ગુજરાતના વેપાર-ઉદ્યોગ સાહસીકોને ઝીમ્બાબ્વેમાં ઉદ્યોગ સ્થાપવા એક ગુજરાતી તરીકે રાજ મોદીનું આમંત્રણ : રાજુભાઇ ધ્રુવના માધ્યમથી સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો સાથે મહત્વની ચર્ચા
દક્ષિણ આફ્રિકાના ઝીમ્બાબ્વે દેશ અને ગુજરાત સહિત ભારત દેશને પરસ્પર વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે ઉજ્જળી તકો હોવાનો અભિપ્રાય મૂળ ગુજરાતના કેવડીયા કોલોની-ગામ -રાજપીપળા (નર્મદા જિલ્લો)ના વતની અને આપબળે સંઘર્ષ કરીને આગળ આવીને છેલ્લા ચાર દશકાથી ઝીમ્બાબ્વેમાં સ્થાયી થયેલા શ્રી રાજ મોદીએ આપેલ છે. જેઓ હાલ બુલાવાયો- ઝીમ્બાબ્વેમાં લોકસભાની ચૂંટણી જીતીને સરકારમાં ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝનો મહત્વનો કાર્યભાર સંભાળે છે. તેઓ ત્યાં પ્રથમ ગુજરાતી તરીકે ચૂંટાઇને પ્રધાન બનવાનું બહુમાન મેળવેલ છે. આપણા ગુજરાતી એવા ઝીમ્બાબ્વેના ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝના નાયબ મંત્રી રાજ મોદી તેમના ગુજરાતના પ્રવાસ દરમિયાન એક દિવસ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. રાજકોટ મુલાકાત દરમિયાન રાજ મોદીએ સૌરાષ્ટ્ર જન વિકાસ મંચના ઉપક્રમે વેપારી મંડળો, ઉદ્યોગકારોના એસો.ના હોદેદારો અને ઉદ્યોગકારો સાથે વેપાર-ઉદ્યોગ સ્થાપવા અંગે વિચારવિમર્શનાં એક પરિસંવાદમાં ખાસ ઉપસ્થિતિ નોંધાવી ભારત-ઝિમ્બાવેનાં વેપાર-આર્થિક સંબંધ માટે ઉપયોગી કાર્યક્રમનાં આયોજન બદલ કાર્યક્રમનાં આયોજનકર્તા રાજુભાઈ ધ્રુવનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાજુભાઇ ધ્રુવે સૌરાષ્ટ્ર ના ઉદ્યોગકારો અને ઝિમ્બાબ્વે સરકાર ના પ્રધાન વચ્ચે ચાવીરૂપ ભૂમિકા ભજવી પરસ્પર સંવાદ ની વ્યવસ્થા ગોઠવવા અંગે વાત કરતા કહ્યું કે સૌરાષ્ટ્ર જનવિકાસ મંચ સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસ માટે પ્રયત્નશીલ છે. આ કાર્યક્રમ નો ઉમદા હેતુ સૌરાષ્ટ્ર ના ઉદ્યોગ સાહસિકો ને ઝિમ્બાબ્વે માં સરળતા થી સરકાર નો સહયોગ માર્ગદર્શન મળે અને સૌરાષ્ટ્ર ના ઉદ્યોગકારોને ને પોતાના વ્યાપાર વાણિજય અને ઉદ્યોગ વિકસાવવાની તક મળે તે છે.અને એટલા માટેજ આ અતિ ઉપયોગી કાર્યક્રમ નું આયોજન કરી છે.આ કાર્યક્રમ નું પરિસંવાદના કાર્યક્રમમાં ઝીમ્બાબ્વેના ઉદ્યોગમંત્રી રાજ મોદીએ વેપાર-ઉદ્યોગ માટે ઉદ્યોગપતિ લઓને નિમંત્રણ આપતા જણાવ્યું કે, ઝીમ્બાબ્વેમાં એગ્રીકલ્ચર-બાગાયત, માઇનીંગ (ખાણ-ખનીજ), ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ, ફાર્માસ્યુટીકલ, બિન પરંપરાગત ઉર્જાના સોલાર સહિતના ક્ષેત્રોમાં અમાપ ઉજળી તકો રહેલી છે. ભારત અને ઝીમ્બાબ્વે વચ્ચે વેપાર-ઉદ્યોગ સ્થપાઇ તો બંને દેશને આર્થિક ફાયદો છે. અમારો દેશ વેપાર-ઉદ્યોગ માટે શાંત અને સલામત છે. ઉદ્યોગ સાહસીકોને પ્રોત્સાહન આપવા પાંચ વર્ષ ટેકસ ફ્રી ની સુવિધા આપવામાં આવે છે. ઉદ્યોગો સ્થાપવા માટે ઇકોનોમીક ઝોન પણ બનાવવામાં આવેલ છે. ઉપરાંત ઉદ્યોગ સ્થાપવા માટે ૯૯ વર્ષના પટૃે લીઝથી જમીન આપવામાં આવે છે. જેથી ઉદ્યોગ સાહસીકોને જમીનમાં મૂડીનું રોકાણ કરવું પડતું નથી. ગુજરાતમાંથી ઘણી વસ્તુઓનું નિકાસ ઝીમ્બાબ્વેમાં કરવામાં આવે છે.