ધો.7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગીતાના 428 ક્વીઝ સમૂહના સાચા ઉત્તર આપ્યા
અબતક-રાજકોટ
હિન્દુશાસ્ત્રના સૌથી મોટા અને પવિત્ર ગ્ંરથ ગીતાના પાઠનું રાષ્ટ્રીયસ્તર પર ક્વીઝ કોમ્પીટીશન યોજવામાં આવ્યું હતું.
જેમાં ગુજરાતની 14 વર્ષીય મુસ્લિમ તરૂણીએ દેશભરમાં પ્રથમ ક્રમાક હાંસીલ કર્યો છે. તેણીએ 428 ક્વીઝ સમૂહના સાચા જવાબ આપીને આ સિદ્વી હાંસીલ કરી છે.
ગુજરાતના વાપી જિલ્લાના ઉંમરગામની આદર્શ બુનિયાદી ગુજરાતી ક્ધયા શાળામાં ધો.7માં અભ્યાસ કરતી ખૂશ્બુ અબ્દુલ મહેબૂબ ખાનને પહેલેથી જ સાંસ્કૃતિક અને સ્પર્ધાઓમાં ભાગ લેવાની રૂચિ અને કૌશલ્ય દર્શાવી છે. તાજેતરમાં જ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય શિક્ષણ વિભાગના સહયોગથી એડ્યુટર એપ દ્વારા વિવિધ રાષ્ટ્રીય વ્યાપી ક્વીઝ અભિયાનોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂશ્બુ ખાને ગીતાના પાઠની ક્વીઝમાં દેશભરમાં પ્રથમક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
આ અભિયાનમાં શિક્ષકોએ 3,915 ગીતાના ઉપદેશ પર ક્વીઝ બનાવી હતી. જેમાં 14 વર્ષની ખૂશ્બુ અબ્દુલ મહેબૂબ ખાને ગીતા પર કુલ 428 ક્વીઝ સમૂહના સાચા પ્રત્યુત્તર આપીને દેશભરમાંથી પહેલો ક્રમાંક હાંસીલ કર્યો છે. આ અંગે તેણીના પિતાએ જણાવ્યું હતું કે મારી પુત્રી દેશભરમાં ગીતાની સ્પર્ધામાં પ્રથમ આવી છે તેનું મને ગર્વ છે.
ધર્મ એક જ છે તેવા ઉદેશ્ય સાથે મારા પરિવારે અને શિક્ષકોએ ભાગવત ગીતાના વિષય પર ખૂશ્બુને માર્ગદર્શન આપ્યું હતું. બે-બે વાર મોબાઇલના રિચાર્જ કરીને પણ ખૂશ્બુએ ગીતાનો અભ્યાસ કર્યો હતો.