- ગુજરાતનું પહેલું શ્વાન સ્મશાનગૃહ બનશે આ શહેરમાં
- કૂતરાઓ માટે સ્મશાનગૃહ બનાવવામાં આવી રહ્યું છે
- શબવાહિની સેવા પણ શરૂ કરવામાં આવશે
ગુજરાતમાં પહેલીવાર કૂતરાઓ માટે સ્મશાનગૃહ બનાવવામાં આવી રહ્યું છે. આ સ્મશાનગૃહ અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા કરુણા મંદિરમાં બનાવવામાં આવી રહ્યું છે. સીએનજી ભઠ્ઠીથી સજ્જ આ સ્મશાનગૃહના નિર્માણમાં 30 લાખ રૂપિયાનો ખર્ચ થશે અને ભઠ્ઠીમાં એક સાથે બે કૂતરાઓને અગ્નિસંસ્કાર આપી શકાય છે.
ઉલ્લેખનીય છે કે કૂતરાઓ માટે આ સ્મશાનગૃહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. દાણી લીમડા વિસ્તારમાં આવેલા કરુણા મંદિરમાં સીએનજી ભઠ્ઠીથી અગ્નિસંસ્કારનું કામ શરૂ કરવામાં આવ્યું છે. શહેરના મૃ*ત કૂતરાઓનો અહીં અગ્નિસંસ્કાર કરવામાં આવશે. CNG સ્મશાનમાં બે કૂતરાઓના એકસાથે અગ્નિસંસ્કાર કરવામાં આવશે.
ગુજરાતમાં કૂતરાઓ માટે પહેલું સ્મશાનગૃહ છે
મળતી માહિતી અનુસાર આ સંદર્ભમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગના વડા, નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત રાજ્યનું પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન હશે જે કૂતરા અને બિલાડીઓ માટે સ્મશાનગૃહ તૈયાર કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરુણા મંદિર ખાતે 30 લાખ રૂપિયાના ખર્ચે CNG કૂતરા સ્મશાનગૃહ બનાવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં મૃત્યુ પામેલા કૂતરા અને બિલાડીઓને અંતિમ સંસ્કાર માટે સ્મશાનગૃહમાં લાવવામાં આવશે.
પાલતુ પ્રાણીઓ માટે શબવાહિની સેવા
નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે માનવ શબના પરિવહનની વર્તમાન વ્યવસ્થાની જેમ, બિલાડીઓ અને કૂતરાઓ માટે પણ શબવાહિની સેવા શરૂ કરવામાં આવશે. આ માટે નાગરિકે ચોક્કસ રકમ ચૂકવવી પડશે.
તેમણે કહ્યું કે અમદાવાદ શહેરના કૂતરા માલિકો પણ તેમના કૂતરા અને બિલાડીઓના અંતિમ સંસ્કાર માટે સ્મશાનગૃહનો ઉપયોગ કરી શકશે. આ સ્મશાનગૃહમાં CNG ભઠ્ઠી છે, તેથી એક સાથે બે કૂતરાઓને અગ્નિસંસ્કાર આપી શકાય છે. મળતી માહિતી મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશન એવા નાગરિકો માટે વ્યવસ્થા કરવાનું વિચારી રહી છે જેઓ તેમના પાલતુ કૂતરાઓના અંતિમ સંસ્કાર કરવા માંગે છે.
નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે
ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ માટે નોંધણી પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. શહેરમાં લગભગ ૫૦,૦૦૦ પાલતુ કૂતરા છે, જેમાંથી ૫,૫૦૦ અત્યાર સુધીમાં પેટ ડોગ રજિસ્ટ્રેશન કોર્પોરેશનમાં નોંધાયેલા છે. આ ઉપરાંત, અહીં મોટી સંખ્યામાં પાલતુ બિલાડીઓ પણ છે.