આજે નર્મદાના નીરથી પાણીની તંગી બની ભૂતકાળ
પોરબંદર લોકસભાનું મહાસંમેલન ગોંડલ માર્કેટય યાર્ડમાં યોજાયું: 70,000ની જનમેદની ઉમટી પડી
કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પોરબંદર સાંસદ રમેશ ધડુક સહિતનાઓ રહ્યા ઉપસ્થિત
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકારે 9 વર્ષમાં કરેલા જનકલ્યાણકારી યોજનાઓને અને “નયા ભારત” બનાવવાના સંકલ્પને સાકાર કરવા રાજકોટ જિલ્લાના ઐતિહાસિક ગોંડલ નવા માર્કેટિંગ યાર્ડ ખાતે 11-પોરબંદર સંસદીય ક્ષેત્રમા સાંસદ રમેશભાઈ ધડુક પ્રેરિતવિશાળ જનસભા રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયાના માર્ગદર્શન હેઠળ 70 હજારની જનમેદનીની ઉપસ્થિતિમા જનસભાનું ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, ગુજરાત પ્રદેશ સહ-પ્રભારી સુધીરભાઈ ગુપ્તા અને પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ ઝાઝુજી, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, સાંસદ રમેશભાઈ ધડુક, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા સહિત સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતીમાં જનસભા યોજાઈ હતી.
પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકના સંસદીય ક્ષેત્રમાં ભાજપના મહાસંમેલનમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નવ વર્ષનાં સાશનને ઉજાગર કરતા જણાવ્યુ કે વષઁ 2014 પહેલા સતાનુ રાજકારણ ચાલતુ હતુ.પરંતુ મોદીના સાશનમાં સતા નહી સેવાનુ રાજકારણ ચાલે છે કિસાનો, યુવાનો અને મહીલાઓ ઉપરાંત ગરીબવર્ગ માટે અનેક યોજનાઓ દેશભરમાં કાર્યરત છે. તેમણે કહ્યુ કે છેવાડાના માનવી ગરીબો માટે સાડા ત્રણ કરોડ આવાસ, બાર કરોડ પરીવારોના ઘરે ગેસ સિલિન્ડર, અઢાર હજાર પરીવારોના બેંક એકાઉન્ટ ખુલ્યા, તેર કરોડ પરીવારના ઘરે નળ વાટે પાણી પહોંચતુ થયુ.માત્ર નવ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ કરી બતાવ્યો છે. તેમણે વધુમાં કહ્યુ કે, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ખેડુતોને પાક વિમા માટે આંદોલન કરવા પડ્યા નથી. એક સમયે સૌરાષ્ટ્ર અન્નજળની તંગી ભોગવતો પ્રદેશ કહેવાતો હતો. આજે નર્મદાના નીર દ્વારા પાણીની તંગી ભુતકાળ બની ગઈ છે.ગુજરાતના 115 ડેમ નર્મદા યોજના હેઠળ છલકાવાયા છે. આયુષ્યમાન કાર્ડ દ્વારા ગરીબોને વીઆઇપી આરોગ્ય સારવાર મળી રહી છે. ગુજરાતમાં આઠ મેડીકલ કોલેજ મંજુર થયાનુ જણાવ્યુ હતુ.
મનસુખભાઇ માંડવીયાએ કોરોનાકાળનો ઉલ્લેખ કરી કહ્યુ કે કોરોના એક મોટો પડકાર હતો પણ પ્રધાનમંત્રી મોદીએ પડકારને પહોંચી વળવા દેશનાં વૈજ્ઞાનિકોને ઇજન આપી દેશમાંજ વેકશીનનુ નિર્માણ કરાવ્યુ.220 કરોડ વેકસીન ડોઝની સુરક્ષા ઉભી કરાઇ અને 35 હજાર કરોડ વેકસીન પાછળ ખર્ચ કરીને કોરોના સામે લડત આપી છે. આ મોદીના સશક્ત નૈતૃત્વનુ પરીણામ છે તેવુ અંતમાં જણાવ્યુ હતુ.
