વિશ્ર્વનો સૌથી સુખી અને સમૃધ્ધ દેશ સ્વીડન છે. ચિત્રલેખામાં હરકિશન મહેતાએ સ્વીડનને સોનાનું પીંજ કહ્યું છે એવા સુખી અને સમૃધ્ધ દેશ સ્વીડનના યોનશોપીંગ સીટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ હોલમાં સ્વીડનમાં વસ્તા ગરવા ગુજરાતીઓને આદ્યશકિત મા નવદુર્ગાની નવરાત્રીમાં જુદા જુદા ગુજરાતી રાસ રમી મા ના ગરબા ગાઈ સંગીતના સૂર સાથે રાસની રમઝટ બોલાવી સતત ૮માં વર્ષને અંતે ખેલૈયાઓએ સૌના હેત અને હૈયા જીતી લીધા હતા.
માંગરોળના સત્સંગી સેવક પત્રકાર અને મંત્રી મનસુખભાઈ એમ.પરમારના પુત્ર અતુલકુમાર પરમાર સીવીલ એન્જીનીયર વર્ષોથી સહપરિવાર સ્વીડનના યોનશોપીંગ શહેરમાં રહે છે. તેઓ એ ત્યાં સમગ્ર ગુજરાતીઓનું એક મંડળ ચલાવે છે. અને વર્ષોથી પ્રમુખ તરીકેની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે. ધાર્મિક અને સામાજીક કાર્યો કરી સ્વીડનમાં પણ ગુજરાતીઓમાં સંપ, સંગઠન અને એકતા મજબુત કરે છે.
આ વર્ષની નવરાત્રીમાં અતુલકુમાર એમ. પરમાર તથા તેમના મિત્રો વાલમ પ્રેમજી મેપાણી અને તેના વીશ કુટુંબોનાં મંડળના તમામ સભ્યોએ નવેનવ દિવસ માં આદ્યશકિતના ગરબા ગાઈ રાસ રમી સૌને ભાવવિભોર કરી દીધા હતા. જાણે કે સ્વીડનમાં ગુજરાત ખડુ કરી દીધું હોય એવું સૌને લાગતુ હતુ.
પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર અતુલકુમાર પરમાર તથા વાલમ પ્રેમજી મેપાણીનું મોમેન્ટો આપી મંડળ વતી સન્માન કરવામાં આવ્યું હતુ. તેવું મનસુખભાઈ એમ. પરમાર એક અખબારી યાદીમાં જણાવાયું છે.