છોટાઉદેપુરના પીથોરા શૈલીના ચિત્રકાર પરેશ રાઠવા તેમજ ગુજરાતના ઉદ્યોગપતિ અને રસના ફેઇમ અરીઝ ખંભાતાને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા

ગુજરાતનું ગૌરવ ભજન સમ્રાટ હેમંત ચૌહાણને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતી ભજન, ગરબા જેવા લોકસંગીતમાં તેમનું અમૂલ્ય યોગદાન છે.

સમકાલીન કલામાં, પ્રેમજીત બારિયાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. ભારત સરકારની જાહેરાત બાદ સવાયા ગુજરાતીઓને આજે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત  છોટાઉદેપુરના પીથોરા શૈલીના ચિત્રકાર પરેશ રાઠવાને પદ્મશ્રી એવોર્ડ સન્માનિત કરાયા હતા. તેમજ ગુજરાતના ઉદ્યોગપતિ અને રસના ફેઇમ અરીઝ ખંભાતાને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મશ્રીથી વિવિધ ક્ષેત્રમાં પોતાનું આગવુ પ્રદાન આપવા બદલ આ સવાયા ગુજરાતીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. મહત્વપૂર્ણ છે કે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 8 સવાયા ગુજરાતીઓને વિશેષ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી. પ્રસિદ્ધ આઘ્યાત્મિક ગુરૂ ચીન્ના જીયરસ્વામીને 2023 માટે પદ્મભુષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં અલગ-અલગ ક્ષેત્રની હસ્તીઓને પદ્મશ્રી, પદ્મભુષણથી સન્માનિત કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.