- નાણામંત્રી કનુભાઇ દેસાઇએ વર્ષ-2024-2025 માટેનું પુરાંતયુક્ત અને કરબોજ વિહોણું બજેટ રજૂ કર્યું
- તમામ વર્ગ અને સેક્ટર માટે માતબર નાણાકીય જોગવાઇ
ગુજરાત સરકારનું વર્ષ-2024-2025નું રૂ.900.72 કરોડની પુરાંત દર્શાવતું નવા કરબોજ વિહોણું રૂ.3,32,465 કરોડનું કદાવર બજેટ આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે લોકસભાની ચુંટણી વર્ષમાં સરકાર દ્વારા લેખાનું દાન અર્થાત્ વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવતુ હોય છે. પરંતુ આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત ઽ2047ના લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતું અને વિકસિત ગુજરાત ઽ2047 નું નિર્માણ કરવા માટેના રોડમેપને નક્કી કરતું બજેટ રજૂ કર્યું છે. જેમાં સામાજીક સુરક્ષા, માનવ સંસાધન, વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથને મુખ્ય પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રાજ્યની સાત નગર પાલિકા ઓની મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
બજેટમાં સામાન્ય ન્યાય અને અધિકારિતા વિભાગ માટે રૂ.6,193 કરોડ, આદિજાતિ વિકાસ માટે રૂ.4,374 કરોડ, શ્રમ-કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે રૂ.2,669 કરોડ, શિક્ષણ વિભાગ માટે રૂ.55,114 કરોડ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.20,100 કરોડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂ.6,885 કરોડ, અન્ન-નાગરિક પૂરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે રૂ.2711 કરોડ, રમતગમત-યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ માટે રૂ.767 કરોડ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે રૂ.12,338 કરોડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે રૂ.21,696 કરોડ, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે રૂ.8483 કરોડ, માર્ગ અને મકાન વિભાગ માટે રૂ.22,163 કરોડ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે રૂ.3858 કરોડ, જળ સંપતિ પ્રભાગ માટે રૂ.11,535 કરોડ, પાણી-પુરવઠા માટે રૂ.62.42 કરોડ, વિજ્ઞાન અને પ્રોદ્યોગીક વિભાગ માટે રૂ.2421 કરોડ, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ.22,194 કરોડ, ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે રૂ.9228 કરોડ, પ્રવાસન વિભાગ માટે રૂ.2098 કરોડ, વન અને પર્યાવરણ માટે રૂ.2886 કરોડ, ક્લાયમેન્ટ ચેન્જ વિભાગ માટે રૂ.1163 કરોડ, ગૃહ વિભાગ માટે રૂ.10,378 કરોડ, કાયદા વિભાગ માટે રૂ.2559 કરોડ, મહેસૂલ વિભાગ માટે રૂ.5195 કરોડ, સામાન્ય વહિવટ વિભાગ માટે રૂ.2229 કરોડ, માહિતી અને પ્રસારણ માટે રૂ.348 કરોડની માતબર જોગવાઇ કરવામાં આવી છે. બજેટમાં ગુજરાતની જનતા પર એકપણ રૂપિયાનો નવો કરબોજ લાદવામાં આવ્યો નથી.
બજેટ રજૂ કરતી વેળાએ નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે ગુજરાતે છેલ્લાં બે દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી, જી.એસ.ડી.પી.માં 14.89%નો વિકાસદર હાંસલ કર્યો છે. વર્ષ 2000-01માં દેશના જી.ડી.પી.માં રાજયનો ફાળો 5.1% હતો, જે આજે વધીને 8.2% થયેલ છે. વિકાસયાત્રાના પ્રણેતા અને ગુજરાતના પનોતાપુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીની શતાબ્દી એટલે કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા વિકસિત ભારત2047 નું આહ્વાન કર્યું છે. વિકસિત ભારતની આ સંકલ્પનામાં, ગુજરાત અગત્યનો ફાળો ભજવી, દેશના આર્થિક અને સામાજિક વિકાસનું સુકાન સંભાળે તે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકારનું ધ્યેય છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમાજના ચાર વર્ગો-જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના ઉત્કર્ષ પર ભાર મૂકેલ છે. આર્થિક વિકાસ અને સામાજિક સુરક્ષાના સુગમ સંયોગથી છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તેમજ તેમની આવક વધે તે સુનિશ્ચિત કરવાનું અમે નક્કી કર્યું છે.
