હજારો વર્ષ પહેલા ચીનનાં ઉત્તર-પૂર્વ ભાગમાં શોધાયેલ ‘ચા’ આજે ગુજરાતીઓ સવાર -સાંજ મીઠી મધુરી ચુસ્ક બની ગઈ છે. સૌરાષ્ટ્રવાસીઓનાં તો લોહીની નસ-નસમાં આ ચા ભળી ગઈ છે. યુવા વર્ગ પણ 21મી સદીમાં ટી-પોસ્ટે ચુસ્કી લગાવતા અલક મલકની વાતો કરતા જોવા મળે છે. કાઠીયાવાડી કસુંબાના રંગ અનેરો છે,સવારે ઉઠતાવેત અને બપોરે ઉઠતા વેંત ‘ચા’ની ચુસ્કી જોઈએ જ. ચા પીવી જ પડે એવો ક્ાઠિયાવાડીનો વણલખ્યો કરાર છે. ટીનના તપેલામાં એટલી બધી ‘ચા’ ઉકાળાય છે. કે અંતે ‘ચાસુંદી’ બની જાય છે. કેટલાક તો એટલી બધી મીઠી ચા પીનારા છે કે તેની સામે ‘બાસુંદી’ પણ ટુંકી પડે છે.
આજે ઈન્ટરનેશનલ ટી ડે નિમિતી ગુજરાત ટી એશોસીએશન ના પ્રમુખ દિનેશ કારીયાએ ગુજરાતના તમામ ચાના વેપારીને અને ચાની શોખીન સ્વાદપ્રિય ગુજરાતની જનતાને ટી ડેની ખુબ ખુબ શુભેચ્છાઓ. આપણે બધ્ધાને સવારે પડે કે સાંજ ચા તો જોઈએ કોઈપણ પ્રસંગ હોય ખુશીનો હોય કે ગમનો હોય ચા પીવાનો આગ્રહ તો કરેજ આજે ઈન્ટરનેશનલ ટી ડે નિમિતે દિનેશ કારીયાએ જણાવ્યુ હતુ કે આજે આપની સાથે ચા વિશેની થોડીક જાણકારી આપવી છે. જેવી કે ચા કયાંથી આવી, કયારે આવી, કોણ લાવ્યુ આ બાબતની થોડીક જાણકારી આપવી છે.
ભારતમાં વિશાળ ચાનુ સામ્રરાજય બનાવવાનો શ્રેય બ્રીટીશને જાય છે. 1948 માંગ્રેટ બ્રીટનથી ભારતની સ્વતંત્રતા વચ્ચે ચાનુ મોટા પ્રમાણમાં વાવેતર કરી તેનુ સેવન કર્યુ હતું 1774 ની આસ પાસ વોરેન હેસ્ટિંગ ચાઈનાના બીજની પસંદગી ભુતાનના ત્તાલીન બ્રિટીશ દુત જયોર્જ બોલે વાવેતર માટે મોકલેલ હતી. 1776 માં સરસજોસેફ બેંકો, મહાન અંગ્રેજી વનસ્પતિશાસ્ત્રીને નોંની શ્રેણી તૈયાર કરવામાં આવ્યુ અને તેમની ભલામણ હતી કે ભારતમાં ચાની ખેતી હાથ ધરવામાં આવે 1780 માં રોબર્ટકિયેડ ચાઈના થી આવીને જણાવ્યુ કે ભારતમાં ખેતી માટે પ્રયોગ કર્યો થોડા દાયકા પછી. રોબર્ટબ્રુસે અ5ર બ્રમપુત્રા ખીણમાં જંગલી દ્વારા ઉગાડતા ચાના છોડો શોધી કાઢયા મે 18ર3માં આસામથી પ્રથમ ભારતીય ચાને જાહેર વેચવા માટે ઈન્ગલેન્ડ મોકલવામાં આવી વ્યાંગાતમક રીતે મુળ છોડ ઉગ્યો જયારે ચીની રોપાઓ તીવ્ર આસામમાં ટકી રહેવા માટે સંધર્સ કરી રહયા અને આખરે તે મુળ ચાના છોડમાંથી રોપાઓ સાથે અનુગામી વાવેતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
