રોટરી કલબ અને સિવિલ હોસ્પિટલનાં સહીયારા પ્રયાસથી સિવિલના સુપર સ્પેશ્યાલીટી બિલ્ડીંગમાં સ્કીન બેંક શરૂ થશે: કલબના સભ્યો અબતકને આંગણે
સામાજીક કાર્યોમાં સદાયે અગ્રેસર એવી રોટરી કલબ ઓફ રાજકોટ હવે સીવીલ હોસ્પિટલ સાથે મળી ગુજરાતની સર્વપ્રથમ હ્યુમન સ્ક્રીન બેંક શરૂ કરવા જઈ રહી છે. જેની અર્પણવિધિ તા.૨૬ ગૂરૂવારના રોજ થશે. આસ્ક્રીન બેંક સીવીલના સુપર સ્પેશ્યાલીટી બીલ્ડીંગમાં થવા જઈ રહી છે.
આમ ગુજરાતની પ્રથમ સ્ક્રીન બેંકનો જશ ફરી રાજકોટ શહેરને જઈ રહ્યો છે. આ તકે રોટરી કલબના સભ્યો એ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી.
સીવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. મનીષ મહેતા અને રોટરી કલબ ઓફ રાજકોટના સભ્યોએ જણાવ્યું હતુ કે સીવીલમાં બર્ન વોર્ડ હોઈ, સૌરાષ્ટ્રના મહત્તમ બર્ન કેસ સીવીલમાં જ આવે છે તેથી સ્ક્રીનની જરૂરીયાત મુજબ રહે છે.દેશમાં દરરોજ સરેરાશ ૧૦,૦૦૦ બર્ન કેસ આવે છે જેને સમયસર સ્ક્રીન ન મળતા મૃત્યુ થાય છે.
તેમના માટે સ્કીન બેંકમાં સંઘરાયેલ સ્કીન ખૂબજ ઉપયોગી થાય છે.
ચક્ષુદાનની તેમજ કોઈ વ્યકિતનું મૃત્યુ થાય ત્યારે ત્વચાદાન પણ થઈ શકે છે. જે પ્રક્રિયા ઘણી સહેલી છે. મૃત વ્યકિતની પીઠ કે સાથળ પરથી સ્કીન લઈ શકાય છે. ત્વચાના સાત પડ હોય છે. જેમાંથી ઉપરનું પડ જ લેવામા આવે છે. જેથી લોહી નીકળતુ નથથી આ ત્વચા સ્કીન બેંકમાં પાંચ વષૅ સુધી સાચવી શકાય છે.
રોટરી કલબ આ પ્રોજેકટ ગ્લોબલ ગ્રાન્ટની મદદથી કરી રહી છે. જેમાં શ્રીમતી સરલા કામદાર (નાયરોબી), રોટરી ડી.જી. પીન્કી પટેલ તથા અમેરિકાની રોટરી કલબ ઓફ ડેરી ફીલ્ડાઈરના ડો. મનુભાઈ તથા પ્રમીલાબેન દોમડીયાનો સહકાર મળેલ છે.
રોટરી કલબના પ્રોજેકટ કમીટીના મેમ્બર્સ રોટે. ડો. હિતા મહેતા, રોટે ડો. દેવવ્રત સુખવાલ, સંદીપ ગાંધી, રોટે. રાજેશ કોઠારી, રોટે. કેતન જોશી તથા રોટે. હરીશ કોઠારી આ પ્રોજકેટને સફળ કરવા જહેમત ઉઠાવી રહ્યા છે. તેમની અપીલ છે કે આમ જનતા, એન.જી.ઓ જ્ઞાતિ મંડળો આ બાબતની જાગૃતિનું અભીયાન ઉપાડી લે તો જ સ્કીન ડોનેશન માટે લોકોની જાગૃતિ આવશે અને તો જ સ્ક્રીન બેંકનો હેતુ સીધ્ધ થશે.