બોલવા ચાલવા તેમજ સમજવાની વિવિધ સમસ્યા સમાધાન આપતું

જન્મજાત અથવા અનેક કારણોસર બાળકો તેમજ મોટી વ્યક્તિઓમાં ઉદભવતી બોલવા એટલે કે આપણા અવાજ સંબંધીત તકલીફોનો યોગ્ય ઉકેલ કોઇપણ પ્રકારના ઓપરેશન વિના માત્ર ને માત્ર યોગ્ય સારવારથી શક્ય બન્યો છે . જેના માટે ગુજરાતના પ્રથમ સુપર સ્પેશિયાલિસ્ટ સ્પીચ લેંગ્વેજ પેથોલોજિસ્ટ તેમજ 1000 થી વધુ દર્દીઓની સારવાર કરવાનો અનુભવ ધરાવતા શ્રી કુંજ વછરાજાની એ ડિવાઇન રિહેબિલિટેશન સેન્ટર રાજકોટમાં સ્થાપના કરી અને સ્પીચ થેરાપી , ફિઝિયોથેરાપી , ઓક્યુપેશનલ થેરાપી અને સાયકોથેરાપી સેવાઓને એક જ છત નીચે એકિકૃત રીતે લાવ્યા છે.

રાજકોટ ગુજરાતમાં આ પ્રકારનું સૌપ્રથમ મલ્ટિડિસિપ્લિનરી સેન્ટર રજુ કરનાર શ્રી કુંજ વિભાકરભાઇ વછરાજાનીએ જણાવ્યું હતું કે , આપણી બદલાતી લાઇફ સ્ટાઇલ , મોબાઇલનો વધતો ઉપયોગ , કોઇ અકસ્માતે અથવા વંશપરંપરાગત રીતે બાળકોમાં તેમજ મોટી વ્યક્તિઓમાં અવાજ સંબંધીત સમસ્યાઓ જેમકે તોતડાપણું , અચકાતા બોલવું , પાતળો અવાજ કે જાડો અવાજ હોવો , કોઇ કારણો સર અવાજ જતો રહેવો આવી અનેક સમસ્યાઓનું પ્રમાણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અનેક ગણું વધ્યું છે . ઉપરાંત બાળક વસ્તુ સમજી ન શકે , અમુક ઉંમર પછી પણ યોગ્ય રીતે બોલવામાં કે ચાલવામાં તકલીફ પડવી કે ખોટા શબ્દો લખવા કે રંગોની ઓળખમાં પણ તકલીફ પડવી વગેરે બાબતોની નજરઅંદાજ કર્યા વિના યોગ્ય પધ્ધતિથી ઇલાજ થવો જરૂરી છે .

આ માટે સ્પીચ થેરાપીની સાથે દર્દીના માનસિક અને શારીરિક બાબતોની યોગ્ય સારવારની પણ એટલીજ   જરૂરીયાત રહે છે. ત્યારે તે  તમામ સારવાર એક જ જગ્યાએ મળેતે ખૂબ જરૂરી હોય છે.જેને ધ્યાનમાં રાખી ગુજરાતમાં આપ્રકારનું સૌ પ્રથમ પુનર્વસન કેન્દ્ર ડીવાઈન રિહેબિલીટેશન સેન્ટર રાજકોટમાં કાર્યરત બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.