સુસ્વાગતમ્, સંપૂર્ણ સહકાર, સબ્સીડી અને સરળ સંપાદન!કાંઇક આવા સંયોજીત સુમેળનો અભિગમ એટલે હાલની ગુજરાત સરકારની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-૨૦૨૦. અર્થાત આ અભિગમ કેટલો પ્રામાણિક, પ્રેક્ટિકલ અને પ્રોએકટિવ રહે છે તેના ઉપર તેની સફળકતાનો આધાર રહેલો છે. છતાંયે હજુ તો જાહેરાત જ થઇ છે તેથી આજના તબક્કે તો હકારાત્મક વિચાર જ કરવાનો હોય. જો ચાર”સ વાળી આ પોલિસીને સફળતાનો પાંચમો “સ લાગી જાય તો ગુજરાત દેશવાસીઓ માટે રોજગારનું કેન્દ્રબિન્દુ બની શકે તેમ છે.
આમતો કોવિડ-૧૯ ના કારણે દેશમાં લોકડાઉનની ફરજ પડી અને કામધંધા બંધ પડ્યા ત્યારેજ સરકાર સહિત સૌને અંદાજ આવી ગયો હતો કે હવે દેશની ઇકોનોમીને ફરી પાટે ચડાવવા અને ઔદ્યોગિક ઉત્પાદન અને તેના પગલે રોજગાર વધારવા માટે અકલ્પનિય પગલાં લેવા પડશે. અગાઉ જે આયોજનો થયા છે તેના તાકિદે અમલ કરવા પડશે. તેથી જ કેન્દ્રસરકારે લોકડાઉન દરમિયાન જ આશરે ૨૦ લાખ કરોડ રૂપિયાનું ઇકોનોમિક સ્ટિમ્યુલસ પેકેજ તૈયાર કર્યુ હતું. જેમાં ઔદ્યોગિક વિકાસ માટે ઉદ્યોગપતિઓને સસ્તા ભાવે જમીન મળે રહે તે માટે લેન્ડ બેંક ની જોગવાઇ કરવામાં આવી હતી. આ જોગવાઇમાં સમાન માળખાકિય સુવિધાઓ અને કનેક્ટીવિટી સાથેના ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર તૈયાર કરવાનું આયોજન છે. આમ તો રાજ્ય સરકારોને આ સુવિધાઓ ઉભી કરવાની છે. જેમાં ઉદ્યોગપતિઓને સસ્તા ભાવે સરકારી જમીનની ફાળવણી થી માંડીને ટેકનોલોજી, રસ્તા,વીજળી તથા પાણીની સુવિધાઓ અને કરવેરામાં રાહતો જેવા પ્રાવધાન કરવામાં આવ્યા છે.
હવે જ્યારે કેન્દ્રમાં અને રાજ્યમાં બન્ને જગ્યાએ ભગવી બ્રિગેડ સત્તા સ્થાને હોય ત્યારે કેન્દ્રમાંથી આવેલી બ્લ્યુપ્રિન્ટ નો અમલ કરવામાં વિલંબ ચાલી શકે નહી. તેથી જ ગુજરાત સરકારે પોતાની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલીસી-૨૦૨૦ જાહેર કરી છે. આમેય તે જુની પોલિસી ડિસેમ્બર-૧૯ માં પુરી થઇ હતી જે નવી આવે ત્યાં સુધી યથાવત રાખવામાં આવી હતી. આ નવી પોલિસીના અમલ સાથે ગુજરાત રાજ્ય માં જ વેચાયેલી વસ્તુઓ પરથી નેટ જૠજઝ ને બાકાત કરનારું પહેલું રાજ્ય બન્યુ છે.
નવી પોલિસી દ્વારા નવા તથા ખાસ કરીને ચાઇનાથી શિફ્ટ થઇને ગુજરાતમાં આવવા માગતા ઉદ્યોગોનું સુસ્વાગતમ્ કરવાની ઓફર મુકાઇ છે. જાપાન, અમેરિકા, જર્મની તતા ઇન્ગ્લેન્ડની આશરે એક ડઝનથી વધારે કંપનીઓ સાથે રાજ્ય સરકારના પ્રતિનિધીઓ બેઠક કરી આવ્યા છે. આવા ઉદ્યોગોને સરકાર બજાર ભાવનાં છ ટકા ભાવે સરકારી જમીન ૫૦ વર્ષના ભાડા પટ્ટે ફાળવવા તૈયાર થઇ છે. જે ઉદ્યોગોની પ્રોજેક્ટ કોસ્ટમાં મોટો ઘટાડો કરશે. જે ઉત્પાદકોને ચીનથી સસ્તા માલની આયાત કરવા મજબુર થતા ભારતીયોને પોતાની સસ્તી પ્રોડક્ટ વેચવાની ઓફર કરશે. જેનાથી આપોઆપ ભારત આત્મનિર્ભર થશે. ગુજરાત સરકારનુ આયોજન વર્ષે ૮૦૦૦ કરોડ એટલે કે પાંચ વર્ષમા ૪૦૦૦૦ કરોડ રૂપિયાની રાહત સબ્સીડી રૂપે આપવાનું છે.
