં આવેલ છે.
યોજના અંતર્ગત રહેણાંક હેતુના વીજ ગ્રાહકોને સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવા માટે પ્રથમ 3 કિલોવોટ સુધી નિયત કરેલ કિંમતના 40% સબસીડી તથા 3 કિલોવોટ થી વધુ અને 10 કિલોવોટ સુધી 20% સબસીડી મળવાપાત્ર છે. આ ઉપરાંત ગ્રુપ હાઉસીંગ સોસાયટી (GHS))/રેસિડેન્સિયલ વેલ્ફેર એસોસિએશન(RWA) ની કોમન સુવિધાઓના વીજજોડાણો ઉપર ઘર દીઠ 10 કિલોવોટની મર્યાદામાં, 500 કિલોવોટ સુધી 20% સબસીડી મળવાપાત્ર છે. હાલ સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. રાજ્યના રહેણાંક હેતુના વીજગ્રાહકોમાં સોલાર ઉર્જા નો વ્યાપ વધારવા માટે રાજય સરકાર દ્વારા સૂર્ય-ગુજરાત સોલાર રૂફટોપ યોજના શરુ કરવામાં આવી છે. જેમાં સમગ્ર દેશમાં સોલર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત પ્રથમ સ્થાને છે. જે અંતર્ગત 3,00,000 થી વધુ વીજગ્રાહકોને અંદાજીત રૂ. 2000 કરોડની સબસીડીનો લાભ આપેલ છે.
તાજેતરમાં ઉપભોક્તાના હિત માટે લેવાયેલા નિર્ણયો
રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર આયોજીત PM-KUSUM-B યોજના હેઠળ વન વિસ્તારો ના આદિજાતિ કૃષિ-વિષયક વીજ જોડાણ ને ઓફ ગ્રીડ સોલાર પંપસેટ દ્વારા વિનામૂલ્યે તથા સામાન્ય યોજના હેઠળ ના અરજદારને નહીવત ફાળો આપવાનો રહેશે.
છેલ્લા 10 વર્ષ માં રાજ્ય સરકાર દ્વારા 12000 કરોડ ના ખર્ચે 7,50,000 થી વધુ ખેડૂતો ને કૃષિ વિષયક વીજ જોડાણો આપવામાં આવેલ છે. જેના થકી કૃષિ પેદાશોની માંગને પહોંચી વળવું શકય બન્યું છે. અને ખેડૂતો ની આવક બમણી કરવામાં મોટો ફાળો રહેલ છે.
વર્ષ 2022-23 ના જુન 2022 સુધી ની ખેતી વિષયક પડતર તમામ અરજીઓનો નિકાલ કરવાનો નિર્યણ કરેલ છે.
રાજ્યના રહેણાંક હેતુના વીજગ્રાહકોમાં સોલાર ઉર્જા નો વ્યાપ વધારવા માટે રાજય સરકાર દ્વારા સૂર્ય-ગુજરાત સોલાર રૂફટોપ યોજના શરુ કરવામાં આવી છે. જેમાં સમગ્ર દેશમાં સોલર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત પ્રથમ સ્થાને છે. જે અંતર્ગત 3,00,000 થી વધુ વીજગ્રાહકોને અંદાજીત રૂ. 2000 કરોડની સબસીડીનો લાભ આપેલ છે.