લોકોમાં જેટલો આઇપીએલના મેચ જોવાનો ઉત્સાહ હોય છે તેટલો જ મેચ શરુ થયાના 2-3 મહિના પહેલા તેનું ઓક્શન યોજાય છે તે જોવાનો પણ હોય છે, IPL રસિકોને આતુરતા હોય છે કે પોતાનો મન પસંદ ખેલાડી કઈ ટિમમાં આવે છે અને તે ટિમ લોકોની ફેવરિટ થઇ જાય છે. છેલ્લા 2 વર્ષમાં કોરોના મહામારીને કારણે IPL નું ટાઈમ ટેબલ અને ઓક્શનની તારીખોમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે, ત્યારે IPL -14 સીઝનનું ઓક્શન આ વર્ષના અંતમાં અથવા તો વર્ષ 2022 માં જાન્યુઆરી મહિનામાં યોજાઈ શકે છે.
જો કે વધુમાં જણાવવામાં આવ્યું છે કે IPL -14 સીઝનમાં ઘણા નવા નિયમો હશે અને સાથે સાથે 2 નવી ટિમ પણ ઉમેરાય તેવું જાણવા મળી રહ્યું છે, આ સાથે દરેક ટિમને ખેલાડીઓ ખરીદવા માટે એક ફિક્સ રકમનો આંકડો ફાળવવામાં આવશે. અગાઉ જયારે આઇપીએલમાં ફિક્સિંગના વિવાદો સામે આવી રહ્યા હતા ત્યારે પણ ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ ટિમ પણ 2 વર્ષનો પ્રતિંબંધ મુકવામાં આવ્યો હતો. આ સાથે જ BCCI દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે 2 ટીમના ખેલાડીઓ બીજી ટિમમાં રમી શકશે, અને ત્યારે જ IPLમાં 2 નવી ટિમની એન્ટ્રી થઇ હતી. જેમાં રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ અને ગુજરાત લાઇન્સ ટિમની એન્ટ્રી થઇ હતી.
બંને ટીમમાં ચેન્નાઇ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમના ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં રાઇઝિંગ પુણે સુપર જાયન્ટમાં સૌથી સફળ કેપ્ટ્ન મહેન્દ્રસિંહ ધોનીને સુકાની પદ સોપવામાં આવ્યું હતું. જો કે બંને માંથી એક પણ ટિમ 2 વર્ષના સમયગાળામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી શકી ના હતી. આ સાથે જ વર્ષ 2022 માં IPL -14 સીઝન યોજાનાર છે તેમાં BCCI દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે નવી 2 ટિમનો સમાવેશ થઇ શકે છે, જેથી આઇપીએલ વધુ રોમાંચક બની શકે છે.
દરેક ફ્રેન્ચાઇઝીસ RTM (RIGHT TO MATCH) કાર્ડ દ્વારા ત્રણ ખેલાડીઓને રિટેઈન કરી શકશે, એટલે કે વધુમાં વધુ કોઈ ફ્રેન્ચાઇઝી 5 ખેલાડીઓને રિટેઈન કરી શકશે. દરેક ફ્રેન્ચાઇઝીને વેલ્યુ પર્સ એટલે કે ખેલાડીઓને ખરીદવાની એક મેક્સિમમ કિંમત 85 કરોડ સુધીની કરવામાં આવી છે, જેમાં દરેક ફ્રેન્ચાઈઝી ખેલાડીઓને ખરીદવા 85 કરોડ સુધીનો ખર્ચ કરી શકશે .
દરેક ફ્રેન્ચાઇઝી કુલ 25 ખેલાડીઓની ટિમ બનાવી શકશે ઓછામાં ઓછા 18 ખેલાડીઓ તો હોવા જ જોઈએ તો જ તે ફ્રેન્ચાઇઝી IPL માટે માન્ય ગણાશે. અને આ 18 ખેલાડીઓમાં ડોમેસ્ટિક તેમજ નેશનલ મેચ રમેલા ખેલાડીઓનો પણ સમાવેશ કરી શકશે. IPLના નવા આઉટલેટ પ્રમાણે ગુજરાતનું મેગા સીટી અમદાવાદને એક ફ્રેન્ચાઇઝી આપવામાં આવશે. તથા બીજી ફ્રેન્ચાઇઝી લખનૌ અથવા કાનપુર શહેરને મળી શકે છે. આ સાથે જ હવે IPL-2022 હવે નવા રંગરૂપ સાથે જોવા મળશે.