સ્થાનિક-રોજીંદા જીવનમાં પડતી સમસ્યાના ઉકેલ શોધવા બાળકોને મુકેલા વિચારોને પ્રાધાન્ય અપાયું
ડો.એ.પી.જે. અબ્દુલ કલામની યાદમાં હની બી નેટવર્ક, સૃષ્ટિ અને જ્ઞાન સંસ્થા સાથે મળીને માલિક વિચાર અને નવીન સંશોધન હરીફાઈ આયોજીત કરે છે. ડો.એ.પી.જે અબ્દુલ કલામ પ્રજવલિત માનસ બાળ રચના ભકતા અને સંશોધન પુરસ્કાર ૨૦૨૦ હરીફાઈમાં ધોરણ ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓ અને આ વય જુથનાં અભ્યાસ ન કરતા બાળકો પણ નવિન વિચારની હરીફાઈમાં ભાગ લઈ શકે છે.
આ પુરસ્કારનો મુખ્ય ઉદેશ એ છે કે બાળકો સ્થાનિક-રોજીંદા જીવનમાં પડતી સમસ્યાના ઉકેલ શોધતા વિચારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જેમાં ગુજરાતનાં ઝળહળતા વિદ્યાર્થીઓ શ્રેયસ ગેડમ ધ્યાનેશ્ર્વર વિદ્યાલય સલેભાન મુંબઈ જેને ઓછી કિંમતનું દવા છંટકાવ કરવા માટેનું સાયકલ સંચાલિત પંપ, ચાર્મી પંડયા વિદ્યામંદિર, પોરબંદર વિકલાંગ વ્યકિતઓ માટે ઉપર નીચે થતી ખુરશે તથા બુસરા ઈમ્તિદાસ પ્રાથમિક શાળા, પરખેત ગુજરાત સહિતના વિદ્યાર્થીઓએ કામગીરી કરી હતી. તદઉપરાંત ઓનલાઈન વિચાર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૨ રાજયોમાંથી ૯૦૦૦ આઈડિયા મેળવેલ છે.
જેનું પ્રાથમિક ધોરણે મુલ્યાંકન કરવામાં આવ્યું હતું ત્યારબાદ નામાંકિત સંસ્થાના નિષ્ણાંતો જેવા કે પ્રો.અનિલ કે.ગુપ્તા, પ્રો.પી.વી.એમ રાવ, ડો.વિશ્ર્વજનની સ્ટુગેરી, પ્રો.વિજયાશેરીચંદ, પ્રો.અંબરીષ ડોંગરે, પ્રો.પ્રેમીલા ડિસોઝા, પ્રો.નવદીપ માથુર, ડો.વિપીનકુમાર, ડો.નિતિન મૌયા સહિતના નામાંકિત સાયન્ટીસ, પ્રોફેસર અને ડોકટરોની પસંદગી બાળકોને પ્રોત્સાહન પુરસ્કાર આપવા માટે કરવામાં આવી છે.