દેશી આસામના પાનમાથી બનાવાયેલી ચાના પ્રથમ 1838 માં બનાવવામાં આવેલી માલંડ મોકલવામાં આવેલી હતી. અને તે લંડનની હરાજીમાં વેચાઈ હતી આનાથી કલકતાના બંગાળ ટી એશોસીએશન અને લંડન પ્રથમ સંયુકત સ્ટોક ટી કંપની અને આસામ કંપનીનો રચના નો માર્ગ મોકળો થયો હતો ચાની ખેતી કરવા અન્ય કંપનીઓની રચના કરવામાં આવી હતી જયોર્જવિલ્યમશન અને જોરહાટ ટી કંપની સામેલ છે. આસામની બ્રમપુત્ર ખીણમાં સફળ ઉદ્યોગ સ્થાપ્યા પછી હીમાલયી પર્વતમાળામાં ભારતમાં ચા ઉગાડવામાં આવી 1863 સુધીમાં કુમાઉ, દેહરાડન, કાંગરાવેલી, કુલ્લુમાં 78 વાવેતરની સ્થાપના થઈ હતી, હાલના દાર્જીલીંગ જીલ્લામાં સ્થળાતર કર્યુ હતુ
પછી ઈસ્ટ ઈન્ડીયા કંપનીમાં 1835 માં સ્થાળાંતર કર્યા પછી 1840 ના દાયકામાં પ્રારંભિક પરીક્ષણો 1850 ના દાયકામાં દાર્જીલીંગજીલ્લામાં વેપારીઓએ દ્વારા વાવેતર શરૂ કરવામાં આવ્યું હતું 1874, 113 બગીચામાં 18,888 એકરમાં ચાને આવરી લેવામાં આવેલ હતી અને ઉત્પાદન 9.9 મિલિયન પાઉન્ડ સુધી પહોંચી ગયું હતુ ઉધ્યોગને શ્રમ અને કાયદો અને વ્યયસાથાના પ્રશ્નો અને સંદેશા વ્યવહાર, બજારોને વિસ્તૃત કરવાની જરૂરીયાત અને ચાના પેકેજીંગની જરૂરીયાતનો સામનો કરવામાં માટે 1881 માં ઈન્ડીયન ટી એશોસીએશનની રચના કરવામાં આવી હતી. અને યુનાઈટેડ પ્લાન એશોસીએશન સાઉર્થન ફસ ધર્ન ઈન્ડિયા, (યુ.પી.એસ.આઈ.) ની રચના કરવામાં આવી હતી. ભારતે 183.3ટન ચાની નીકાશ કરી હતી 1870 સુધીમાં તે આકડો વધીને 6700 ટનનો થયો. ભારતે 1885 માં 35,ર00 ટન થયો હતો અને ભારતમાં 13 હજાર બગીચાઓ સાથ.વિશ્વામાં સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે અને તેના ઉત્પાદનમાં ર0 મિલિયન થી વધુ લોકો કાર્યરત છે.
‘વ્હાઇટ ટી’ પર પ્રકાશ પાડતા ઉમીયા ચાના ડીરેકટર મયુર પટેલ
ઉમીયા ચા જે પ0 વર્ષોથી ચા ના વ્યવસાયમાં છે. એવા ત્યાંના માલીક મયુર પટેલ અબતકની ખાસ વાતચીતમાં અલગ અલગ પ્રકારની ચાને લઇને માહીતી આપે છે. ‘વ્હાઇટ ટી’ જે કેરાલાથી ખાસ અને મોંધી છે. એની ખાસીયત એ છે કે એનું ઉત્પાદન જ ઓછુ થાય છે. જયારે એની વાવણી થાય ત્યારે અને ટેસ્ટ પણ એકદમ અલગ હોય છે. વ્હાઇટ ટીને ખાસ વેધર ક્ધડીશન જોઇ અને માટે એ મોંધી પણ છે અને ખાસ પણ છે એ પ્રોસેસ વગરની ચાઇ પત્તી હોય છે જયારે રેગ્યુલર સી.ટી.સી. ચા ક્રશ કરીને ઉકાળેલી હોય છે. ઉમીયા ચા નું 80 ટકા ઉત્પાદન આસામથી આવે છે અને 20 ટકા સીલ્લીગુડ્ડીથી આવે છે એવી જગ્યાએ થાય છે આ સાથે આ ચાની ખાસીયત એની કવોલીટી છે.
