ગુજરાતના રાજકારણમાં આજે દેશભરને હલબલાવી દેતો રાજકીય ભૂકંપ આવ્યો છે. મુખ્યમંત્રી પદેથી વિજયભાઇ રૂપાણીએ અચાનક રાજીનામું આપી દેતાં દેશભરમાં આ ઘટના ચર્ચાનો વિષય બની જવા પામી છે. મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ વિજયભાઇએ સંગઠનમાં મહત્વની જવાબદારી સંભાળશે તેવા સંકેતો આપ્યા હતાં.
વિજય રૂપાણી મુખ્યમંત્રી પદેથી રાજીનામા આપ્યા બાદ આજે કોર કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવી છે.
ભૂપેન્દ્ર પટેલના નામ પર ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની મહોર મારવામાં આવી છે. તેઓ અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે. તેઓ ભાજપના એક સાદગીભર્યા અને જમીની સ્તરના કાર્યકર છે અને આનંદીબેન પટેલના નજીકના ગણાય છે. ભૂપેન્દ્ર પટેલ ઔડાના ચેરમેન રહી ચુક્યા છે અને એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચુક્યા છે.