આસો સુદ એકમની આસો સુદ નોમ જગદંબાના પૂજન– અર્ચના માટેના શ્રેષ્ઠ દિવસો: ઘટસ્થાપન, વ્રત, જપ, તપ અને ઉપવાસથી શકિતની આરાધના સાથે સુરતાલના સથવારે પ્રાચીન અર્વાચીન ગરબીઓમાં ખેલૈયાઓ રમઝટ બોલાવશે : નોરતાના રાસ–ગરબા જગ વિખ્યાત: વિદેશીઓ પણ નવરાત્રી મહોત્સવમાં મ્હાલવા ગુજરાતને આંગણેે આવે છે: નવ દિવસમાં અંબાની આરાધના બાદ દશમા દિવસે દશેરાની ભવ્ય ઉજવણી થશે
રૂમ ઝુમ રૂમ ઝૂમ કરતી આવી નવલી નોરતાની રાત ર્માં આદ્યશકિતની અખંડ આરાધનાનો મહાપર્વ એટલે નવરાત્રી હિન્દુ ધર્મમાં શકિતપૂજાનું અને‚ મહત્વ છે.
નવરાત્રી એટલે નવરાત્રીનો સમૂહ એવો શાબ્દિક અર્થ થાય. નવરાત્રી દરયિમાન નવરાત અને દસ દિવસ જગદંબાના નવ સ્વરૂપોનું પૂજન અર્ચન કરવામાં આવી છે. તા. ર૧ ને ગુરૂવારના રોજ નવરાત્રીનો મંગલ પ્રારંભ થઇ રહ્યો છે. માંઇ ભકતો નવદિવસ સુધી ધૂપ દીપ કરી જગદંબાની ભકિત અર્ચના કરશે.
આસો માસની પ્રતિપદાયી નોમ સુધી નવદિવસ નોરતા એટલે કે નવરાત્રી ઉત્સવ મનાવવામાં આવે છે. આ પાવન નવદિવસોમાં હિંદુઓ ર્માં દુર્ગાનું વત્ર, ઘટસ્થાપન તેમજ ભકિતભાવ પૂર્વક પૂજન અર્ચન કરે છે. કેટલાક ભાવિકો નોરતાના નવે નવ દિવસ નકોરડા ઉપવાસ કરે છે. ઘટ સ્થાપન કરનારા આઠમ કે નોમને દિવસે નવ કુમારીકાઓનું પુજન કરી ભોજન કરાવે છે.
આપણે ત્યાં નવરાત્રીની વિવિધ રીતે ઉજવણી થાય છે ખાસ કરીને આપણા ગુજરાતની વાત કરીએ તો અહીં શરદ નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીની સવિશેષ ઉજાણી જાય છે. શરદીય નવરાત્રીને ઉત્સવની જેમ મનાવવામાં આવે છે. આપણાઁ નોરતાના ગરબા અને દાંડીયા રાસના લોકનૃત્ય જગવિખ્યાત છે. વિદેશમાંથી પણ લોકો આ નવ દિવસના ઉત્સવમાં ભાવ લેવા અહીં આવે છે. નવરાત્રી એક એવો તહેવાર છે કે જેમાં માતાજીના નવરૂપનું પૂજન કરવામાં આવે છે ત્યારે ગરબા રમવા એ પણ માતા પ્રત્યેની આપણી શ્રઘ્ધાનું જ એકરૂપ છે. એવું કહેવાય છે કે નવરાત્રીમાં જયાં માતાનું મંદીર કે મૂર્તિની સ્થાપના કરવામાં આવે ત્યાં પાંચ ગરબા તો રમવા જ પડે, નવરાત્રી દરયિમાન મર્યાદા પુ‚ષોતમ શ્રીરામનો પણ ઉલ્લેખ થાય છે. કારણ કે આસો સુદ નવમીના દિવસે શ્રીરામે આદ્યશકિતની આરાધના કરીને વિજયાદશમીના દિવસે રાવણ સાથે યુઘ્ધ કરવા સમુદ્ર પટ પરથી પ્રયાણ કર્યુ હતું.
ગુરૂવારથી નવરાત્રીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે ખાસ રાજકોટ શહેરના ખેલૈયાઓની વાત કરીએ તો ઓકકેસ્ટ્રા અને ડી.જે.ના સથવારે નવલા નોરતાને વધાવવા ખેલૈયાઓ તૈયાર થઇ ગયા છે. ઠેર ઠેર નવે નવ દિવસ પ્રાચીન અને અર્વાચીન ગરબામાં ખેલૈયાઓએ પોતાને નવરાત્રીના ડ્રેસ અને એસેસરીઝના ચોકકસ રંગથી સુંદર બનાવશે. નવદિવસ શકિતની આરાધના કરી દશમા દિવસે દશેરાની ભવ્ય ઉજવણી કરશે.