મુખ્યમંત્રી વિજયભાઈ પાણીના હસ્તે રૂ.૭૭૭.૮૦ લાખના ખર્ચે નિર્માણ થનાર જીઆઈડીસી એઆઈઆઈ પ્રોજેકટનું ખાતમુહૂર્ત
એરપોર્ટ રોડ પર મહાપાલિકા આયોજીત ચતુર્વિધ કાર્યક્રમ તેમજ બ્રહ્મરત્ન સન્માન સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપી હાજરી
સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડે વિજયભાઈને શું જણાવ્યું કે તેમના વકતવ્ય પહેલા લખી અને નોંધ કરી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટની મુલાકાતે પધાર્યા હતા. જેમાં ગઈકાલે તેઓએ રૂ.૭૭૭.૮૦ લાખના ખર્ચે નિર્માણ થનાર જીઆઈડીસી એઆઈઆઈ પ્રોજેકટનાં ખાતમુહૂર્ત પ્રસંગે, એરપોર્ટ રોડ પર મહાપાલિકા આયોજીત ચતુર્વિધ કાર્યક્રમ તેમજ બ્રહ્મરત્ન સન્માન સમારોહમાં હાજરી આપી હતી.
ગુજરાતમાં રોજગારીની વિપુલ તકોનું નિમાર્ણ થયુ છે તેના મુળમાં ૨૦ લાખ લઘુ અને મધ્યમ ઉધોગો છે અને એજ ગુજરાતની ઔધૌગિક તાકાત છે અને ગુજરાતનાં ઉધોગોને હજી પણ વધારે પ્રોત્સાહિત કરવા અને વેગવાન કરવા માટે જી.આઇ.ડી.સી.નાં નિમાર્ણ માટે રાજય સરકાર દ્વારા ૫૦ ટકા રાહત ભાવી જમીન આપવામાં આવશે તેમ આજરોજ રાજકોટ ખાતે આજી જી.આઇ.ડી.સી. ખાતે એ.આઇ.આઇ.ઇ. પ્રોજેકટના ખાતમુહૂર્ત સમારોહમાં જણાવ્યુ હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ તકે જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં નવા નવા ઉધોગો સપિત થાય તે માટે ૨૬ હજાર હેકટરમાં ૧૬ નવી જી.આઇ.ડી.સી. ઉભી કરવામાં આવશે તે પૈકી એક રાજકોટ જિલ્લાનાં ખીરસરા ખાતે સમાવેશ થાય છે તેમાં ધંધા-રોજગાર શરૂ તથા જ ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં નવી નવી રોજગારીની તકોનું નિમાર્ણ થશે.સમારોહમાં મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં શાંતિ અને ભાઇચારા ઉમદા વાતાવરણને લીધે ઉધોગકારો પોતાના ધંધા રોજગારની સપ્ના કરી રહયા છે તેમને રાજય સરકાર તરફી પુર્ણ સહયોગ પુરો પાડવામાં આવી રહયો છે. તેમજ હવે તો વાયબ્રન્ટ ગુજરાતે સમગ્ર વિશ્વમાં ગુજરાતની આગવી ઓળખી ઉભી કરી દીધી છે અને વાયબ્રન્ટ સમીટીમાં ૭૦ ટકા એમ.ઓ.યુ. લઘુઉધોગનાં હોય છે તે લધુ ઉધોગ માટે સકારાત્મક બાબત છે.
રાજય સરકાર અને એસોસીએશન કિ આજી જી.આઇ.ડી.સી. ખાતે રૂા. ૭૭૦.૮૦ લાખનાં ખર્ચે નિમાર્ણ નાર આસિસ્ટ ટુ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનું રાજકોટ ખાતે રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખાતમુહૂર્ત સંપન્ન્ કર્યુ હતુઆ પ્રસંગે રાજકોટનાં ઉધોગકારોની સાહસીકતાને બિરદાવી હતી અને રાજકોટનો ઉધોગકાર આજે તેની કુશળતા અને સાહસીકતાી આજે વિશ્વમાં ડંકો વગાડી રહયો છે જે સૌ માટે ગૌરવપ્રદ બાબત છે તેમ જણાવ્યુ હતુ.