ખાણી પીણીની દુકાનો ખુલતા આજે જ ચાની ચુસ્કીની મજા માણી: શીતલ (ગ્રાહક)
આજે બજારમાં ખાણી પીણીની દુકાનો ખુલતા જ શીતલ ટી પોસ્ટ આવી પહોંચી છે ચાનો આનંદ માણવા, હાલ તો ત્યાં ટેક-અવે છે પરંતુ અબતક સાથેની વાતમાં જણાવે છે કે તેઓ દિવસ દરમિયાન 3 વખત તો ચા પીવે જ છે. અને સાથે સાથે આજ ટી-ડે હોવાથી એ જનતાને અને ચા પ્રેમીઓને અપીલ કરે છે કે આજનો દિવસ ચાની ચૂસ્કીમાં આનંદ માણે.
જીવરાજ ચા અપર આસામથી બને છે અને માટે નેચરલી સ્વીટ હોય છે: વીરેન શાહ
જીવરાજ ચાના માલીક એવા વિરેન શાહ અબતકની ખાસ વાતચીતમાં જણાવે છે કે જીવરાજ ચાની ખાસીયત, અવર આસામની ખાસ એવી સી.ટી. સી.ચા જે નેચરલી મીઠી લાગે છે અને ઉત્તમ સ્વાદ હોય છે. સાથે સાથે તેઓ આસામ અને દાર્જીલીંગમાં ચાની ખેતી ની વિશેષતા પણ જણાવે છે કે બન્ને જગ્યાના વાતાવરણને લઇને જે ચાની ખાસીયત બને છે! જયારે એમણે ટી ટેસ્ટીંગ માટે ખાસ ટીમ હોય છે જે ટી ટેસ્ટીંગ પ્રોસેસ સંભાળે એવું જણાવ્યું હતું.
સબ-રજીસ્ટ્રારમાં કોમ્પ્યુટર ઓપરેટરની જોબ મૂકી ચાના પ્રેમને લઇને અને ચાની ટપરી ખોલી!: નીશા હુસૈન
નીશા હુસૈન એક એવી વ્યકિત છે અને ખાસ તો મહીલાઓમાં પ્રતિક છે કે દિલથી ચાહો અને મહેનત કરો તો તમે તમારા બધા સપના પુરા કરી શકી, અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવેલ છે કે એમને એમના સ્ટોલ પર પુસ્તકો પણ રાખી છે. ત્યારે લોકો ચાની ચુસ્કી લેતા પુસ્તક વાચવાનો લાભ પણ ઉઠાવે છે કોમ્પ્યુટર ઓપરેટર ની જોબ છોડી તેઓ આ માત્ર એમના ચાના પ્રેમને લઇને એક મહીલા થઇને ચાની ટપરી ખોલી !
‘યુથ’ મા મસાલા દેશી ચા માટેનો પ્રેમ બરકરાર:મીત ધોળકીયા
‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવેલ છે કે આજે જયારે દેશ વેસ્ટર્ન કલ્ચર તરફ જાય છે ત્યારે ચા માટે નો આજની બેનરેશનના લોકો પણ જયારે ચાની વાત આવે ત્યારે વધુમાં વધુ લોકો અને ટી-પોસ્ટ ના ગ્રાહકો પણ દેશી ચા જ પસંદ કરે છે. સાથે સાથે એમ પણ જણાવે છે કે જીમમાં જતા લોકો ગ્રીન ટી માણી શકે છે અથવા થો બલ્કે ટી !
ઈન્ટરનેશનલ ટી-ડેના અંતર્ગત કનકાઈના માલીક એમના ચા પ્રત્યેનો પ્રેમ જતાવે છે
અબતક સાથેની વાતમાં કનકાઈના માલીક પાર્થભાઈ ભદ્રેશા એમનો ચા ને લગતો પ્રેમ જતાવે છે અને કનકાઈ ચા એ ‘ફેમીલી બ્રીઝનેસ’ છેલ્લા 35 વર્ષોથી છે.તેઓ આજે ઈન્ટરનેશનલ ટી ડેના અંતર્ગત ગર્વ અનૂભવે છે. અને જણાવે છે આના અલગ પ્રકાર જેમકે મમરી ચા જેના ખાલી 3 કે 4 વખત ચા બની શકે છે. એક મીડયમ ટાઈપ હોય છે.એમાંથી 2 વખત ચા બને છે.આપણે લોકો જ વધારે વપરાશમાં લઈએ છીએ એવી ભૂકી વાળી ચા જેના એક વખત ચા બને છે.