રાજ્યની મોટાભાગની વસતિ હાલમાં 18 થી 60 વર્ષના વયજૂથમાં આવે છે અને આ વર્ગને અસરકારક રીતે રોજગારી આપવામાં આવે તો જ રાજયને ડેમોગ્રાફિક
ડિવીડન્ડનો લાભ મળે તેમ છે. છેલ્લાં બે દશકના ઝડપી વિકાસના કારણે વિકાસની નવી ક્ષિતિજો ખુલતાં, રાજયમાં રોજગારીની વિપુલ તકો સર્જાયેલ છે. રોજગારીની આ તકોનો લાભ લેવા શિક્ષણ અને કૌશલ્યવર્ધન દ્વારા યુવાનોને સુસજ્જ કરવામાં આવશે. આ સાથે, ગ્રામીણ ક્ષેત્રોનો વિકાસ અને અન્નદાતાઓનું સન્માન કરી કૃષિક્ષેત્રની ઉત્પાદકતા વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે.
મહિલાઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને સુદ્રઢ કરી તેમનો આર્થિક વિકાસ કરવા તેમજ તેઓને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા, આગામી વર્ષના બજેટમાં વિવિધ જોગવાઇઓમાં નોંધપાત્ર વધારો સૂચવવામાં આવેલ છે.
વિકસિત ભારત ઽ2047 માટે ગુજરાતની દિશા નક્કી કરી, રાજયના 7 કરોડ ગુજરાતીઓના સ્વપ્નો અને આકાંક્ષાઓને મૂર્તિમંત કરવા, વિકસિત ગુજરાત ઽ2047 નો વિઝન ડોક્યુમેન્ટ અમારી સરકારે બહાર પાડેલ છે. અત્યાર સુધી થયેલ વિકાસને પાયામાં રાખીને, આ દસ્તાવેજમાં અમૃતકાળના આગામી 25 વર્ષ માટે રાજયના ભાવિના લક્ષ્યાંકો નક્કી કર્યા છે. આ વિઝન ડોક્યુમેન્ટ સર્વ પ્રથમ તૈયાર કરી ગુજરાતે બીજા રાજ્યોને વિકાસની નવી રાહ ચીંધી છે.
વિકસિત ગુજરાત ઽ2047 ની આ સંકલ્પનાના બે મુખ્ય પાયા છે. વિશ્વકક્ષાની ઉચ્ચ સગવડોયુકત જીવનસ્તર ઉપલબ્ધ કરાવી રાજયના દરેક નાગરિકને સમૃદ્ધ જીવન(કશદશક્ષલ ઠયહહ) આપવું, તે પ્રથમ પાયો છે. આર્થિક વિકાસના યોગ્ય સંસાધનો ઉપલબ્ધ કરાવી દરેક કુટુંબની સમૃદ્ધ આવક(ઊફક્ષિશક્ષલ ઠયહહ)સુનિશ્ચિત કરવી, તે દ્વિતીય પાયો છે. વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સગવડો સાથે ટકાઉ અને રહેવાલાયક વસવાટો(જીતફિંશક્ષફબહય હશદફબહય વફબશફિંશિંજ્ઞક્ષ) પૂરા પાડી, સુશાસનના માધ્યમથી આ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાની અમારી સરકારની નેમ છે.
સ્વસ્થ અને સશકત નાગરિક સમાજના વિકાસની આધારશિલા છે. વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પોષણ, શિક્ષણ અને આરોગ્ય જરૂરી છે. સમૃદ્ધ જીવન માટે આ ત્રણેય પાસાઓને વિકાસના કેન્દ્રમાં રાખી નાગરિકો સાથે મળી સહિયારો પુરૂષાર્થ કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. સરકારના આ નિશ્ચયને નક્કર સ્વરૂપ આપતા વિવિધ વિભાગોની પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર વધારો કરવાનો સરકારે નિર્ણય કરેલ છે. ચાલુ વર્ષની અંદાજે ‘3200 કરોડની જોગવાઇ સામે પોષણલક્ષી યોજનાઓમાં આગામી વર્ષ માટે ‘5500 કરોડની માતબર જોગવાઇ સૂચવું છું.
