વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ ૨૦૧૮નો આરંભ કરાવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, નવરાત્રિનું પર્વ શક્તિ ઉપાસના પર્વ છે. આ શક્તિની ભક્તિ આપણા સૌ માં એવી ઉર્જા સંચિત કરે કે, સમાજને તોડવા માગતા વિઘટનકારી તત્વોને પરાસ્ત કરી સમરસ અને સમૃદ્ધ સમાજ નિર્માણ કરીએ.  તેમણે કહ્યું કે, શક્તિનું આ ઉપાસના પર્વ  સૌને રાષ્ટ્ર ભક્તિ અને તે દ્વારા આપણીમાં ભારતીને જગત જનની બનાવવાનો એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાકાર કરનારું પર્વ બને.20181010222512 RSD 0903

મુખ્યમંત્રી અમદાવાદ માં વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ ૨૦૧૮નો પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ એસ.સુભાષ રેડ્ડી તેમજ રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ વિવિધ દેશોના રાજદૂતો આ અવસર ના સાક્ષી બન્યા હતા.20181010222848 RSD 0912

વિજયભાઈએ ઉમેર્યું કે, નવરાત્રિ અને પતંગ ઉત્સવ એ ગુજરાતની બ્રાન્ડ ઇમેજ આખા વિશ્વ માં બની ગયા છે.  મુખ્યમંત્રીએ સેપ્ટ અને ગુજરાત ટુરિઝમના સહયોગમાં તૈયાર કરાયેલ વર્નાક્યુલર ફર્નિચર ઓફ ગુજરાત પુસ્તકનું વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એક ભારત – શ્રેષ્ઠ ભારત એક્ઝિબિશન સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, નાના મહોલ્લાથી માંડીને મોટા શહેરો સુધી સેંકડો વર્ષોથી નવરાત્રિનો મહોત્સવ ઉજવાય છે. તેમણે કહ્યું કે, જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં ત્યાં આ ઉત્સવ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં માં આદ્યશક્તિની અરાધના કરતા નવ-નવ દિવસ સુધી ગરબા દ્વારા ઉજવાય છે.

હજારો વર્ષ જૂની આ પરંપરાને ઉત્તેજન આપવા રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષે નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતનાં ગરબા વિશ્વભરમાં ખ્યાત છે અને આ ગરબા દ્વારા ગુજરાતનો નાતો વિશ્વભરમાં ઋણાનુબંધના નાતે બિનનિવાસી ગુજરાતીઓ સાથે જોડાય છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે પ્રવાસન મંત્રી ગણપતભાઇ વસાવાએ સૌને આવકારતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઉત્સવો સમાજ જીવન સાથે જોડાયેલા છે. હિન્દુ ધર્મમાં શક્તિ પૂજાનું અનોખું મહત્વ છે. અનુષ્ઠાન અને પૂજાથી શક્તિની આરાધના કરવાનો તહેવાર નવરાત્રિ છે.  હેરીટેજ થીમને ધ્યાને રાખીને સમગ્ર નવરાત્રીનું આયોજન કર્યું છે. છત્તીસગઢના ૫૦ કલાકારો પણ નવરાત્રીમાં જોડાયા છે.20181010223930 RSD 0939 1 01

આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ,  મંત્રી કૌશિકભાઇ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભભાઇ પટેલ, સાંસદ ડો. કિરીટભાઇ સોલંકી, અમદાવાદના ધારાસભ્યઓ, પ્રવાસન નિગમના ચેરમેન કમલેશભાઇ પટેલ, વિવિધ દેશોના રાજદૂતો, ૪૦ દેશોમાંથી પધારેલા વિશિષ્ટ અતિથિઓ, મુખ્ય સચિવ ડો. જે.એન.સિંઘ, પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.