મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન જણાવ્યું હતું કે, બહેન દીકરીના ગળામાં હાથ નાંખનારને સરકાર છોડશે નહીં.દેશના 72મા સ્વતંત્રતા દિનની રાજયકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગર જિલ્લા મથકે થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. આ પ્રસંગે સરકારની વિવિધ યોજનાની સફળતાના યશગાન કર્યા હતા.
ધ્વજવંદન બાદ વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદીમાં ગુજરાતનું યોગદાન મહત્વનું રહ્યું છે. મહાનુભાવોના બલિદાનને સાર્થક કરીએ. છેલ્લા 22 વર્ષથી ગુજરાત સતત વિકાસથી આગળ ધપી રહ્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શું કહ્યું?
5 વર્ષમાં ગુજરાત પાણીની સમસ્યામાંથી બહાર નીકળવાની દિશામાં,આઝાદી યથાવત રાખવા આપણે પ્રયત્નો કરવા પડે,
રાજ્યના મુખ્યમંત્રી તરીકે પ્રથમ પ્રવાસ ઈઝરાયલનો કર્યો. ગુજરાતમાં કૃષિક્રાંતિ તરીકે આગળ વધી રહ્યાં છીએ.
દરિયાના ખારા પાણીને મીઠા બનાવીશું,પીએમ વિકાસને આગળ વધારી રહ્યાં છે,શિક્ષિત સમાજ જ દેશને આગળ વધારી શકે,દેશની આઝાદીમાં ગુજરાતનું યોગદાન મહત્વનું,રાજ્યમાં ડ્રોપઆઉટ ઘટાડવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ,ગુજરાતમાં કાયદાનું શાસન રહેશે, કાયદાની ઐસી કી તૈસી કરનાર સામે સરકાર કાર્યવાહી કરી રહી છે