સમારોહમાં આજી જી.આઇ.ડી.સી. ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ જીવણલાલ પટેલે સ્વાગત પ્રવચનમાં આજી જી.આઇ.ડી.સી. ઇન્ડસ્ટ્રીઝનાં વિકાસની રૂપરેખા પુરી પાડી હતી અને પ્રોજેકટની માહિતી આપતા જણાવ્યુ હતુ કે, આ પ્રોજેકટ રૂા. ૭૭૦.૮૦ લાખનાં ખર્ચે તૈયાર થશે જેમાં હયાત ડામર રોડનું રી-સરફેસીંગ, ખુલ્લી હયાત ગટરને આર.સી.સી.નાં કવર વડે ઢાંકવાનું કામ, આર.સી.સી.નો મેઇન ગેટ, એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઇટ, સી.સી. ટી.વી. કેમેરા,ભુગર્ભ પાણીની ટાંકી, રોડ સાઇડ પેવર બ્લોકનું કામ થશે આ આસિસ્ટ ટુ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટમાં રાજય સરકારની ૮૦ ટકા સહાય અને ૨૦ ટકા એસોસીએશનનો ફાળો છે. એસોસીએશન ધ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ કારખાનાધારકોને ૧૧૦૦ ડસ્ટબીન વિતરીત કરવામા તેવી જાહેરાત પણ કરી હતી.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અહીં એરપોર્ટ રોડ પર યોજાયેલા ચતુર્વિધ કાર્યક્રમમાં ઉપસ્તિ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સેવાસેતું કાર્યક્રમની સફળતા સગર્વ આલેખતા કહ્યું કે, સેવાસેતું કાર્યક્રમના એક અઠવાડિયામાં રાજ્યના ચાર લાખ નાગરિકોએ તેનો લાભ લીધો છે.
રાજ્ય સરકારની વિવિધ સેવાઓ અને યોજનાઓને એક છત્ર નીચે લાવી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. સેવાસેતું કાર્યક્રમી ગરીબોને વિશેષ ફાયદો થશે અને તેમને કોઇ કામ કામ માટે જુદીજુદી સરકારી કચેરીએ ધક્કા નહીં ખાવા પડે.
મુખ્યમંત્રી રૂપાણીએ આ સંદર્ભમાં ઉમેર્યું કે, અમારી સરકાર શોષિતો, પીડિતો, દલિતો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબોની છે. તેને પડતી મુશ્કેલીઓ ધ્યાને રાખી સેવાસેતુંનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષે પણ આ અભિયાન સફળ રહ્યું હતું. અમે મત માટે કામ નીકરતા, અમે સેવા માટે કામ કરીએ છીએ.
રૂપાણીએ જણાવ્યું કે, લોકોના આરોગ્યની ચિંતા પણ રાજ્ય સરકારે કરી છે. મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ ગંભીર પ્રકારની બિમારીમાં વર્ષે રૂ. ત્રણ લાખ સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. જ્યારે, અકસ્માત સમયે હોસ્પિટલમાં તત્કાલ સારવારના રૂ. ૫૦ હજાર સુધીનો ખર્ચ પણ રાજ્ય સરકાર ઉઠાવે છે. અકસ્માત સમયે પૈસાના અભાવે કોઇ દર્દીને સારવાર ન મળે એવું ન બને તેની તકેદારી રાજ્ય સરકારે લીધી છે.
આ વેળાએ સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા, અરવિંદભાઇ રૈયાણી, ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, નાયબ મેયર અશ્વિનભાઇ મોલિયા, પદાધિકારીઓ કમલેશભાઇ મિરાણી, મનિષભાઇ રાડિયા, આશીષભાઇ વાગડિયા, નીતિનભાઇ ભારદ્વાજ, દલસુખભાઇ જાગાણી, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા સહિત નગરજનો ઉપસ્તિ રહ્યા હતા.
