ગુજરાત અનેક તહેવારોનું ઘર છે પરંતુ એક તહેવાર કે જેને કદાચ દરેક લોકો અલગ જ ઉત્સાહ સાથે ઉજવે છે. એ તેહવાર છે નવરાત્રી . નવરાત્રી એટલે માં નવ દુર્ગાની પ્રાર્થના કરવાનો સમય . આ તહેવાર ખાસ તેની પૂજા અર્ચના માટે સાથે નવલા નોરતાના ગરબાની મોજ માટે પણ જાણીતો છે. ગરબા એ પરંપરાગત ગુજરાતી લોકનૃત્ય છે જે વિવિધ લોકગીતો પર કરવામાં આવે છે. નવરાત્રિ એક તહેવાર તરીકે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. નજીકના સમયમાં નવરાત્રી આવી રહી છે. ગુજરાતના કેટલાક સ્થળોએ નવરાત્રિ એવી રીતે ઉજવવામાં આવે છે જે અન્ય કોઈ કરતા નથી: જોઈએ માહિતી
1.યુનાઈટેડ વે, વડોદરા:
બરોડા શહેરને નવરાત્રી માટે નું ઘર પણ કહી શકાઈ કારણ કે ત્યાં માં ના નવલા નોરતા માં 30000 થી વધુ ખેલાડીઓ ગરબે જુમતા હોઈ છે. અને નવરાત્રીનો સંપૂર્ણ આનંદ માણે છે. તેમાં વિશ્વ નો સૌથી મોટું ગરબા ગ્રાઉન્ડ પણ વડોદરામાં આવેલ છે. જેને લિમ્કા બુક્સનો રેકોર્ડ પણ આપવામાં આવ્યો છે. જેનું નાન છે “યુનાઈટેડ વે” . આ નવરાત્રી માં પ્રખ્યાત ઘણા ગાયક કલાકારોના કંઠના અવાજે લોકો નવરાત્રીનો આનંદ માણે છે. આ ભવ્યતિ ભવ્ય ઈવેન્ટને જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે.
2.રેડ રાસ, અમદાવાદ:
ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદ શહેરમાં વડોદરા પછી રાજ્યની સૌથી આકર્ષક નવરાત્રિ “રેડ રાસ” નવરાત્રી . રેડ એફએમ એ અમદાવાદની સૌથી મોટી રેડિયો ચેનલ છે અને તેઓ અમદાવાદમાં સૌથી ભવ્ય નવરાત્રિનું આયોજન પણ કરે છે. તેઓ છેલ્લા 12 વર્ષથી ચાલી રહ્યા છે અને આ વર્ષે તેમની 13મી સિઝન ધમાકેદાર છે. આ નવરાત્રિમાં પ્રચંડ અનુયાયીઓ છે અને RED FM ના પ્રખ્યાત RJ દ્વારા એન્કર કરવામાં આવે છે.
3.અબતક સુરભી રાસોત્સવ, રાજકોટ:
રાજકોટને રંગીલું અને મોજીલું શહેરનો ટેગ આપવામાં આવ્યો છે કારણ જાણો છો ? કારણ કે રાજકોટમાં ખાસ કરીહને બધા તહેવારો ઉત્સાહ અને મોજ સાથે ઉજવામાં આવે છે. ખાણીપીનીનું શહેર તેના નવલા નોરતા માટે પણ જાણીતું છે. રાજકોટમાં ઓછામાં ઓછી 10 સળંગ નવરાત્રિ થાય છે અને બાકીનામાંથી એકને પસંદ કરવું મુશ્કેલ છે. પણ વાત જયારે શ્રેષ્ટ ગરબાની હોઈ ત્યારે પહેલું નામ યાદ આવે “અબતક સુરભી રાસોત્સવ” શા માટે કારણ કે પારિવારિક માહોલ સૌથી શ્રેષ્ટ મોજ અને મસ્તી આપતું સ્થળ એટલે અબતક સુરભી રસોત્સસ્વ . ઉચ્ચ સ્તરની સુરક્ષા, ટોચના ગાયકો અને ધમાકેદાર ગ્રાઉન્ડ તો ખરુજ …