બાલ્યકાળથી જીવનની દરેક અવસ્થાને અનુરૂપ પોષણક્ષમ આહાર મળે તે દરેક વ્યકિત, ખાસ કરીને બાળકો અને માતાઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે. આજના નાગરિકોના પોષણને વધારે સુદ્રઢ બનાવી આવનારી પેઢીને વધારે સક્ષમ બનાવવા હું સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત કરું છું. આ મિશનમાં બાળકો, કિશોરીઓ અને મહિલાઓ કેન્દ્રસ્થાને હોઇ તેઓનું પોષણ સુનિશ્ચિત કરવું તે અમારો સામાજિક સંકલ્પ છે. આ મિશન અંતર્ગત પોષણલક્ષી યોજનાઓમાં લાભાર્થીઓનો વ્યાપ વધારવામાં આવશે, નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે તેમજ લાભાર્થીઓને મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરી દરેક આયુ વર્ગના બાળકો અને મહિલાઓ માટે યોજનાકીય માળખું વધારે સુદ્રઢ કરવામાં આવશે.
વિકસિત ગુજરાત ઽ2047 ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરું છું. સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-9 અને 10 માટે વાર્ષિક ‘10 હજાર તેમજ ધોરણ-11 અને 12 માટે વાર્ષિક ‘15 હજારની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ ‘50 હજારની સહાય મળવાપાત્ર થશે.
નમો લક્ષ્મી યોજનાથી ધોરણ 9 થી 12માં ક્ધયાઓનો પ્રવેશ વધશે, તેઓ અભ્યાસ પૂરો કરશે અને તેથી મહિલા શિક્ષણ તેમજ પોષણને ઉત્તેજન મળશે. વધુમાં, આ યોજનાના અમલીકરણથી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રની જેમ માધ્યમિક શિક્ષણમાં પણ સાર્વત્રિક નામાંકન હાંસલ કરી શકાશે. આ યોજના માટે હું આગામી વર્ષમાં ‘1250 કરોડની જોગવાઇ સૂચવું છું.
રાજયમાં દર વર્ષે અંદાજે 12 લાખ જેટલા બાળકોનો જન્મ થાય છે. સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર મળી રહે અને તેમના આરોગ્યની જાળવણી થાય તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. માતાઓ અને બાળકોના પોષણ માટે વર્ષ 2022-23ના બજેટમાં એક હજાર દિવસ માટે રાશન ઉપલબ્ધ કરાવતી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના જાહેર કરેલ હતી. આ યોજના અંતર્ગત અંદાજે વાર્ષિક ‘300 કરોડના ખર્ચે 5 લાખથી વધુ મહિલાઓને વધારાનું રાશન આપવામાં આવી રહેલ છે.
સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદ્રઢ કરી તેમને સક્ષમ બનાવવા નમો શ્રી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત જઈ, જઝ, ગઋજઅ, ઙખ-ઉંઅઢ સહિતના 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને ‘12 હજારની સહાય આપવામાં આવશે. આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. આ યોજના માટે આગામી વર્ષમાં હું ‘750 કરોડની જોગવાઇ કરાય છે.
હાલની વિવિધ પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર ફેરફારો કરવાનું પણ સરકારે નક્કી કર્યું છે. દૂધ સંજીવની યોજના હેઠળ શાળાઓમાં અપાતા દૂધમાં ફેટનું પ્રમાણ 1.5% થી વધારી 4.5% કરવામાં આવશે તથા દરેક લાભાર્થી બાળક અને મહિલાને અઠવાડિયામાં પાંચ દિવસ દૂધ આપવામાં આવશે. પી.એમ.પોષણ યોજના અંતર્ગત શાકભાજી, મરી-મસાલા તેમજ ગોળ વગેરે માટે અપાતી વિદ્યાર્થીદીઠ સહાયમાં પણ 60% જેટલો વધારો કરવાની ઘોષણા કરાય હતી.
પી.એમ.પોષણ યોજના અંતર્ગત ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં ભોજનની ગુણવત્તા વધારવા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ચાલુ કરેલ વ્યવસ્થાના સારા પરિણામો મળેલ છે. આ વ્યવસ્થાને આગળ વધારતાં 78 આદિજાતિ અને પછાત તાલુકાઓમાં સેન્ટ્રલાઇઝ કિચનનું આયોજન કરવામાં આવશે. આ તાલુકાઓમાં આવેલ સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓમાં પણ સેન્ટ્રલાઇઝ કિચન મારફત મધ્યાહન ભોજન યોજના તબક્કાવાર શરૂ કરવામાં આવશે.