અક્ષર મંદિરના પ્રમુખસ્વામી સભાગૃહમાં રાજકોટના સમસ્ત બ્રહમસમાજ દ્વારા પવિત્ર શ્રાવણ માસના પર્વ પ્રસંગે આયોજીત સમુહ ભોજન અને બ્રહમરત્ન સન્માન સમારોહમાં મુખ્ય મહેમાનપદે ઉદબોધન કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, હું બ્રહમ સમાજના આશીર્વાદ લેવા આવ્યો છું અને તમારા આશીર્વાદમાં તાકાત હોય છે. તેમણે જણાવ્યું કે, ભારતની સંસ્કૃતિને ટકાવી રાખવામાં ઋષિમુનિઓ અને બ્રાહમણોના ત્યાગ, બલિદાન, તપશ્ચર્યા છે. ભારતની અસ્મિતાની જાળવણીમાં બ્રહમસમાજએ ત્યાગ અને બલિદાન આપેલ છે. બ્રાહમણોએ જ્ઞાતિવાદ કરતા રાષ્ટ્રવાદને વધુ મહત્વ આપેલ છે. બ્રહમસમાજે રાષ્ટ્રના હિતનો વિચાર કરેલ છે. દેશના નેતૃત્વમાં બ્રહમસમાજનું મોટું યોગદાન રહેલ છે.
તેમણે જણાવ્યું કે બ્રહમસમાજ સક્ષમ હશે તો બીજા સમાજની ચિંતા કરશે. તેમણે આ તકે સમાજિક સમરસતા કેળવીને ભવિષ્યની પેઢી માટે કામ કરવા અનુરોધ કર્યો હતો.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિવિધ સમાજો તેમના સંગઠનો દ્વારા તેમના સમાજના છેવાડાના માનવીના ઉત્કર્ષ માટે કામ કરીને તેના પડખે ઉભા રહે તે પ્રકારની કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ તકે પારદર્શકતા, સંવેદનશીલતા અને નિર્ણાયકતાથી તેમની સરકાર દ્વારા પ્રજાહિત અને પ્રજાકલ્યાણ, વિકાસના કરાયેલા વિવિધ કાર્યોની સવિસ્તાર વિગતો આપી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ સને મેયર શ્રીમતી બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહયા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીનું બ્રહમ સમાજના હોદ્દેદારો, મહિલા પાંખના હોદ્દેદારો અને તળગોડના બ્રહમ આગેવાનોએ સન્માન કર્યું હતું. આ કાર્યક્રમ સફળ બનાવવા પ્રમુખ જનાર્દનભાઇ આચાર્ય, સંયોજકો કશ્યપભાઇ શુકલ, દર્શિતભાઇ જાની, આયોજક કોર કમીટી અને કારોબારી સમિતિના તથા મહિલા પાંખના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના પુત્ર જગદીશભાઈના અવસાન બદલ મુખ્યમંત્રીએ દિલસોજી પાઠવી
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના પુત્ર શ્રી જગદીશભાઇ પટેલનું દુ:ખદ અવસાન થયેલ છે. આ દુ:ખદ અવસાનના સમાચાર મળતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ ખાતે મારુતિનગરના નિવાસ સ્થાન ગયા હતા અને પૂર્વ મુખ્યમંત્રીશ્રી કેશુભાઇ પટેલને અને પરિવારજનોને મળીને દિલસોજી પાઠવીને ઉંડા દુ:ખની લાગણી વ્યકત કરી હતી. આ પ્રસંગે પરિવાર દ્વારા આયોજીત શાંતિયજ્ઞમાં પણ મુખ્યમંત્રીશ્રી રૂપાણી પણ જોડાયા હતા.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતીનભાઇ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઇ મીરાણી, પ્રદેશ ભાજપ પ્રવકતા શ્રી રાજુભાઇ ધ્રુવ, શ્રી કેશુભાઇ પટેલના પુત્રો શ્રી ભરતભાઇ, શ્રી અશોકભાઇ, શ્રી મહેશભાઇ, પુત્રી સોનલબેન, જમાઇ ડો. મયુરભાઇ દેસાઇ, સ્વ. શ્રી જગદીશભાઇના ધર્મપત્ની શ્રી વીણાબેન, પુત્ર શ્રી નીનાદભાઇ, પુત્રી શ્રી નિસર્ગીબેન વિગેરે ઉપસ્થિત રહયા હતા.