મુખ્યમંત્રી વિજયભાઈ પાણીના હસ્તે પંચમહાલ જિલ્લામાં રૂ.૫૦ કરોડના ૧૨ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત: વાઘજીપુર ગામે મુખ્યમંત્રીએ શ્રમદાન કરી તળાવ ઉંડા કરવાનાં કામનો પ્રારંભ કરાવ્યો
સુજલામ સુફલામ જળસંચય અભિયાન ગુજરાતને પાણીદાર બનાવવાનું અભિયાન છે. આ જળસંચય અભિયાની ધરતી માતાની તૃષા સંતોષાશે અને જળસ્તર ઊંચા આવશે તેના કી ગુજરાત પાણીદાર બનવા સો હરિયાળું બનશે અને જળક્રાંતિી સોળેકળાએ વિકાસ ખિલશે. તેમ મુખ્યમંત્રીએ પંચમહાલના વાઘજીપુર ગામે તળાવ ઉંડા કરવાના કામના શુભારંભ પ્રસંગે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે શ્રમદાતાઓ સો શ્રમદાન કરી તળાવ ઊંડુ કરવાના કામનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે પ્રતિકાત્મક સાડી તેમજ શ્રમદાતોઓને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ પંચમહાલ જિલ્લામાં અંદાજે રૂા.૫૦ કરોડના વિવિધ ૧૨ વિકાસ પ્રકલ્પોનું ઇ-તકતી દ્વારા લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.
વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક લોક સર્મન મળી રહયું છે તેમ જણાવતાં ઉમેર્યુ હતું કે મેન-મશીનરી અને મનીપાવરના ત્રિવેણી સંગમી ગુજરાતે સમગ્ર દેશનું સૌી મોટુ જળસંચયનું અભિયાન ઉપાડયું છે. જે રાષ્ટ્રને નવી દિશા ચીંધશે. આ કામગીરી માટે રાજયમાં ૪૦૦૦ જેસીબી સહિત ૧૨૦૦૦ ટ્રેકટર-ડમ્પર કામ કરી રહયા છે. આ રાજયવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ રાજયમાં ૧૩ હજાર તળાવો ઊંડા કરવાનું કામ લોકભાગીદારીી હા ધરવામાં આવ્યું છે. તેનાી આગામી ચોમાસામાં ૧૧ હજાર લાખ ઘનફૂટ પાણીની જળસંગ્રહ ક્ષમતા વધશે અને ગુજરાતમાં દુષ્કાળ ભૂતકાળ બનશે અને ભાવિ પેઢી પર દુકાળના ઓછાયા પડશે નહીં, તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે જળસંચય અભિયાન દરમિયાન ખોદકામ સમયે નીકળતી ફળદ્રુપ માટી (કાંપ) ખેડૂતો પોતાના ખેતરોમાં પારી રહયાં છે. જેી ખેડૂતોની જમીન ફળદ્રુપ વા સો પાક ઉત્પાદનમાં વધારો શે અને ખેડૂતો સમૃધ્ધ શે. મનરેગા હેઠળ તળાવો ઊંડા તાં લોકોને ઘરઆંગણે રોજગારી મળી રહી છે. તેમ તેમણે ઉમેર્યુ હતું.
રાજયના વિકાસના પાયામાં પાણી છે. વિકાસને વરેલી આ રાજય સરકારે જ્ઞાતિજાતિ-વર્ગ-ધર્મ તેમજ પક્ષાપક્ષીી દૂર રહી ગરીબો-વંચિતો-શોષિતો-પીડિતોના વિકાસ માટે સમગ્ર રાજયમાં સર્વગ્રાહી રીતે જળસંચય અભિયાન ઉપાડયું છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે આ કોઇ ચૂંટણીલક્ષી અભિયાન ની પરંતુ સમગ્ર ગુજરાતના કલ્યાણ માટેનું લોકઅભિયાન છે. રાજય સરકારે લોક સહયોગી બેટી બચાવો, બેટી પઢાવો, વાંચે ગુજરાત, ખેલે ગુજરાત, સ્વચ્છ ભારત અભિયાન ઉપાડયાં છે જેના સકારાત્મક પરિણામો મળી રહયાં છે એ જ કડીમાં હવે આ અભિયાન ઉપાડીને ગુજરાતની ભાવિ પેઢીને જળસમૃધ્ધ બનાવવી છે.
જળસંચય અભિયાન હેઠળ ૫૫૦૦ કિ.મી.ની કેનાલ સફાઇ તા ૩૨ નદીઓને પુન:જીવિત કરવામાં આવી રહી છે. જળ એ જીવન છે અને પાણી પ્રભુનો પ્રસાદ છે ત્યારે પાણીનો વિવેકપૂર્ણ અને કરકસરપૂર્ણ ઉપયોગ કરવા નાગરિકોને તેમણે અનુરોધ કર્યો હતો. પટેલ, પદાધિકારીઓ, અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહયાં હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com