યુપીએસસી સિવિલ સર્વિસ સેવા પરીક્ષાના પરીણામો જાહેર
હૈદરાબાદના અનુદીપ પ્રથમ તો ગુજરાતના મમતા પોપટ ૪પમાં ક્રમે
યુપીએસીસીએ ૨૦૧૭માં લીધેલી સીવીલ સર્વિસીઝ લેખીત પરીક્ષા અને ૨૦૧૮માં ઇન્ટરવ્યુના આધારે પરિણામો જાહેર કર્યા છે. પરીક્ષા આપનાર વિઘાર્થીઓ ઓફીશીયલ વેબસાઇટ પર પોતાનું પરિણામ ચેક કરી શકે છે. જો કે આ પરિપામો ગુજરાત હજુ ઘણું દુર જણાઇ રહ્યું છે. આ પરિક્ષામાં હૈદરાબાદના અનુદિપ દુરિશેટ્ટીએ પહેલું સ્થાન મેળવ્યું છે. જયારે ગુજરાતના મમતા પોપટે ઓલ ઇન્ડિયામાં ૪૫ મો રેન્ક મેળવ્યો છે.
સરદાર પટેલ ઇન્સ્ટિટયુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા મુજબ સંસ્થાના કુલ ર૦ વિઘાર્થીઓ યગુપીએસસીની પરીક્ષા પાસ કરી ચુકયા છે. ૪પમો રેન્ક મેળવી મમતા પોપટ હાલ ડેપ્યુટી કલેકટરની ટ્રેનીંગ મેળવી રહ્યા છે. ૨૦૧૭માં આઇએફએસ, આઇએએસ અને આઇપીએસ માટે કુલ ૧૬ વિઘાર્થી ઓએ પરીક્ષા પાસ કરી હતી. જેમાં હૈદરાબાદના અનુદિપ દુરિશેટ્ટીએ ટોપ કર્યુ છે. જયારે બીજા નંબરે સચિન ગુપ્તા છે મેરીટ લીસ્ટમાં કુલ ૯૯૦ લોકોનું નામ છે. જેમાં ૪૭૬ ઉમેદવાર જનરલ કેટેગરીના છે. ૨૭૫ ઉમેદવાર ઓબીસી:, ૧૬૫ એસસી અને ૭૪ કેન્ડીડેટ એસટી કેટેગરીના છે. પરીક્ષામાં ટોપ કરનાર દુરિશેટ્ટી ૨૦૧૧ મા બિટસ પિલાનીમાંથી ગ્રેજયુએન કર્યુ હતું. ૨૦૧૩ની યુપીએસસી દરમ્યાન તેણે ૭૯૦ મો રેન્ક મેળવ્યો હતો. યુપીએસસીની મુખ્ય પરીક્ષા ૨૮ ઓકટોબર ૨૦૧૭ ના રોજ યોજાઇ હતી. યુપીએસસી પરીક્ષા પાસ કરનારા વિઘાર્થીઓને મુખ્યમંત્રી વિજય રુપાણીએ શુભેચ્છા પાઠવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com