ગુજરાત સરકાર રાજ્યમાં સ્થાપાયેલા ઉદ્યોગોને વૈશ્વિક મંચ પ્રદાન કરવા માટે પેટન્ટ માટે થનારા ખર્ચમાં ૫૦ લાખ રૂપિયા સુધીનો ખર્ચ ભોગવવા તૈયાર થઇ છે. આમ કરવાથી રાજ્યમાં સ્થપાયેલા ઉદ્યોગો વૈશ્વિક બજારમાં પહોચશે, પેટન્ટનાં કારણે રોયલ્ટી કમાશે, જે અંતે તો રાજ્યમાં ઉત્પાદન રોજગાર અને સરકારી તિજોરીમાં કરવેરાની આવક ઉભી કરશે. આ ઉપરાંત સોલર પાવર ઉપયોગ કરનારી કંપનીને વીજળીના યુનિટ દિઠ ૫૦ પૈસાની સીધી રાહત મળવાની છે.
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરાઇ હતી. આગામી ૨૦૨૧ મા આ સમિટ શિડ્યુલ છે પરંતુ કોવિડ-૧૯ ના કારણે તે યોજાશે કે નહીં તે નક્કી નથી. સરકારનો દાવો છે કે ૨૦૧૫ માં બનેલી ઇન્ડસ્ટ્રીયલ પોલીસીના કારણે ગુજરાતને ઘણો લાભ થયો છે. દેશમાં થયેલા મુડીરોકાણનામ ખઘઞ માં ગુજરાત ૫૧ ટકા હિસ્સા સાથે પ્રથમ સ્થાને છૈ. વિદેશી કંપનીઓએ ૪૯ અબજ ડોલરના રોકાણની ગેરેન્ટી આપી હોવાનો સરકારનો દાવો છે . જો કે તેમાંથી કેટલા ઉદ્યોગ સ્થપાયા તે જાણવું જરૂરી છે.
મોદીજીનાં ફલોઅર્સ વાળી સરકાર છૈ તેથી માર્કેટિંગ તો કરશે જ. કદાચ આગામી વાઇબ્રન્ટ સમિટ ન થાય તો પણ કોર્પોરેટ જગતમાં એવા માણસો ફરતા હશે જે અત્યાર સુધી કોઇઐ જોયા નહોય. સમય હતો જ્યારે કોર્પોરેટ કંપનીનાં પ્રતિનિધીઓ ગાંધીનગરમાં મંત્રીઓ સાથે સંબંધો જાળવવા આંટા મારતા હતા. હવે સરકારના રિલેશનશીપ મેનેજરો ઉદ્યોગપતિઓને મળતા રહેશે. તેમને વ્યવસાયમાં આવી રહેલી તકલીફો સરકાર સુધી પહોંચાડતા થશૈ અને વધુ મુડીરોકાણ લાવવાના સરકારે આપેલા ટાર્ગેટ પુરા કરશૈ. આ મેનેજરો સિંગલ પોઇન્ટ ઓફ કોન્ટેક ગણાશૈ જે ઉદ્યોગપતિઓને સંથોષજનક જવાબ આપશૈ.
અનુભવ કહે છે કે કામ કરતા માર્કેટિંગ વધારે કરનારી સરકારની પોલિસીઓ કોર્પોરેટ કંપનીનાં સેલ્સ હેડનાં પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન જેવી મોટા આંકડા દેખાડતી હોય છૈ. આ વખતે ગુજરાત સરકારની ૨૦૨૦ ની પોલિસી ઝ-૨૦ ક્રિકેટની જેમ સુપરફાસ્ટ ગેમ જેવી દેખાય છે. જેમાં ચાર “સ છે. પરંતુ તેમાં ભાણિયા-ભત્રીજાની સુખાકારી માટેનાં સગાવાદ કે સાંઠગાઠનાં “સ” પ્રભાવી થઇ જશે તો સફળતાનો પાંચમો “સ શોધવો મુશ્કેલ બની જશે..!