આરોગ્ય ચકાસણી દ્વારા પોષણની દ્રષ્ટિએ ગંભીર ઉણપ ધરાવતા બાળકોને અલગ તારવી તેઓની ભોજન તેમજ આવશ્યક પોષકતત્વોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આપવામાં આવતા વિશિષ્ટ પોષણક્ષમ આહાર (બાલ અમૃતમ)નો વ્યાપ વધારવામાં આવશે. આ યોજના અંતર્ગત હવે આંગણવાડી સાથે પ્રાથમિક શાળાના ધોરણ-1 થી 8 સુધીના બાળકોને આવરી લેવામાં આવશે.
ત્રણ થી પાંચ વર્ષના બાળકો માટે આંગણવાડીઓમાં પૂર્વ-પ્રાથમિક શિક્ષણ ઉપરાંત પોષણક્ષમ આહાર આપવામાં આવે છે. આંગણવાડીઓને વધારે કાર્યક્ષમ બનાવવા હાલની વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફાર સાથેની ‘1800 કરોડના ખર્ચે અમલી બનનાર આંગણવાડી 2.0 યોજનાની હું જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત આગામી 3 વર્ષમાં અદ્યતન ટેકનોલોજી સાથે 8 હજાર નવી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે અને 20 હજાર આંગણવાડીઓને આઇ.ટી. કનેક્ટિવિટી પૂરી પાડી સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવશે. સેન્ટ્રલ રિસોર્સ સેન્ટર ઉભું કરી પ્રિ-પ્રાઇમરી લર્નિંગને નવતર શિક્ષણ સામગ્રી મારફત વધારે રસપ્રદ બનાવવામાં આવશે.
ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કેશલેસ આરોગ્ય સુવિધા આપવા માટે શરૂ કરાયેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (ઙખ-ઉંઅઢ) હેઠળ હવે 10 લાખ સુધીની સારવાર મળવાપાત્ર છે. આ યોજના માટે રાજયમાં 2531 હોસ્પિટલ એમ્પેનલ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ આગામી વર્ષે ‘3100 કરોડની જોગવાઇ કરાય છે.
કેન્સર જેવી ગંભીર બિમારીના દર્દીઓને સારવાર આપવા અમદાવાદ ખાતે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ સ્થાપવામાં આવેલ છે, જ્યાં રાજયના દર્દીઓની સાથે પડોશી રાજ્યોના દર્દીઓ પણ સારવાર માટે આવે છે. કેન્સરના દર્દીઓને અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા અંદાજે ‘600 કરોડના ખર્ચે કેન્સર ઇન્સ્ટીટ્યુટ ખાતે સાઈક્લોટ્રોન પ્રોજેક્ટ ફોર ન્યુક્લીયર મેડિસીન અને પ્રોટોન બીમ થેરાપી કાર્યરત કરવાના સરકારના નિર્ણયની જાહેરાત કરી હતી.
એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઇ.ટી. અને સંલગ્ન તકનીકો મહત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહ (જઝઊખ)નું શિક્ષણ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હું નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને, ધોરણ-11માં ‘10 હજાર અને ધોરણ-12 માં ‘15 હજાર મળી કુલ ‘25 હજારની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી 5 લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે ‘400 કરોડનો ખર્ચ થશે.
રાજ્યની મોટાભાગની સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજિટલ બની છે. મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ હેઠળ નવા ઓરડાઓ, સ્માર્ટ કલાસરૂમ અને શાળાઓને કોમ્પ્યુટરથી સુસજ્જ કરવાની કાર્યવાહી હાલમાં થઈ રહેલ છે. સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓને પણ ભૌતિક સગવડો તેમજ સ્માર્ટ કલાસરૂમથી સજ્જ કરવા ‘2000 કરોડનાં ખર્ચે મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ 2.0 અમલી કરવામાં આવશે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને શાળાઓની કામગીરીનું અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી રિઅલ ટાઇમ મોનિટરિંગ કરવા દેશનું સર્વપ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાતમાં શરૂ કરવામાં આવેલ છે. દેશ-વિદેશના ઘણા મહાનુભાવોએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઇ તેને શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશ અને વિકાસશીલ દેશો માટે એક અનુસરણીય મોડેલ ગણાવ્યું છે.