આ તકે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક નવા હિન્દુસ્તાનનુ નિર્માણ કર્યુ છે. પ્રજાને આપેલા વચનો પુર્ણ કરનારા તે પહેલા સેવક પ્રધાનમંત્રી છે. દેશને સુરક્ષિત કરવાનુ તેમનુ પહેલુ કદમ હતુ. આજે દેશની સરહદો સલામત બની છે. દુશ્મન દેશનાં ઘરમાં ઘુસી સર્જીકલ સ્ટ્રાઇક કરી છે. પહેલાની સરકાર સરહદમાં ઘુસી આવતા ચીનના સૈનિકોને ગુલાબ જાંબુ અને લાડુ આપી સન્માનતા હતા. આજે નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં ગોળી અને બોમ્બથી સ્વાગત કરાય છે.
પાટીલે કોંગ્રેસીઓને લલ્લુઓ કહી લલકાર કરતા જણાવ્યુ કે લલ્લુઓને કહીદો કે 2024માં રામલલ્લાના દર્શન કરવા અયોધ્યાની ટીકીટ કઢાવી લ્યે. તેમણે કહ્યુ કે કાશ્મીરમાં 370 અને 35એની કલમ એક જાટકે દુર કરી કાશ્મીરમાં શાંતિ સ્થાપી છે. પત્થરબાજો આજે કાંકરીચાળો કરતા પણ ધ્રુજે છે. ગુજરાત સહિત દેશભરમાં અનેક મંદિરોના નિર્માણ થયા અને અનેકના જીર્ણોદ્ધાર કરવામાં આવ્યા છે. આજે સિતેર ટકા શસ્ત્રો દેશમા બની રહ્યા છે. દેશ આત્મનિર્ભર બની રહ્યો છે. એક એવા ભારતનુ નિર્માણ નરેન્દ્રભાઈ મોદીએ કર્યુ છે જેઆવતા વર્ષોમાં વિશ્ર્વમાં ભારત એક સમૃધ્ધ અને શક્તિશાળી દેશ બની રહેશે તેમા કોઈ શંકાને સ્થાન નથી. ગુજરાતની આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો પ્રત્યેક ઉમેદવાર 5(પાંચ) લાખથી વધુ મતોથી જીતે અને વિરોધીઓની ડિપોઝિટ ડુલ થાય તે માટે કાર્યકર્તાઓએ સરકારએ કરેલા વિકાસ કાર્યોને જન જન સુધી લઈ જવા આહવાન કર્યું હતું.આ તકે સભાને સંબોધતા રાઘવજીભાઈ પટેલએ નરેન્દ્રભાઈ મોદીની સરકારના 9 વર્ષના વિકાસગાથાને વર્ણવી હતી.
રાજકોટ-પોરબંદર વિસ્તારનાં રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરની જવાબદારી ધરાવતા તમામ અગ્રણી, જીલ્લાના પદાધિકારી અને કારોબારી સભ્ય, જીલ્લા મોરચાના પદાધિકારી અને કારોબારી સભ્ય, સાંસદ (વર્તમાન અને પૂર્વ), ધારાસભ્ય (વર્તમાન અને પૂર્વ), બોર્ડ-નિગમના ચેરમેન, વા.ચેરમેન, ડિરેક્ટર (વર્તમાન અને પૂર્વ), જીલ્લા સ્તરની સહકારી સંસ્થાના ચેરમેન, વાઈસ ચેરમેન, ડિરેક્ટરો (વર્તમાન અને પૂર્વ), જીલ્લા અને મંડલના સેલ-આયામ-પ્રકલ્પના સભ્ય, જીલ્લા તેમજ મંડલના ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જ, મંડલ પક્ષના અને મોરચાના પદાધિકારી, શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ/સહ-ઇન્ચાર્જ, નગરપાલિકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની ગત ચૂંટણી લડેલા ઉમેદવાર, તાલુકાની સહકારી સંસ્થાના ચેરમેન, વાઈસ ચેરમેન, ડીરેકટરો (વર્તમાન અને પૂર્વ), બુથના પ્રમુખ-મંત્રી (ગ્રામીણ અને શહેરી), મંડલના કારોબારી સભ્ય અને મોરચાના કારોબારી સભ્ય(ગ્રામીણ અને શહેરી), જીલ્લાના સક્રિય સભ્ય, ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર સંસદીય વિસ્તારમાંથી હજારો લોકો મહાસંમેલનમાં ઉમટી પડ્યા હતા. જનસભાની સંપૂર્ણ વ્યવસ્થા અલ્પેશ અગ્રાવત, વિવેક સાતા, કિશોર રાજપૂતએ સંભાળી હતી.