રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ‘વિરાંજલી’ ગુજરાતનો સૌથી મલ્ટી મીડિયા શો નું જામનગરના પ્રદર્શન મેદાનમાં રવિવારની 19 જૂને આયોજન થઈ રહ્યું છે, જે સમગ્ર ગુજરાતમાં જામનગરમાં 13 મો મલ્ટીમીડિયા શો છે.
‘વતન વિસરાયેલા વીરો’ ની વાત લઈને સમગ્ર ગુજરાતના રજૂ થઇ રહેલા ‘વિરાંજલી’ મલ્ટીમીડિયા શોનુ દિગ્દર્શન નગરના રત્ન અને રંગમંચ અને દિગ્દર્શન ક્ષેત્રે ગુજરાત ઉપરાંત દેશભરમાં જામનગરનો ડંકો વગાડનાર એવા એડવોકેટ વિરલ રાચ્છ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
વિરાંજલી સમિતિ અને પ્રદીપસિંહ વાઘેલા પ્રેરિત સાઈરામ દવે લિખિત અને અભિનીત તેમજ વિરલ રાચ્છ દ્વારા દિગ્દર્શિત ’વિરાંજલી’ મલ્ટીમીડિયા શો તૈયાર કરવામાં નગરના રત્ન એવા વિરલ રાચ્છ દ્વારા ગુજરાતનું ઘરેણું એવા લેખક- કવિ- શાયર- હાસ્ય કલાકાર અને રંગમંચ ના અભિનેતા એવા સાંઈરામ દવે સાથે સમગ્ર ગુજરાતના કલાકારો ની પસંદગી માટે ના ઓડિશન બાદ પ્રયત્નો પછી 100થી વધુ કલાકારોની ટીમ સાથેનો 23 માર્ચ શહીદ દિવસ માટે એક ’વિરાંજલી’ મલ્ટીમીડિયા શો તૈયાર કરાયો હતો, જેનું વિરલ રાચ્છ દ્વારા દિગ્દર્શન થયા પછી સમગ્ર ગુજરાતભરમાં એ વખતે ખુબજ પ્રચલિત થયો કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ મલ્ટીમીડિયા સોંગ સમગ્ર ગુજરાતભરમાં અલગ-અલગ તબક્કાઓમાં નિદર્શન થાય તેઓ આયોજન ઘડી કાઢવામાં આવ્યો હતો અને વિરાંજલી સમિતિ દ્વારા જેના સમયાંતરે ગુજરાતભરમાં 12કાર્યક્રમો યોજાઈ ગયા છે, અને અત્યાર સુધી અઢી લાખના ઓડિયન્સને પહોંચી શક્યું છે.
જામનગરમાં 13 મો શો છે. આ મલ્ટીમીડિયા શો માં જામનગર થિયેટર પીપલ સાથે જોડાયેલા છ કલાકારો પોતાની કલા ના ઓજસ પાથરી રહ્યા છે. જેમાં ’ઝાંસી કી રાણી’ નું માત્ર મુખ્ય રહ્યું છે. જામનગર ની આરતી મલ્કાને ઝાંસી કી રાણી નું પાત્ર ભજવ્યું છે આ ઉપરાંત દર્શક સુરડિયા કે જેણે વીર સપૂત રાજ્ગુરુનું પાત્ર ભજવ્યું છે. ઉપરાંત રાજલ પુજારા, જય વિઠલાણી, રોહિત હરિયાણી, દેવેન રાઠોડ પણ રામપ્રસાદ બિસ્મિલ, પુરણસિંઘ સહિતના શહીદોના પાત્ર ભજવીને ’વિરંજલી’ શો માં પોતાની કલાના ઓજસ પાથરી રહ્યાં છે, અને એક મહત્વનું પાત્ર જામનગરની અદાકારા પ્રિયંકા પટેલ દ્વારા રજૂ કરાઇ રહ્યું છે. સમગ્ર ’વિરાંજલી’ મલ્ટીમીડિયા શો જામનગરવાસીઓએ આ મલ્ટી મિડિયા શો અચૂક નિહાળવો જોઈએ.