તત્કાલિન મુખ્યમંત્રી અને હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2007માં નિર્મળ ગુજરાત યોજના શરૂ કરેલ હતી. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિના વર્ષે સ્વચ્છ ભારતના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત થયેલ છે. સ્વચ્છતાને દરેક ઘર, ગામ અને શહેરનો મૂળ મંત્ર બનાવી સંપૂર્ણ રાજયને સ્વચ્છ અને સુઘડ બનાવવાની અમારી સરકારની નેમ છે. આ પ્રતિબદ્ધતાને વેગ આપવા નિર્મળ ગુજરાત 2.0 અભિયાનની હું જાહેરાત કરું છું. આ અભિયાન અંતર્ગત ઘન અને પ્રવાહી કચરાને એકત્ર કરી પર્યાવરણીય દ્રષ્ટિએ યોગ્ય ધોરણે નિકાલ કરવા માટે વિવિધ યોજનાઓ થકી વ્યવસ્થા કરવામાં આવશે અને લોકસહકારથી તેનું અમલીકરણ કરવામાં આવશે. આ માટે ચાલુ વર્ષના ‘1300 કરોડના બજેટમાં ધરખમ વધારો કરી, આગામી વર્ષે ‘ 2500 કરોડની જોગવાઇ કરાય છે.
રમતગમત ક્ષેત્રે સફળતાના નવા શિખરો સર કરવા માટે રાજ્યમાં ઓલમ્પિક કક્ષાનું સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાનું સરકારે નક્કી કર્યું છે. આ હેતુસર અમદાવાદમાં આવેલ સરદાર પટેલ રમતગમત સંકુલનો તબક્કાવાર વિકાસ કરવામાં આવશે. રાજ્યના અંતરિયાળ વિસ્તારના ગામડાઓથી માંડીને શહેરી વિસ્તારોમાંથી વિવિધ રમતોમાં તેજસ્વી બાળકોને ઓળખી તેમને સુનિયોજત ધોરણે તાલીમ આપવાનું આયોજન છે.
પવન અને સૌરઊર્જાના ક્ષેત્રે ગુજરાતે નીતિગત નિર્ણયો થકી ગ્રીન એનર્જીના ઉત્પાદનમાં અગ્રહરોળમાં સ્થાન મેળવેલ છે. રિન્યુએબલ એનર્જી પોલિસી-2023 દ્વારા રાજયમાં આ ક્ષેત્રે મોટા પાયે રોકાણ દ્વારા રોજગારીની નવી તકો ઉભી કરવામાં આવશે. મિશન ગ્રીન હાઈડ્રોજન અંતર્ગત વર્ષ 2030 સુધીમાં ભારતમાં પાંચ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે, જેમાં ગુજરાત મહત્તમ યોગદાન આપશે.
રાજ્યમાં વિવિધ ક્ષેત્રના નાનાથી માંડી મોટા ઉદ્યોગો વિસ્તરી રહ્યાં છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 18%નો ફાળો આપી ગુજરાતે મોખરાનું સ્થાન મેળવેલ છે.
રાજ્યમાં એમ.એસ.એમ.ઇ. એકમોની સંખ્યા 16 લાખ કરતા વધારે છે. રાજયના અર્થતંત્રમાં મેન્યુફેકચરિંગ ક્ષેત્રનો ફાળો 35.30% છે અને છેલ્લાં દશકમાં આ ક્ષેત્રે 12.80% ના દરે વૃદ્ધિ પામી વિકાસના નવા આયામો પ્રસ્થાપિત કર્યા છે. છેલ્લાં બે દશકામાં 55 બિલિયન યુ.એસ.ડોલરથી વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણ મેળવી, રાજય વિદેશી મૂડી આકર્ષવામાં અગ્રહરોળમાં રહ્યું છે.
ગ્લોબલ સેમિક્ધડકટર સપ્લાય ચેઇન-મેન્યુફેકચરિંગ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના સૂત્રને સાકાર કરતો સાણંદ ખાતે માઇક્રોન કંપની દ્વારા સેમિક્ધડકટર પ્લાન્ટ સ્થાપવાની કામગીરી પ્રગતિમાં છે. હીરાના વૈશ્વિક બજારમાં ગુજરાતે મોખરાનું સ્થાન મેળવેલ છે. ડાયમંડ કટિંગ, પોલિશિંગ, માર્કિંગ, સર્ટિફિકેશનને આવરી લેતું ડાયમંડ બુર્સ સુરતમાં શરૂ કરવામાં આવેલ છે, જે વિશ્વની સૌથી મોટી સિંગલ ઓફિસ સ્પેસ છે.
સુરેન્દ્રનગર-વઢવાણ, મોરબી અને ગાંધીધામ સહિત સાત નગરપાલિકાને મળશે કોર્પોરેશનનો દરજ્જો
સુઆયોજીત શહેરી વ્યવસ્થાપન માટે નવસારી, વાપી, આણંદ અને મહેસાણાને પણ નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય
રાજ્યમાં હાલ આઠ મહાનગરપાલિકા કાર્યરત છે. જેમાં આગામી દિવસોમાં વધુ સાતનો ઉમેરો થશે. નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા આજે જાહેર કરવામાં આવેલા બજેટમાં રાજ્યની સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરતી વેળાએ તેઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં શહેરીકરણની ગતિમાં સતત વધારો થઇ રહ્યો છે. અંદાજે 50 ટકા વસતી અત્યારે શહેરોમાં વસવાટ કરે છે. જે વર્ષ-2047 સુધીમાં વધીને 75 ટકાએ પહોંચે તેવી ધારણા છે. શહેરો લોકો માટે વસવાટ જ નહિં પરંતુ આર્થિક વિકાસના કેન્દ્ર પણ છે. શહેરોના આયોજનબધ્ધ વિકાસ દ્વારા ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. સુઆયોજીત શહેરી વ્યવસ્થાપન માટે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી શહેરોના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારીમાં વધારો થશે.
તેઓએ ઉમેર્યું હતું કે શહેરી વિકાસ માટે પાણી, રસ્તા, સુએજ જેવી માળખાકીય સગવડતા સાથે પર્યાવરણની પણ જાળવણી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેને રાજ્યની વર્તમાન સરકાર જાળવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઢ એમ આઠ મહાનગરપાલિકાઓ કાર્યરત છે. આગામી દિવસોમાં નવી સાત નગરપાલિકાઓને મહાપાલિકાનો દરજ્જો આપતાની સાથે જ મહાપાલિકાની સંખ્યા આઠથી વધી સિધી જ 15 થઇ જશે.
અયોધ્યામાં ગુજરાત યાત્રી નિવાસનું નિર્માણ કરાશે
પ્રવાસન પ્રભાગના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા 2098 કરોડની જોગવાઇ
નાણામંત્રીએ જણાવ્યું કે અયોધ્યાધામ ખાતે ગુજરાત યાત્રી નિવાસ માટે 50 કરોડના આયોજન પૈકી 10 કરોડની જોગવાઇ. જિલ્લાના મહત્વના પ્રવાસી સ્થળોએ સુવિધાઓ પૂરી પાડવા માટે 100 કરોડના આયોજન પૈકી 30 કરોડની જોગવાઇ. જુદા જુદા સ્થળો ખાતે રોકગાર્ડન, સ્ક્લ્પચર, સ્કાય વોકના વિકાસ માટે 200 કરોડના આયોજન પૈકી 80 કરોડની જોગવાઇ. ભારત સરકારની પહેલ “ટ્રાવેલ ફોર લાઇફ” ના ઉદ્દેશને પ્રોત્સાહન આપવા15 કરોડની જોગવાઇ. જુનાગઢ ખાતે આવેલ ઉપરકોટના કિલ્લાના રિનોવેશન બાદ પ્રવાસીઓના વિક્રમી વધારાને ધ્યાને લઈ રાજ્યનાં જુદા જુદા મેમોરિયલ તથા લખપત કિલ્લા સહિત અન્ય જુદા જુદા કિલ્લાના વિકાસ માટે 200 કરોડના આયોજન પૈકી 35 કરોડની જોગવાઇ.
સૌરાષ્ટ્ર-કચ્છમાં અગત્યતા ધરાવતાં પ્રસિધ્ધ ધાર્મિક સ્થળો ખાતે યાત્રાળુલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવા 46 કરોડના ખર્ચે વિકાસ કામોનું આયોજન. વિવિધ ધાર્મિક સંપ્રદાયો સાથે સંકળાયેલા તેમજ સ્થાનિક રીતે ખુબ જ અગત્યતા ધરાવતા યાત્રાધામોના વિકાસ માટે ‘79 કરોડની જોગવાઈ. ઉડ્ડયન ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા તથા એર કનેક્ટિવિટી વધારવા નવા એરપોર્ટ/એરસ્ટ્રીપ બનાવવા માટે ‘ 25 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.